મુંબઇ. Adani Wilmar IPO: દેશની સૌથી મોટી FMCG ફૂડ કંપનીઓમાંની એક એવી અદાણી વિલ્મરે (Adani Wilmer) 25 જાન્યુઆરીના 15 એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor investors) પાસેથી 939.9 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. કંપનીનો ઇશ્યૂ (Adani Wilmar IPO) આવતીકાલે એટલે કે 27મી જાન્યુઆરીના રોજ ખુલશે અને 31મી ડિસેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ BSEને માહિતી આપી છે કે કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને 4.08 કરોડ ઇક્વિટી શેરની ફાળવણી કરી છે. કંપનીએ અપર પ્રાઇસ બેન્ડ (Adani Wilmar price band) એટલે કે 230 રૂપિયા પ્રતિ શેર લેખે શેર્સની ફાળવણી કરી છે. અદાણી વિલ્મર આઈપીઓ મારફતે 3,600 કરોડ રૂપિયા એકઠા કરશે. કંપની આઈપીઓ મારફતે નવા શેર જાહેર કરશે.
એન્કર ઇન્વેસ્ટર્સમાં આ કંપનીઓ સામેલ
અદાણી વિલ્મરના ઇશ્યૂમાં રોકાણ કરનાર એન્કર ઇન્વેસ્ટર્સમાં ગવર્નમેન્ટ ઑફ સિંગાપુર, મૉનેટરી ઑથોરિટી ઑફ સિંગાપુર, જ્યૂપિટર ઇન્ડિયા ફંડ, વોલરાડો વેન્ચર પાર્ટનર્સ ફંડ, સોસાઇટે જનરાલી, Cohesion MK Best Ideas, વિનરો કૉમર્શિયલ, Dovetail India Fund વગેરે સામેલ છે. આ ઉપરાંત HDFC મ્યુચ્યુઅલ ફંડ, નિપ્પોન લાઇફ ઇન્ડિયા ટ્રસ્ટી, આદિત્ય બિરલા સનલાઇફ ટ્રસ્ટી તેમજે સનલાઇફ એક્સેલ ઇન્ડિયા ફંડ પણ સામેલ છે.
કોના માટે કેટલો હિસ્સો અનામત
અદાણી વિલ્મરના આઈપીઓનો 50% હિસ્સો ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. 15% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે.
અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO)
ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd આગામી 27 જાન્યુઆરીના રોજ આઈપીઓ (Initial public offering - IPO) લઈને આવી રહી છે. આઈપીઓ માટે 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે.
પ્રાઇસ બેન્ડ
કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. કંપનીના કર્મચારીઓની 21 રૂપિયા ડિસ્કાઉન્ટ ભાવે શેર મળશે.
આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. આઈપીઓ બાદ પ્રમોટર્સનો હિસ્સો 100 ટકાથી ઘટીને 87.92 ટકા રહી જશે.
અદાણી વિલ્મર આઈપીઓમાં રિટેલ રોકાણકાર ઓછામાં ઓછા 65 શેરના એક લોટ માટે બોલી લગાવી શકશે. વધુમાં વધુ 13 લોટ માટે બોલી લગાવી શકશે. એક લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે 14,950 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 13 લોટ માટે બોલી લગાવનાર રોકાણકારે 1,94,350 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
મહત્ત્વની તારીખો
અદાણી વિલ્મર આઈપીઓ માટે શેરની ફાળવણી ત્રીજી ફેબ્રુઆરીના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને ચોથી ફેબ્રુઆરીથી રિફંડ મળવા લાગશે. જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ ખાતામાં સાતમી ફેબ્રુઆરી સુધી શેર જમા થઈ જશે. અદાણી વિલ્મરના આઈપીઓનું લિસ્ટિંગ આઠમી ફેબ્રુઆરીના રોજ થશે.
બ્રોકરેજનો અભિપ્રાય
અદાણી વિલ્મરના આઈપીઓને લઈને અલગ અલગ બ્રોકરેજ હાઉસ ખૂબ પોઝિટિવ છે. મોટભાગના બ્રોકરેજ તરફથી આઈપીઓ માટે પોઝિટિવ રેટિંગ આપવામાં આવ્યું છે.
અદાણી જૂથની સાતમી કંપની શેર બજારમાં લિસ્ટિ થશે
અદાણી જૂથની આ સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટ થશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.
ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર