Home /News /business /

અમદાવાદ: સીએનજીના ભાવમાં ફરીથી વધારો, જાણો નવો ભાવ; પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી રાહત

અમદાવાદ: સીએનજીના ભાવમાં ફરીથી વધારો, જાણો નવો ભાવ; પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી રાહત

સીએનજીના ભાવમાં વધારો

CNG Price Hike: અઠવાડિયામાં બીજી વખત અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધતા રિક્ષા ચાલકો તેમજ સીએનજી વાહન ચાલકો પરેશાન.

    અમદાવાદ: CNG Price Hike: આજે અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરુવારે પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price)માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, આજે સીએનજીના ભાવમાં વધારો (CNG price hike) થયો છે. આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓેએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ ભાવ વધારો કર્યો નથી. ગઈકાલે પેટ્રોલ અને ડીઝલમાં 75થી 85 પૈસાનો વધારો કરાયો હતો. છેલ્લા 17 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયા જેટલો વધારો કરાયો છે. બીજી તરફ અમદાવાદ (Ahmedabad) સહિત શહેરોમાં અદાણી ગેસ (Adani Gas) તરફથી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

    સીએનજીના ભાવમાં વધારો


    અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 1 કિલોગ્રામ સીએનજીનો ભાવ 79.59 રૂપિયા હતો, જ્યારે નવો ભાવ 81.59 રૂપિયા થયો છે. એટલે કે ભાવમાં બે રૂપિયાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે 1 એપ્રિલના રોજ અદાણી ગેસ તરફથી સીએનજીના ભાવમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અઠવાડિયામાં જ ફરીથી ભાવમાં વધારો કરવામાં આવતા સીએનજી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે.

    દેશના ચાર મહાનગરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol Diesel price Today, 07 April 2022)


    – દિલ્હી પેટ્રોલ 105.41 રૂપિયા અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટર
    – મુંબઈ પેટ્રોલ 120.51 રૂપિયા અને ડીઝલ 104.77 રૂપિયા પ્રતિ લીટર
    – ચેન્નાઈ પેટ્રોલ 110.85 રૂપિયા અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર
    – કોલકાતા પેટ્રોલ 115.12 રૂપિયા અને ડીઝલ 99.83 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો:  એક્સિસ સિક્યોરિટીઝે આ 16 ખરીદવાની આપી સલાહ

    આ શહેરોમાં પણ વધ્યા ભાવ


    – નોઇડા પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર
    – લખનઉ પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર
    – પોર્ટબ્લેર પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર
    – પટના પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર

    દરરોજ બદલાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ


    તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે. વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે.\

    આ પણ વાંચો: અદાણી વિલ્મરના શેરમાં સતત અપર સર્કિટ

    આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો


    પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CNG, Crude oil, Diesel, Petrol

    આગામી સમાચાર