Home /News /business /

Adani Group: અદાણી ગ્રીનનો શેર એક મહિનામાં 50 ટકા ઉછળ્યો, ભવિષ્યમાં પણ તેજી ચાલુ રહેશે કે નહીં?

Adani Group: અદાણી ગ્રીનનો શેર એક મહિનામાં 50 ટકા ઉછળ્યો, ભવિષ્યમાં પણ તેજી ચાલુ રહેશે કે નહીં?

અદાણી ગ્રીન એનર્જી (ફાઇલ તસવીર)

Multibagger Stock Adani Green Energy: માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે જો કંપની આગામી દિવસોમાં 4.3 લાખ કરોડ રૂપિયાની ભારતી એરટેલથી આગળ નીકળી જશે તો તે ટોપ 10 ક્લબમાં સામેલ થનારી પ્રથમ નૉન નિફ્ટી-50 કંપની બની જશે.

    મુંબઇ. Hot Stocks: 2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર શેર (Multibagger stocks) જોવા મળ્યા હતા. આ એવા શેર્સ હતા જેમણે રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. 2022ના વર્ષમાં પણ મલ્ટીબેગર શેર્સ જોવા મળી રહ્યા છે. અદાણી ગ્રીન્સ (Adani Green stock)નો શેર પણ 2022ના વર્ષનો મલ્ટીબેગર શેર સાબિત થયો છે. આ વર્ષમાં આ શેર અત્યારસુધી 110 ટકા ભાગ્યો છે. આ દરમિયાન શેર 1,345 રૂપિયાથી વધીને 2,795 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. શેરમાં છેલ્લા એક મહિના દરમિયાન સૌથી વધારે તેજી આવી છે. છેલ્લા એક મહિના દરમિયાન શેર આશરે 50 ટકા ભાગ્યો છે. આ દરમિયાન શેર 1,822 રૂપિયાથી વધીને 2,795 રૂપિયા પર પહોંચ્યો છે.

    નિષ્ણાતોનો અભિપ્રાય


    બજારના જાણકારોનું કહેવું છે કે કંપનીના ફન્ડામેન્ટ ખૂબ જ મજબૂત છે. આ જ કારણ છે કે 2022ના વર્ષની શરૂઆતથી શેરમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. હાલ અદાણી ગ્રીન ભારતની દશમી સૌથી મોટી, સૌથી વધારે વેલ્યૂ ધરાવતી કંપની છે. કંપનીની માર્કેટ કેપ 4.41 લાખ કરોડ રૂપિયા છે.

    ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રુપનો શેર ભારતની સૌથી વધારે વેલ્યૂવાળી લિસ્ટેડ કંપનીઓની ખાસ ક્લબમાં જગ્યા બનાવવા નજીક પહોંચ્યો છે. તાજેતરમાં આવેલી રેલીમાં અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ કેપ આઈટીસી અને કોટક મહિન્દ્રા બેંકથી વધી ગઈ છે. આ સાથે જ અદાણી ગ્રીન એનર્જી 4.2 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથેની દેશની 11મી સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપની હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ જેવી ટોચની 10 કંપનીઓની યાદીમાં સામેલ થવાથી ફક્ત 10,000 કરોડ રૂપિયા જ દૂર છે.

    માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે જો કંપની આગામી દિવસોમાં 4.3 લાખ કરોડ રૂપિયાની ભારતી એરટેલથી આગળ નીકળી જશે તો તે ટોપ 10 ક્લબમાં સામેલ થનારી પ્રથમ નૉન નિફ્ટી-50 કંપની બની જશે.

    આ પણ વાંચો: 10 સ્ટૉક્સ જેમાં આગામી ત્રણ-ચાર અઠવાડિયામાં થઈ શકે છે તગડી કમાણી

    દુનિયાની સૌથી મોટી એનર્જી કંપની બનવાની કગાર પર


    5પૈસાના રુચિત જૈને આગળ શેરમાં તેજી રહેવાની આશા વ્યક્ત કરી છે. જોકે, તેમણે નવી પોઝિશન લેવા પર ચેતવણી આપી છે કે સુધારાની સ્થિતિમાં આ શેરમાં મોટો કડાકો પણ બોલી શકે છે.

    વેન્ટુરા સિક્યોરિટીઝના હેડ ઑફ સિસર્ચ વિનીત બોલિન્ઝકરે આશા વ્યક્ત કરી છે કે કંપનીના નવા પ્રોજેક્ટની જાહેરાતની સ્થિતિમાં આ શેરમાં ફરીથી રી-રેટિંગ થઈ શકે છે. તેમણે કહ્યુ કે, અદાણી ગ્રીન દુનિયાની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવાની કગાર પર છે.

    આ પણ વાંચો: આ 10 યુલિપ ફંડોએ રોકાણકારોને કરી દીધા માલામાલ

    અદાણી ગ્રીને શું કહ્યું?


    એક્સેન્જને આપેલી માહિતી પ્રમાણે અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું કે, વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં કંપનીની કુલ ઑપરેશનલ ક્ષમતા વાર્ષિક આધારે 56 ટકા વધીને 5,410 MW થઈ છે. આ ત્રિમાસિક દરમિયાન વાર્ષિક ધોરણે એનર્જી વેચાણ 84% ટકા વધીને 2,971 મિલિયન યૂનિટ પર પહોંચ્યું છે, જે નાણાકીય વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક દરમિયાન 1,614 મિલિયન યૂનિટ હતું.

    (ખાસ નોંધ: અહીં આપેલા વિચારો એક્સપર્ટ્સના પોતાના વ્યક્તિગત હોય છે, વેબસાઇટ કે તેના મેનેજમેન્ટના નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock market, Stock tips, અદાણી

    આગામી સમાચાર