Home /News /business /મહિનો થયો પણ હજુ ઝટકામાંથી ઉગર્યું નથી અદાણી ગ્રૂપ, મોટાભાગના શેર્સ રિવર્સ ગીયરમાં
મહિનો થયો પણ હજુ ઝટકામાંથી ઉગર્યું નથી અદાણી ગ્રૂપ, મોટાભાગના શેર્સ રિવર્સ ગીયરમાં
અદાણી ગ્રુપમાં આજે રોકાણકારોના કરોડો રુપિયા સ્વાહા થઈ ગયા.
Adani Group Stocks Lower Circuit: અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેર્સમાં આજે લોઅર સર્કિટ લાગી હતી. તો આજે એક દિવસમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
અમદાવાદઃ અદાણી ગ્રુપ અંગે હિડનબર્ગના અહેવલા આવ્યાને એક મહિનો થવા આવ્યો જોકે હજુ પણ માર્કેટમાં અદાણી ગ્રુપના શેર્સ સ્થિર થઈ રહ્યા નથી. જો વાત કરીએ તો બજારમાં અદાણી ગ્રુપની કુલ લિસ્ટેડ 10 કંપનીઓના શેરની કિંમતોમાં ગત 25 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધીમાં કુલ 21થી 77 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસના શેરમાં જોવા મળ્યો છે. આજે પણ અદાણી ટોટલ ગેસના શેરમાં લોઅર સર્કિટ લાગી હતદી અને શેર 833ની સપાટીએ પહોંચી ચૂક્યો હતો.
આ ઉપરાંત આજે બજારમાં અદાણી ગ્રુપના અન્ય બીજા શેર્સમાં પણ લોઅર સર્કિટ લાગી હતી. જેમાં અદાણી ગ્રીન એનર્જી (539.05), અદાણી પાવર (162.45), અદાણી વિલ્મર (390.30) અને અદાણી ટ્રાન્સમિશન (789.00) ના સ્તરે રહ્યા હતા. આ તમામ શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝ આજે બજારમાં ટોપ લુઝર રહ્યો છે અને 10.58 ટકાના ઘટાડા સાથે શેર 1404.85 રુપિયા પર પહોંચ્યો હતો જ્યારે અદાણી પોર્ટ્સ 6.19 ટકાના ઘટાડા સાથે બીજા નંબરે ટોપ લુઝર્સ રહ્યો છે.
અહેવાલ જાહેર થયા પછી, અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં લગભગ $ 125 બિલિયનનું નુકસાન થયું છે. જોકે અદાણીએ તમામ આરોપોને ફગાવી દીધા છે અને કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે. મહત્વનું છે કે આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ફર્મ્સ દ્વારા જારી કરાયેલા ડૉલર બોન્ડના મૂલ્યમાં છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે તાજેતરના દિવસોમાં કેટલીક ખોટ ઓછી થઈ છે.
બીજી તરફ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે અદાણી ગ્રુપ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન પ્રાપ્ત અહેવાલોનું માનવામાં આવે તો અદાણી ટ્રાન્સમિશન ગણતરીના સપ્તાહમાં લોન રિફાઇનાન્સિંગ પ્લાનની જાહેરાત કરી શકે છે. સૂત્રોને ટાંકીને અધિકારીઓએ મંગળવારે એક રોકાણકાર કોલમાં આ માહિતી આપી હતી. અદાણી ટ્રાન્સમિશન એ મુશ્કેલીગ્રસ્ત ભારતીય સમૂહ અદાણી જૂથનું એક એકમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીની વધારાની લોન એકત્ર કરવાની કોઈ યોજના નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર