Home /News /business /અદાણી ગ્રુપનો આ શેર એક સપ્તાહમાં 17% ઉછળ્યો, શું તમારે પોર્ટફોલિયોમાં સામેલ કરવો જોઇએ?

અદાણી ગ્રુપનો આ શેર એક સપ્તાહમાં 17% ઉછળ્યો, શું તમારે પોર્ટફોલિયોમાં સામેલ કરવો જોઇએ?

અદાણી પાવર શેર (ફાઇલ તસવીર)

Multibagger Stock Adani Power: શેર બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અદાણી પાવરની સબ્સિડિયરી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમે તેના વિવાદો ઉકેલવા માટે સહમતી દર્શાવી છે, જે કંપની માટે મોટી રાહત છે.

નવી દિલ્હી: એનએસઈ પર અદાણી પાવર (Adani Power)ના શેરનો ભાવ (Stock Price) રૂ.107ની આસપાસથી વધીને રૂ.125.60ના સ્તરે પહોંચી ગયો છે, જે છેલ્લા એક સપ્તાહમાં લગભગ 17 ટકાનો વધારો દર્શાવે છે. શેર બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ મલ્ટીબેગર (Multibagger Stock) અદાણી ગ્રૂપના સ્ટોકે ગઈકાલે બંધ પર રૂ.124.40 પર બ્રેકઆઉટ આપ્યું છે અને ચાર્ટ પેટર્ન પર બુલ ફેઝમાં પ્રવેશ કર્યો છે. તેઓએ કહ્યું કે, માર્ચ 2022ના અંત સુધીમાં શેર રૂ.175 ના સ્તર સુધી પહોંચી શકે છે.

શેર બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અદાણી પાવરની સબ્સિડિયરી અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમે તેના વિવાદો ઉકેલવા માટે સહમતી દર્શાવી છે, જે કંપની માટે મોટી રાહત છે. નિષ્ણાતોએ વધુમાં ઉમેર્યું કે, બુધવારે સેશનમાં અદાણી પાવરના શેરનો ભાવ રૂ.124.40 પર બ્રેકઆઉટ આપ્યા પછી બુલ તબક્કામાં દેખાય છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

અદાણીના શેરના ભાવમાં થયેલા વધારાના કારણે વિશે જણાવતા જીસીએલ સિક્યોરીટીઝના વાઇસ ચેરમેન રવિ સિંઘલે જણાવ્યું હતું કે, “અદાણી પાવરની સહાયક કંપની અદાણી પાવર (મુન્દ્રા) અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે વીજ ખરીદી કરાર સંબંધિત તેના વિવાદો ઉકેલવા અને રદ થયેલી બિડને રીસોલ્વ કરવા સંમતિ આપી છે. કંપની માટે આ એક મોટો વિકાસ છે અને તેઓ કાઉન્ટરમાં જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે.”

160ના સ્તરે પહોંચી શકે છે શેર

અદાણી જૂથના આ શેરમાં વધુ તેજીની અપેક્ષા અંગે IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડન્ટ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "બુધવારે રૂ.124.40ના સ્તરે નવું બ્રેકઆઉટ આપ્યા બાદ આ સ્ટોક બુલ ફેઝમાં પ્રવેશ્યો છે. તે રૂ.135.50ના સ્તરે અમુક અવરોધનો સામનો કરી રહ્યો છે. આ અવરોધનો ભંગ કરવા પર મલ્ટિબેગર સ્ટોક નજીકના ગાળામાં રૂ.160ના સ્તરે પહોંચવાની શક્યતા છે.”

સુમીત બગડિયાની સલાહ

ઈન્ટ્રાડે ટ્રેડર્સને અદાણી પાવરના શેર ખરીદવાની સલાહ આપતા ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, "અદાણી જૂથનો શેર બુધવારે રૂ.124.40ના લેવલ પર 3 મહિનાની ઊંચી સપાટીને તોડ્યા બાદ તેની 4 મહિનાની ઊચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો. ચાર્ટ પેટર્ન પર શરનું વલણ હજુ પણ પોઝીટીવ છે અને તેને પોર્ટફોલિયોમાં ઉમેરી શકાય છે. જો કે, અદાણી ગ્રુપના આ સ્ટોકમાં પોઝિશન લેતી વખતે સ્ટોપ લોસ રૂ.110ના સ્તરે જાળવી રાખવો જોઈએ.

આ પણ વાંચો: શું તમે જાણો છો કે ટાટા ગ્રુપ પાસે કેટલી કંપની છે? જાણો યાદી

કંપનીએ શું કહ્યું?

તાજેતરમાં અદાણી પાવરે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ સાથે અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ (કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા ડીડ ઓફ સેટલમેન્ટ વિશે ભારતીય વિનિમયને માહિતી આપી હતી. કંપનીએ જણાવ્યું કે, “અમે જણાવવા માંગીએ છીએ કે અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ ("એપીએમયુએલ"), કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ ( "જીયુવીએનએલ") એ આ માટે સંમત થયા છે: 1) 2 ફેબ્રુઆરી, 2007 ("બિડ-2 પીપીએ") અને 6 ફેબ્રુઆરી, 2007 ("બિડ-1 પીપીએ") અને 6 ફેબ્રુઆરી, 2007 ("બિડ-1 પીપીએ"), અને સપ્લીમેન્ટરી પીપીએ ("એસપીપીએ") સાથે સંબંધિત તમામ વિવાદોનું વિસ્તૃત રીતે નિરાકરણ લાવવું તથા બંને પક્ષો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલા તમામ સંબંધિત પેન્ડિંગ કેસો/અરજીઓને પાછી ખેંચી લેવી. 2) રદ થયેલી બિડ-2 પીપીએ અને તેની સાથે જોડાયેલા એસપીપીએને રીસોલ્વ કરવામાં આવ્યા હતા, જેને માનનીય સુપ્રીમ કોર્ટના 2 જુલાઈ, 2019ના રોજના નિર્ણયને કારણે રદ કરવામાં આવ્યા હતા અને તેના બદલામાં એપીએમયુએલ અને જીયુવીએનએલ બિડ-2 પીપીએને સમાપ્ત કરવાના સંબંધમાં ઉપરોક્ત ચુકાદાના સંદર્ભમાં કોઈ વળતરનો દાવો નહીં કરે.”

આ પણ વાંચો: ટાટા પાવરના શેરમાં તેજી, મોર્ગન સ્ટેનલીએ શેરના ટાર્ગેટમાં કર્યો વધારો

અદાણી શેર પ્રાઇઝ

અદાણી પાવરના શેર મલ્ટિબેગર શેરોમાંના એક છે કારણ કે તેણે છેલ્લા એક વર્ષમાં તેના શેરહોલ્ડરોને લગભગ 130 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળામાં એનએસઈ પર અદાણી જૂથનો આ શેર રૂ.54.25થી વધીને રૂ.125.60ના સ્તરે પહોંચ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Share market, Stock market, અદાણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन