Home /News /business /

Adani Wilmar IPO: 27મી જાન્યુઆરીએ ખુલી શકે છે અદાણી વિલ્મરનો આઈપીઓ, જાણો વધુ વિગત

Adani Wilmar IPO: 27મી જાન્યુઆરીએ ખુલી શકે છે અદાણી વિલ્મરનો આઈપીઓ, જાણો વધુ વિગત

આઈપીઓ

Adani Wilmar IPO: અદાણી વિલ્મર પહેલા ઇશ્યૂ મારફતે 4500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગતી હતી. જોકે, બાદમાં કંપનીએ ઇશ્યૂની કિંમત ઘટાડીને 3600 કરોડ રૂપિયા કરી હતી.

    મુંબઈ. Adani Wilmar IPO: Fortune બ્રાન્ડના નામે ખાદ્ય તેલ બનાવતી FMCG કંપની અદાણી વિલ્મરનો આઈપીઓ (Adani wilmar IPO) આ જ મહિને 27મી જાન્યુઆરીના રોજ આવી શકે છે. આ અંગે જાણકારી ધરાવતા સૂત્રએ મનીકંટ્રોલને જણાવ્યું કે, કંપનીનો આઈપીઓ 27મી જાન્યુઆરીના રોજ ખુલી શકે છે. અદાણી વિલ્મર (Adani Wilmar) ગૌતમ અદાણી જૂથ અને સિંગાપુરના Wilmar ગ્રુપનું સંયુક્ત સાહસ (Joint venture) છે. આ ક્ષેત્રમાં અદાણી વિલ્મરની ટક્કર રુચિ સોયા, HUL, બ્રિટાનિયા, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ડાબર ઇન્ડિયા અને નેસ્લે ઇન્ડિયા સાથે છે. ગ્રાહકો વચ્ચે બ્રાન્ડેડ પેકેઝ્ડ ફૂડનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેવા સમયે જ કંપની આઈપીઓ (IPO) લઈને આવી રહી છે. કોરોના વાયરસ સંક્રમણને પગલે આવી પ્રોડક્ટની માંગ વધી છે.

    31મી જાન્યુઆરીએ બંધ થશે આઈપીઓ

    અદાણી વિલ્મરના ઇશ્યૂ અંગે માહિતી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું કે, "કંપનીનો ઇશ્યૂ 27મી જાન્યુઆરીના રોજ ખુલશે અને 31મી જાન્યુઆરીના રોજ બંધ થશે." 29 જાન્યુઆરીએ શનિવાર અને 30 જાન્યુઆરીએ રવિવાર છે. આ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ બજેટ પણ રજૂ થશે.

    આ મામલે જાણકારી ધરાવતા અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, એન્કર ઇન્વેસ્ટર્સ માટે કંપનીનો ઇશ્યૂ 25 જાન્યુઆરીના રોજ ખુલશે. આ તમામ લોકોએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી. જોકે, આ મામલે મનીકંટ્રોલને અદાણી વિલ્મર તરફથી કોઈ જ પ્રતિક્રિયા મલી ન હતી.

    ઇશ્યૂની કિંમત કેટલી હોઈ શકે?

    અદાણી વિલ્મર પહેલા ઇશ્યૂ મારફતે 4,500 કરોડ રૂપિયા એકઠા કરવા માંગતી હતી. જોકે, બાદમાં કંપનીએ ઇશ્યૂની કિંમત ઘટાડીને 3,600 કરોડ રૂપિયા કરી હતી. આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. કંપનીનો ઉદેશ્ય 2027 સુધી સૌથી મોટી ફૂડ કંપની બનવાનો છે.

    અદાણી જૂથની કંપનીઓ

    અદાણી જૂથની આ સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટ થશે. અદાણી ગ્રુપની અન્ય કંપનીઓમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltd સામેલ છે.

    આ પણ વાંચો: એલઆઈસીના આઈપીઓ અંગે મોટા સમાચાર, બહુ ઝડપથી LIC સેબીમાં દાખલ કરી શકે છે અરજી

    દુનિયાના 19થી વધારે દેશમાં તેલની નિકાસ

    ભારતમાં અદાણી વિલ્મર કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડનો ખાદ્ય તેલમાં હિસ્સો 20 ટકા છે. દેશમાં કંપની પાસે 40 યૂનિટ છે. અહીં દરરોજ 16,800 ટનથી વધારે તેલ રિફાઇનિંગ થાય છે. કંપનીની બીજ પેલાણની ક્ષમતા 6,000 ટન પ્રતિદિન છે. જ્યારે પેકિંગની ક્ષમતા 12,900 ટન પ્રતિ દિન છે. ઉલ્લેખનીય છે કે વિલ્મર બાસમતી ચોખા, દાળ અને લોટના પેકિંગ બિઝનેસમાં પણ છે. કંપની દુનિયાના 19થી વધારે દેશમાં નિકાસ કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market, અદાણી

    આગામી સમાચાર