Air India પર અદાણી ગ્રૂપની નજર, વાતચીત શરુઆતના તબક્કામાં - સૂત્ર

News18 Gujarati
Updated: February 24, 2020, 7:28 PM IST
Air India પર અદાણી ગ્રૂપની નજર, વાતચીત શરુઆતના તબક્કામાં - સૂત્ર
Air India પર અદાણી ગ્રૂપની નજર, વાતચીત શરુઆતના તબક્કામાં - સૂત્ર

મનીકંટ્રોલના સૂત્રોને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સ્વામિત્વવાળી અદાણી ગ્રૂપ સરકારી એર લાઇન એર ઇન્ડિયા માટે બોલી લગાવવા પર વિચાર-વિમર્શ કરી રહી છે

  • Share this:
નવી દિલ્હી : દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા (Air India)ને અદાણી ગ્રૂપ ખરીદી શકે છે. મનીકંટ્રોલના સૂત્રોને મળેલી એક્સક્લૂસિવ જાણકારી પ્રમાણે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સ્વામિત્વવાળી અદાણી ગ્રૂપ (Adani Group)સરકારી એર લાઇન એર ઇન્ડિયા માટે બોલી લગાવવા પર વિચાર-વિમર્શ કરી રહી છે. જો આ સોદો સફળ રહેશે તો આ ઘરેલું એરલાઇન બજારમાં અદાણી ગ્રૂપની ધમાકેદાર એન્ટ્રી રહેશે. સૂત્રોના મતે આ કામ માટે અદાણી ગ્રૂપે સલાહકારોને લગાવી દીધા છે અને આ સ્તરે એક્સપ્રેશન ઓફ ઇંટરેસ્ટ (EoI) પ્રસ્તુત કરવાનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

એક સૂત્રએ કહ્યું છે કે એર ઇન્ડિયાને ખરીદવાની અદાણી ગ્રૂપની રુચિ પ્રારંભિક ચરણમાં છે અને બોલી પ્રક્રિયા પર સ્પષ્ટીકરણ સરકાર પાસે માંગવાની જરુર છે. એક અન્ય સૂત્રએ કહ્યું છે કે અદાણી ગ્રૂપ આ તકને જોઈ રહી છે પણ હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આ ટ્રાંજૈક્શન સાથે અદાણી ગ્રૂપ આ સેક્ટરમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવાની સાથે પોતાના વેપારને ડાઇવર્સિફાઇ કરી શકે છે.

મનીકંટ્રોલ સ્વતંત્ર રુપથી એ સત્યાપિત નથી કરી શકતું કે અદાણી ગ્રુપ એકલું જશે કે એક કંસોર્ટિયમનો ભાગ હશે, જે દેવામાં ડુબેલી એરલાઇન માટે બોલી લગાવશે. મનીકંટ્રોલના એક સવાલના જવાબમાં અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની પોલિસી પ્રમાણે અમે અટકળબાજી પર ટિપ્પણી કરતા નથી.

તમને જણાવી દઈએ કે 2019માં અદાણી ગ્રૂપે એરપોર્ટના સંચાલન અને દેખરેખના વેપારમાં કદમ રાખ્યા છે. આ માટે એક અલગ કંપની અદાણી એરપોર્ટ્સ બનાવી છે. કંપનીને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airports Authority of India)ના સ્વામિત્વવાળા છ એરપોર્ટના ખાનગીકરણ માટે બોલી લગાવી હતી. જે સફળ રહી હતી. અદાણી એરપોર્ટ્સને અમદાવાદ, લખનઉ, જયપુર, ગુવાહાટી, તિરુઅનંતપુરમ અને મેંગલુરુ એરપોર્ટના સંચાલન, મેજેનમેન્ટ અને ડેવલપમેન્ટ અધિકાર 50 વર્ષ માટે મળ્યા છે.
First published: February 24, 2020, 7:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading