Home /News /business /Adani Group Mega Deal : અદાણી ગ્રૂપની 10 બિલિયન ડોલરની મેગા ડીલ, જાણો કી ફેક્ટર્સ અને વિશ્લેષકોનો મત

Adani Group Mega Deal : અદાણી ગ્રૂપની 10 બિલિયન ડોલરની મેગા ડીલ, જાણો કી ફેક્ટર્સ અને વિશ્લેષકોનો મત

અદાણી ગ્રૂપની 10 બિલિયન ડોલરની મેગા ડીલ

આ ટ્રાન્ઝેક્શન અંબુજા અને ACC બંનેમાં ઓપન ઓફરને ટ્રિગર કરશે અને 100 ટકા સ્વીકૃતિ રેશિયો પર કુલ ડીલની સાઇઝ વધીને રૂ. 81,400 કરોડ અથવા 10.5 બિલિયન ડોલર થશે.

અદાણી ગ્રુપ અને હોલસીમે ભારતમાં સિમેન્ટ બિઝનેસના વેચાણ માટે એક કરાર પર હસ્તાક્ષર (Adani Group-Holcim $10 bn mega deal) કર્યા છે. અંબુજા સિમેન્ટ્સમાં હોલ્સિમનો 63.1 ટકા હિસ્સો છે, તેમજ ACCમાં 50.1 ટકા હિસ્સો ધરાવે છે અને કંપનીમાં 4.5 ટકાનો સીધો હિસ્સો ધરાવે છે. અંબુજા સિમેન્ટની ઓફર શેરની કિંમત (Ambuja Cement Share Price) રૂ. 385 અને ACCની રૂ. 2,300 છે, જે વર્તમાન ભાવ કરતાં 8-9 ટકા પ્રીમિયમ સૂચવે છે, જે કુલ રૂ. 50,200 કરોડ (6.5 અબજ ડોલર) છે.

આ ટ્રાન્ઝેક્શન અંબુજા અને ACC બંનેમાં ઓપન ઓફરને ટ્રિગર કરશે અને 100 ટકા સ્વીકૃતિ રેશિયો પર કુલ ડીલની સાઇઝ વધીને રૂ. 81,400 કરોડ અથવા 10.5 બિલિયન ડોલર થશે. એમ્કે ગ્લોબલે એક નોટમાં જણાવ્યું હતું કે, "સફળ ઓપન ઓફર પછી અંબુજામાં અદાણીનો હિસ્સો વધીને 89 ટકા અને ACCમાં 81 ટકા થશે. જોકે, અદાણી ગ્રૂપ તેનો હિસ્સો ઘટાડીને 75 ટકા કરે છે કે પછી કંપનીઓને ડિલિસ્ટ કરે છે તે જોવાનું રહેશે. આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધિન છે અને H2CY22 સુધીમાં બંધ થવાની ધારણા છે. "

આ અધિગ્રહણથી અદાણી ગ્રુપ 68 મિલિયન ટનની ક્ષમતા સાથે ભારતની બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ કંપની બનશે. એમ્કે ગ્લોબલે જણાવ્યું હતું કે, તેની સાથે અંબુજા સિમેન્ટ્સનું મૂલ્ય નાણાંકીય વર્ષ 2024 EV/Ebitdaના 14.4 ગણા અને 198 ડોલર EV/tonne અને ACCનું મૂલ્ય નાણાંકીય વર્ષ 2024ના 10.2 ગણા EV/Ebitda અને 117 ડોલર EV/tonne છે.

આ પણ વાંચો -Gold Price Today : સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય? જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

12 મહિનાના EV/Ebitdaના આધાર પર સંયુક્ત એન્ટિટીનું વેલ્યુએશન અલ્ટ્રાટેકના 15.9 ગણા અને શ્રી સિમેન્ટના 19 ગણા સામે 14.6 ગણા EV/Ebitda પર છે. શેરધારકો પાંચ વર્ષમાં ક્ષમતા બમણી કરવાની અદાણીની જાહેરાતની સરાહના કરશે અને વધુ કાર્યક્ષમતાની પણ અપેક્ષા રાખી શકશે. એડલવાઇઝે ઉમેર્યું હતું કે, અદાણી અંબુજા સિમેન્ટ્સનું મર્જર કરવાનું પણ વિચારી શકે છે.

કોટક ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝના જણાવ્યા અનુસાર, "છેલ્લા દાયકામાં હોલસીમ ઈન્ડિયાએ ક્ષમતા અને વોલ્યુમ માર્કેટ શેર ગુમાવ્યો છે, જે અદાણી સાથે ભવિષ્યમાં જાળવી રાખવાની શક્યતા નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે અદાણી ઓછા ખર્ચે બ્રાઉન-ફિલ્ડ વિસ્તરણ તકોનો લાભ ઉઠાવશે અને 100 mtpa ક્ષમતા તરફ ઝડપથી આગળ વધશે. જે કોન્સોલિડેશનમાં મદદ કરશે. જો કે, ઉચ્ચ સંપાદન ખર્ચ અને ભંડોળ માટે સંભવિત લાભને જોતાં અમે અપેક્ષા રાખતા નથી કે અદાણી ઝડપી બજાર હિસ્સાના લાભ માટે માર્કેટ ડિસીપ્લીનનો ભંગ કરશે.”

ફિલિપ કેપિટલે જણાવ્યું હતું કે તેણે હાલ માટે અંદાજો યથાવત રાખ્યા છે. તેમણે એક નોટમાં જણાવ્યું કે, "અમે ACC માટે લક્ષ્ય ગુણાંકને 13 ગણાથી 15 ગણા અને અંબુજા સિમેન્ટ માટે 16 ગણાથી 18 ગણા સુધી અપગ્રેડ કર્યા છે. અગાઉના રૂ. 2,550ની સામે ACC માટે POને સુધારીને રૂ. 2,850 કર્યા છે અને અંબુજા સિમેન્ટને અગાઉના રૂ. 410ની સામે રૂ. 440ના ટાર્ગેટ સાથે ખરીદવા માટે અપગ્રેડ કર્યા છે."

આ પણ વાંચો -ગ્રાહકોને લૂંટવા માટે કંપનીઓની નવી ચાલ! ભાવ વધારવાની જગ્યાએ પેકેટનું વજન ઘટાડવાનું શરૂ કર્યુ

ફિલિપકેપિટલ દ્વારા ડીલ અંગેની મુખ્ય વાતો

કન્સોડીલેશનની ક્વોલિટી


ફિલિપકેપિટલે જણાવ્યું હતું કે અલ્ટ્રાટેક સિમેન્ટ, દાલમિયા ભારત, શ્રી સિમેન્ટ, જેએસડબ્લ્યુ સિમેન્ટ, જેકે સિમેન્ટ જેવા અન્ય મોટા ઉદ્યોગકારો પહેલેથી જ સીધા પ્રમોટર નિયંત્રણ હેઠળ છે. સિમેન્ટ ઉદ્યોગને હવે પ્રમોટર કંટ્રોલ સંચાલિત ઉદ્યોગ તરીકે જોવામાં આવે છે, ખાસ કરીને નેક્સ્ટજેન પ્રમોટર્સ!

વધુમાં જણાવ્યા અનુસાર, “જ્યાં સુધી વ્યવસાયમાં પ્રમોટરની ભૂમિકાનો સંબંધ છે, અદાણી સિમેન્ટમાં પણ અમારી અપેક્ષાઓના આધારે અમે ગૌતમ અદાણીના પુત્રોની સિમેન્ટ વ્યવસાયના રોજબરોજના કામકાજની જવાબદારી સંભાળવાની તીવ્ર સહભાગિતાને નકારી શકતા નથી. અમે ACC અને અંબુજા સિમેન્ટ્સમાં મોટા પ્રમાણમાં સુધારાઓની શક્યતા જોઈ રહ્યા છીએ, કારણ કે તેઓ હવે ખરેખર પ્રત્યક્ષ પ્રમોટર સંચાલિત સંસ્થાઓ બની ગઇ છે.”

મર્જરથી પણ આગળ

ફિલિપકેપિટલએ જણાવ્યું હતું કે ભારતીય સિમેન્ટ ઉદ્યોગના કેટલાક ઝવેરાત હસ્તગત કર્યા પછી, તે સ્વાભાવિક છે કે અદાણી તેમના નવા સાહસ માટે ખૂબ જ ઉત્સાહિત હશે.

"આ નવું સાહસ ચોક્કસપણે મદદરૂપ થશે, કારણ કે તે અદાણીને આ બંને એકમો પર ઘણા બધા નિશ્ચિત ખર્ચ ગુણાંકને તર્કસંગત બનાવવામાં મદદ કરશે.” અંબુજા સિમેન્ટ્સ અને ACC વિવિધ સહયોગ દ્વારા કાર્યક્ષમતા વધારવા વિશે સતત વાત ચાલું છે.

ફિલિપકેપિટલે કહ્યું કે, બંને બ્રાન્ડને એક જ બ્રાન્ડમાં મર્જ કરી શકાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે સપ્લાય-ચેઇન સુધારણા દ્વારા ખર્ચ ઓપ્ટિમાઇઝેશન અકલ્પનીય હોઈ શકે છે. સિમેન્ટ ઉદ્યોગની કુલ આવકનો માત્ર 40 ટકા હિસ્સો જ ઉત્પાદન ખર્ચને આભારી છે અને બાકીની આવક એ સપ્લાય-ચેનના સમીકરણનો એક ભાગ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આદિત્ય બિરલા ગ્રુપે સિમેન્ટ બિઝનેસમાં આક્રમક દેખાવ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અલ્ટ્રાટેક બ્રાન્ડનું અસ્તિત્વ પણ નહોતું. ફિલિપકેપિટલે જણાવ્યું હતું કે, અદાણી તેમના સિમેન્ટ વ્યવસાયનો મોટો સુમેળ તેમના અન્ય ઘણા વ્યવસાયો જેવા કે રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનીકરણીય ઉર્જા, બંદરો, લોજિસ્ટિક્સ વગેરે સાથે રાખશે તેવી અપેક્ષા રાખવી વાજબી રહેશે.

રેશનલ મૂવ


બ્રોકરેજે જણાવ્યું હતું કે, અદાણી મુખ્યત્વે ઉપયોગિતા અથવા સેવાલક્ષી છે. હાર્ડ-કોર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ તેમનો પ્રથમ મોટા પાયે પ્રવેશ છે. બ્રોકરેજે નોંધ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઓપરેટિંગ બિઝનેસ ડાયનેમિક્સ સેવાઓ અથવા યુટિલિટીઝ સ્પેસમાં જે છે તેનાથી ખૂબ જ અલગ છે.

વધુમાં જણાવ્યું છે કે, "મેન્યુફેક્ચરિંગ બિઝનેસ, ખાસ કરીને સિમેન્ટની જેમ તેની લાંબાગાળાની સફળતા માટે ઝડપી કાર્યકારી મૂડી રોટેશન અને મોટા કાર્યકારી મૂડીની જરૂર છે.” બ્રોકરેજે નોંધ્યું કે, આ સોદો અદાણી માટે પણ તદ્દન લાભદાયક સોદો હોવાની અપેક્ષા છે.
First published:

Tags: Adani Group, Business news, Business news in gujarati