Home /News /business /

Adani Wilmar IPO: અમારું લક્ષ્ય 'ફોર્ચ્યુન'ને દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ બનાવવું છે- Adani Wilmerના CEO

Adani Wilmar IPO: અમારું લક્ષ્ય 'ફોર્ચ્યુન'ને દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ બનાવવું છે- Adani Wilmerના CEO

અદાણી વિલ્મર આઈપીઓ

Adani Wilmar IPO date: અદાણી વિલ્મરનો આઈપીઓ આગામી 27થી 31 જાન્યુઆરી વચ્ચે ખુલશે. અદાણી વિલ્મર કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar price band) 218-230 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે.

  umમુંબઈ. Adani Wilmar IPO : અદાણી વિલ્મર (Adani Wilmar IPO) આવતા અઠવાડિયે 27 જાન્યુઆરીના રોજ ખુલશે. અદાણી વિલ્મર કંપની 'ફોર્ચ્યુન' (Forture) બ્રાન્ડથી પોતાના ઉત્પાદનો વેચે છે. અદાણી વિલ્મરનું લક્ષ્ય દેશની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ (Food brand) બનવાનું છે. અદાણી વિલ્મરની આ મહત્વકાંક્ષી યોજના તેને ITC, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ અને મેરિકો (Safolo) જેવી કંપનીઓ સાથે ટક્કર આપવામાં મદદ કરશે. આ તમામ કંપનીઓની ફૂડ ઇન્ડસ્ટ્રી પર સારી એવી પકડ છે. અદાણી વિલ્મરના મેનેજમેન્ટે (Adani Wilmar Management) એક પ્રેસ કૉન્ફરન્સમાં આઈપીઓની બ્લૂપ્રિન્ટ અંગે જણાવતા કહ્યુ કે, "ફોર્ચ્યૂન દેશની શીર્ષ ઓઇલ બ્રાન્ડ છે. જેમાં સફળ થવા માટે કંપનીને મજબૂત સોર્સિંગ, ઉત્પાદન, વેચાણ કડીઓ, અને સંશોધન ક્ષમતાની જરૂર હોય છે. અદાણી વિલ્મર પાસે આ તમામ વસ્તુ છે."

  કંપની નાની ફૂડ કંપનીઓને ખરીદી શકે

  અદાણી વિલ્મર આગામી દિવસોમાં ફંક્શનલ ઑઇલ, ફોર્ટિફાઇડ અનાજ અને પેકેઝ્ડ તેમજ રેડી ટૂ ઈટ પ્રોડક્ટ લોંચ કરવાની તૈયારીમાં છે. કંપનીના મેનેજમેન્ટે સંકેત આપ્યો કે કંપની વેલ્યૂ એડેડ ફૂડ સેગમેન્ટમાં સારી તકોની શોધમાં છે. એનો મતલબ એવો પણ થાય કે આગામી દિવસોમાં અદાણી વિલ્મર અમુક નાની ફૂડ કંપનીઓને ટેકઓવર પણ કરી શકે છે.

  અદાણી વિલ્મરના સીઈઓ અંગ્શુ મલિકે (Angshu Mallick) જણાવ્યું કે, "અમે પહેલા સ્ટેપલ ફૂડ પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. જ્યારે અમે સારી ગુણવત્તાના સ્ટેપલ ઉત્પાદનોમાં મહારથ મેળવી લઈશું ત્યાર બાદ અમે વેલ્યૂ એડેડ ફૂડ પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રીત કરીશું. એવું પણ બની શકે કે આ સેગમેન્ટમાં ગ્રોથ માટે અમે અમુક અનઓર્ગેનિક તકો અંગે પણ વિચાર કરીએ."

  અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO)

  ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd આગામી 27 જાન્યુઆરીના રોજ આઈપીઓ (Initial public offering - IPO) લઈને આવી રહી છે. આઈપીઓ માટે 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આઈપીઓ 25મી જાન્યુઆરીના રોજ ખુલશે.

  3,600 કરોડ રૂપિયાનો આઈપીઓ (Adani Wilmar IPO Size)

  કંપની આઈપીઓ મારફતે 3,600 કરોડ રૂપિયા એકઠા કરશે. કંપનીએ પહેલા આઈપીઓ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી હતી. બાદમાં ઇશ્યૂ સાઇઝ (Adani Wilmar IPO size) ઘટાડીને 3,600 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. આઈપીઓ મારફતે તમામ નવા શેર જાહેર કરવામાં આવશે.

  આ પણ વાંચો: Large Cap stocks: ઘરેલૂ બ્રોકરેજ હાઉસોએ આ 10 લાર્જકેપ શેર પર લગાવ્યો દાવો, 13-32% તેજીની આશા

  ફ્રેશ ઇશ્યૂ

  આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. કંપનીનો ઉદેશ્ય 2027 સુધી સૌથી મોટી ફૂડ કંપની બનવાનો છે.

  અદાણી જૂથની કંપનીઓ

  અદાણી જૂથની આ સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટ થશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

  આ પણ વાંચો: Rakesh Jhunjhunwala: રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના બે મોટા શેરોમાં વધાર્યુ રોકાણ, આ કંપનીમાં ઘટાડ્યું

  દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ

  ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Investment, IPO, અદાણી

  આગામી સમાચાર