Home /News /business /એશિયાના સૌથી અમીર વ્યક્તિ રચશે ઈતિહાશ, એકસાથે 5-5 IPO લાવવાની કરી તૈયારી
એશિયાના સૌથી અમીર વ્યક્તિ રચશે ઈતિહાશ, એકસાથે 5-5 IPO લાવવાની કરી તૈયારી
અડાણી ગ્રુપના 5 IPO
એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અડાણી, 2026થી 2028ની વચ્ચે ઓછામાં ઓછી 5 કંપનીઓના આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે. અડાણી ગ્રુપની આ આઈપીઓના માધ્યમથી તેઓ ડેટ રેશિયો ધટાડવા અને રોકાણકારોનો આધાર વધારવા માંગે છે.
નવી દિલ્હીઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અડાણી, 2026થી 2028ની વચ્ચે ઓછામાં ઓછી 5 કંપનીઓના આઈપીઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે. અડાણી ગ્રુપની આ આઈપીઓના માધ્યમથી તેઓ ડેટ રેશિયો ધટાડવા અને રોકાણકારોનો આધાર વધારવા માંગે છે. બ્લૂમબર્ગના અનુસાર, અડાણી ગ્રુપના સીઈઓ જુગેશિંદર સિંહે કહ્યુ કે, ‘આગામી ત્રણથી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 5 આઈપીઓ બજારમાં લાવવાની તૈયારી છે.’ તેમણે કહ્યુ કે, જે યૂનિટ્સના આઈપીઓ લાવવાની તૈયારી છે તેમાં અડાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અડાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, અડાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ, અડાણી કોનેક્સ લિમિટેડ અને ગ્રુપની મેટલ અને માઈનિંગ યૂનિટનો સમાવેશ થાય છે.
યૂનિટ્સે તેમની ક્ષમતા સાબિત કરવી પડશે
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, સિંહે કહ્યું કે, એરપોર્ટ ઓપરેટર જેવો બિઝનેસ લગભગ 300 મિલિયન ગ્રાહકોને સેવા પ્રદાન કરવાનો બિઝનેસ છે અને આગળ પણ વૃદ્ધિ માટે તેમને સ્વયં સંચાલન કરવા અને તેમની મૂડીની આવશ્યકતાઓને મેનેજ કરવાની જરૂર છે. તેમણે કહ્યુ કે, ઔપચારિક ડિમર્જર લાગૂ કરવા પહેલા વ્યવસાયોએ તે બતાવવું પડશે કે તેઓ સ્વતંત્ર રીતે ઓપરેશન અને મૂડી વ્યવસ્થાપન માટે પોતાને સંભાળવા માટે સક્ષમ છે.
સિંહે કહ્યુ કે, ‘પાંચ યૂનિટમા માટેનો સ્કેલ પહેલાથી જ અસ્તિત્વમાં છે, એરપોર્ટ બિઝનેસ પહેલાથી જ સ્વતંત્ર છે, જ્યારે અડાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ ગ્રીન એનર્જી મજબૂત થઈ રહી છે. અડાણી, રોડ દેશને નવા બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર મોડેલ બતાવી રહ્યું છે. જ્યારે ડેટા સેન્ટરનો બિઝનેસ હજુ પણ વૃદ્ધિ પામશે. મેટલ એન્ડ માઈનિંગ આપણા એલ્યુમિનિયમ, તાંબુ અને માઈનિંગ સર્વિસને કવર કરશે.
એશિયાના સૌથી અમીર વ્યક્તિ અડાણીને પોર્ટ ઓપરેટર તરફથી મીડિયા, સિમેન્ટ અને ગ્રીન એનર્જી સહિત ઝડપથી વિસ્તાર પર આલોચનાનો સામનો કરવો પડ્યો છે. કહેવામાં આવ્યું છે કે, અડાણી ગ્રુપના દેવામાં વધારો થયો છે. રિસર્ચ ફર્મ CreditSights એ ગત વર્ષે અડાણી ગ્રુપના એલિવેટેડ લીવરેજને લાલ ઝંડી બતાવી દીધી હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર