Home /News /business /

Adani Wilmar IPO: અદાણી વિલ્મર આઈપીઓની પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

Adani Wilmar IPO: અદાણી વિલ્મર આઈપીઓની પ્રાઇસ બેન્ડ જાહેર, જાણો ગ્રે માર્કેટમાં શેરની કિંમત

અદાણી વિલ્મર આઈપીઓ

Adani Wilmar IPO price band : અદાણી વિલ્મર કંપની આઈપીઓ મારફતે 3,600 કરોડ રૂપિયા એકઠા કરશે. જેમાંથી 1,900 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપનીના કામ માટે કરશે.

    મુંબઈ. Adani Wilmar IPO: ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd આગામી 27 જાન્યુઆરીના રોજ આઈપીઓ (Initial public offering - IPO) લઈને આવી રહી છે. આઈપીઓ માટે 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે. કંપનીએ ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. એન્કર ઇન્વેસ્ટર્સ (Anchor Investors) માટે આઈપીઓ 25મી જાન્યુઆરીના રોજ ખુલશે. કંપની આઈપીઓ મારફતે 3,600 કરોડ રૂપિયા એકઠા કરશે. કંપનીએ પહેલા આઈપીઓ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી હતી. બાદમાં ઇશ્યૂ સાઇઝ (Adani Wilmar IPO size) ઘટાડીને 3,600 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. આઈપીઓ મારફતે તમામ નવા શેર જાહેર કરવામાં આવશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Adani Wilmar ipo gmp)

    શેર બજાર પર નજર રાખતા લોકોના કહેવા પ્રમાણે શુક્રવારે અદાણી વિલ્મરનો શેર ગ્રે માર્કેટમાં 75 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીની લિસ્ટિંગ 8મી ફેબ્રુઆરીના રોજ BSE અને NSE પર થવાની સંભાવના છે.

    સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ

    ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. કંપનીનો ઉદેશ્ય 2027 સુધી સૌથી મોટી ફૂડ કંપની બનવાનો છે.

    અદાણી જૂથની કંપનીઓ

    અદાણી જૂથની આ સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટ થશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

    આ પણ વાંચો: ભારતના 'વોરન બફેટે' ડિસેમ્બર ત્રિમાસિકમાં આ ચાર શેરમાં વધાર્યું રોકાણ, શું તમારી પાસે છે આ કંપનીના શેર?

    દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ

    ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, અદાણી

    આગામી સમાચાર