Adani Group Block Deal: ગુરુવારે અમેરિકાના એક એસેટ મેનેજરે અદાણી ગ્રુપની 4 કંપનીઓના 15 હજાર કરોડ રૂપિયાથી વધુના શેર ખરીદ્યા છે. જેને લઈને માર્કેટમાં સતત ચર્ચા છે. આ ડીલના આંકડા અને વિગતો જોકે હવે બહાર આવી છે.
નવી દિલ્હી: અદાણી ગ્રુપે ગુરુવારે જાહેરાત કરી છે કે યુએસ સ્થિત એસેટ મેનેજર GQG પાર્ટનર્સે ગ્રુપની 4 કંપનીઓમાં 15446 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. જો તમે આ ડીલમાં ઊંડાણપૂર્વક તપાસ કરશો તો તમને ઘણા ચોંકાવનારા આંકડાઓ જોવા મળશે. જે સાબિત કરે છે કે આ સોદામાં GQG પાર્ટનર્સે જાન્યુઆરીની સરખામણીમાં ખૂબ જ ઓછી કિંમતે શેર હસ્તગત કર્યા છે.
શું છે આ ડીલની ખાસ ગણતરી
સોદાના ગણિત મુજબ, ગુરુવારે જે 4 કંપનીઓના શેરનું ટ્રેડિંગ થયું હતું, તેમાંથી પ્રમોટર્સે 2 કંપનીઓના શેર તેમના વર્ષના સર્વોચ્ચ સ્તરથી 83-84 ટકાના ડિસ્કાઉન્ટ સાથે વેચ્યા છે. ખાસ વાત એ છે કે હિંડનબર્ગ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપના શેરનું મૂલ્ય 85 ટકાથી વધુ છે. બીજી તરફ, બાકીની બે કંપનીઓમાં, અદાણી એન્ટરપ્રાઈઝનો સ્ટોક વર્ષના સર્વોચ્ચ સ્તરેથી 67 ટકા ડિસ્કાઉન્ટ પર વેચાયો હતો અને અદાણી પોર્ટ્સનો સ્ટોક 40 ટકા ડિસ્કાઉન્ટ પર વેચાયો હતો.
આ ડીલ 24 જાન્યુઆરીના ભાવથી ડિસ્કાઉન્ટ પર કરવામાં આવી હતી. જો આજના સોદાને 24 જાન્યુઆરીના શેરના ભાવ સાથે સરખાવવામાં આવે તો પણ એસેટ મેનેજરે આ શેર 23 થી 76 ટકા સુધીના જંગી ડિસ્કાઉન્ટમાં મેળવ્યા હતા. હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ જ બધાની સામે આવ્યો હતો, જેના પછી શેરની કિંમતમાં તીવ્ર ઘટાડો થવાની પ્રક્રિયા શરૂ થઈ હતી.
મહત્વનું છે કે ગઈકાલે આ સાથે સુપ્રીમ કોર્ટે પણ અદાણી ગ્રુપ વિશે હિડનબર્ગના રિપોર્ટને લઈને કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરતાં મોટો ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં છ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિમાં કે.વી. કામથ, નંદન નિલેકણી, ઓપી ભટ્ટ અને સોમસેકર સુંદરેસન હશે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે માર્કેટ નિયમનકાર એજન્સી SEBI આ સમગ્ર મામલાની તપાસ કરશે. માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) અને તપાસ એજન્સીઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી નિષ્ણાત પેનલને ટેકો આપશે.
ગઈકાલે અદાણી ગ્રુપના શેર્સની સ્થિતિ
અદાણી ગ્રૂપમાં છેલ્લા 5 સપ્તાહથી ચાલી રહેલું દબાણ ધીમે ધીમે ખતમ થતું જણાય છે, ગુરુવારે પણ ગ્રૂપના શેરમાં ખરીદી જોવા મળી છે. તેમજ ગ્રુપના બજાર મૂલ્યમાં પણ રિકવરી શરૂ થઈ છે અને આજે સતત ત્રીજું સપ્તાહ છે જ્યારે ગ્રુપની કુલ બજાર કિંમતમાં વધારો થયો છે, આ ત્રણ દિવસમાં ગ્રુપની બજાર કિંમતમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થયો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર