Home /News /business /

Adani Group: અદાણી ગ્રુપની આ કંપનીની પણ હવે 1 લાખ કરોડના ક્લબમાં એન્ટ્રી, એક મહિનામાં રિટર્નની ફટકારી સદી

Adani Group: અદાણી ગ્રુપની આ કંપનીની પણ હવે 1 લાખ કરોડના ક્લબમાં એન્ટ્રી, એક મહિનામાં રિટર્નની ફટકારી સદી

ટ્રિલિયન ક્લબ (Trillion Club)માં અદાણી ગ્રુપની આ છઠ્ઠી કંપની છે

Adani Group market cap - આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા 1 મહિનામાં 109 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આનો અર્થ એ થયો કે તેણે એક મહિનામાં તેના રોકાણકારોને બમણો નફો આપ્યો છે

નવી દિલ્હી : અદાણી ગ્રૂપ (Adani Group)ની એનર્જી કંપની (Energy company) અદાણી પાવર (Adani Power) રૂ. 1 લાખ કરોડથી વધુની માર્કેટ મૂડી ધરાવતી કંપની બની છે. ટ્રિલિયન ક્લબ (Trillion Club)માં અદાણી ગ્રુપની આ છઠ્ઠી કંપની છે. સોમવારે શરૂઆતના ટ્રેડમાં જ કંપનીના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી અને કંપનીના શેર 270.80 ની નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા.

આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. છેલ્લા 1 મહિનામાં 109 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આનો અર્થ એ થયો કે તેણે એક મહિનામાં તેના રોકાણકારોને બમણો નફો આપ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 165 ટકાથી વધુ ઉંચો ગયો છે.

અદાણી ગ્રુપની આ કંપનીઓ પહેલેથી છે ક્લબમાં સામેલ

અહી ઉલ્લેખનીય છે કે, અદાણી પાવર પહેલા એનર્જી સાથે જોડાયેલી અન્ય બે ગ્રુપ કંપનીઓ આ 1 લાખ કરોડના ક્લબમાં છે. આ કંપનીઓના નામ અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશન છે. આ ઉપરાંત અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન આ ક્લબમાં જોડાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો - શું હોય છે પ્રી પેમેન્ટ? કઈ રીતે આની મદદથી દૂર કરી શકાય છે લોનનું ભારણ

અદાણી પાવરમાં વર્ષની શરૂઆતથી જ તેજી

નિષ્ણાતોનું માનવું છે કે વીજ કંપનીઓનું પ્રદર્શન છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં સારું રહ્યું છે અને તેના પરિણામો ખૂબ સારા આવવાના છે. આ કારણોસર પાવર કંપનીઓના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અદાણી પાવરને પણ આ અંદાજનો ફાયદો મળી રહ્યો છે.

આ સિવાય ગરમીના કારણે વીજળીની માંગમાં અચાનક વધારો થવાથી અદાણી પાવર સહિત અન્ય પાવર ઉત્સર્જન કંપનીઓને તેજી મળી છે. આ ઉપરાંત તાજેતરમાં અદાણી પાવરને રાજસ્થાનની સરકારી પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની પાસેથી વ્યાજ સહિત રૂ. 3000 કરોડની બાકી રકમ મળી હતી. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં જ રાજસ્થાનની વીજળી વિતરણ કંપનીને આ બાકી રકમ પરત કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી અદાણી પાવરના શેરમાં તેજી ચાલુ છે.

શું કહે છે જાણકારો

વધતી જતી વસ્તી અને ઝડપી આર્થિક ગતિવિધિઓએ ઉર્જાની માંગમાં વધારો કર્યો છે. વપરાશમાં વધારાની અટકળો વચ્ચે રોકાણકારો વીજ કંપનીઓના નફા પર સવાર હોવાનું જણાય છે. આ સિવાય નિષ્ણાતોનું કહેવું છે કે પાવર સેક્ટરમાં ઘણા સુધારાને કારણે પણ આ શેરોને તેજી મળી રહી છે.
First published:

Tags: Adani Group, Gautam Adani

આગામી સમાચાર