મુંબઈ: સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે Fortune બ્રાન્ડ નામથી ખાવાનું તેલ બનાવની Adani Wilmar બજારમાં 5,000 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ માટે કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને લીગલ એડ્વાઇઝરની નિમણૂક કરી છે. સૂત્રોનું કહેવું છે કેAdani Wilmar તરફથી આ પ્રસ્તાવિત આઈપીઓની વ્યવસ્થા માટે JP Morgan અને Kotak Mahindra Capitalની લીડ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. JP Morgan અને Kotak Mahindra Capital તરફથી આ આઈપીઓના draft red herring prospectus પર કામ શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે Adani Wilmar કંપની Adani Enterprises Ltd અને Wilmar International Ltdની જોઇન્ટ વેન્ચર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈપીઓ મારફતે નવા શેર ઇશ્યૂ કરવા તેમજ જોઈન્ટ પાર્ટનર્સના શેરોને વેચીને રકમ એકઠી કરવાની યોજના છે. આ અંગે હાલ ચર્ચા થઈ છે, અંતિમ નિર્ણય બાકી છે.
ઉલ્લેખનીય છે કે હાલ શેર બજારમાં જોવા મળેલી તેજીને કારણે કંપનીઓએ આઈપીઓ લગાવવા માટે હોડ લગાવી દીધી છે. તમામ આઈપીઓને અનેક ગણા છલકાઈ રહ્યા છે. આ જ સમયે Adani Wilmar પર રોકાણકારોના જોશનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે.
જો આઈપીઓ સફળતાથી બજારમાં આવે છે તો અદાણી વિલ્મર એ અદાણી ગ્રુપની લિસ્ટ થનારી સાતમી કંપની હશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd શામેલ છે.
આ સમાચાર પર અદાણી વિલ્મર અને જેપી મોર્ગને કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધી હતો. જ્યારે કોટક મહિન્દ્રાને આ અંગે મોકલવામાં આવેલા ઇ-મેઇલનો કોઈ જવાબ આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે વિલ્મર ખાવાનું તેલ બનાવની મોટી કંપની છે. કંપની સોયાબીન, સરસો, સન ફ્લાવર, રાઇસ બ્રેન તેલ બનાવે છે.
ભારતમાં કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર