Home /News /business /સુપ્રીમ કોર્ટે સેબીને સોંપી તપાસ, અદાણી મામલે હવે થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી

સુપ્રીમ કોર્ટે સેબીને સોંપી તપાસ, અદાણી મામલે હવે થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી

અદાણી મામલે સેબી કરશે તપાસ

સુપ્રીમ કોર્ટે સેબી એક્સપર્ટ પેનલને કહ્યું કે, 2 મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે. સેબીએ હવે અદાણીના શેરોમાં ગડબડીની તપાસ કરશે. આ સંપૂર્ણ મામલામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહિ તેની પણ સેબી તપાસ કરશે.

  • CNBC
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડા પછી સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું તે, આ સંપૂર્ણ મામલે સેબી તપાસ કરશે. તમને જણાવી દઈએ, કે અદાણી હિંડનબર્ગ મામલે બંને પક્ષોએ એકબીજા ઉપર ઘણા મોટા આરોપો લગાવ્યા છે. ત્યારબાદ સેબીએ બંને પક્ષો દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તરફ ધ્યાન આપતા નવા પગલાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગની એક રિપોર્ટ  પ્રમાણે, સેબીએ તેના કાર્યક્ષેત્રમાં આવતા તમામ આરોપોની માહિતી એકત્રિક કરી રહ્યું છે. અદાણી ગ્રુપના એફપીઓ પહેલા આવેલી આ રિસર્ચ પછી ગ્રુપની કંપનીઓમાં ભારે ઘટાડાનો સિલસિલો કાયમ રહ્યો જે, હજુ સુધી અટક્યો નથી.

આ પણ વાંચોઃ અદાણી ગ્રુપના શેર્સમાં મોટા સોદા પડ્યા, સતત 2 દિવસની તેજી વચ્ચે કોણે ખેલ પાડ્યો?

સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ માટે આદેશા આપ્યા


CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટે સેબી એક્સપર્ટ પેનલને કહ્યું કે, 2 મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે. સેબી હવે અદાણીના શેરોમાં ગડબડીની તપાસ કરશે. આ સંપૂર્ણ મામલામાં નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહિ તેની પણ સેબી તપાસ કરશે.

આ પણ વાંચોઃ સિનિયર સિટિઝન્સ માટે આ સ્કીમ સોનાના ઈંડા આપતી મરઘી, મહિને 40 હજાર મળશે


શું છે આરોપ


યૂએસ શોર્ટ સેલર હિંડનબર્ગે આરોપ લગાવ્યો કે, અદાણી ગ્રુપના શેરોની કિંમતોમાં ગડબડી અને એકાઉન્ટિંગનો ફ્રોડ કર્યો છે. આ આરોપને અદાણી ગ્રુપે સંપૂર્ણ રીતે ફગાવી દીધો છે. જ્યારે અદાણી ગ્રુપે આરોપ લગાવ્યો કે, હિંડનબર્ગે કેલક્યુલેટેડ સિક્યોરિટી ફ્રોડ કર્યો છે. કારણ કે, એફપીઓ પહેલા એક સમજી વિચારેલી રણનીતિ હેઠળ આ રિપોર્ટ રજૂ કર્યો. સેબી આ આરોપોની સાથે બાકી અન્ય આરોપોની જાણકારી પણ મેળવી રહ્યું છે.
First published:

Tags: Adani Group, Business news, Stock market