Home /News /business /

CNG Price Hike: મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં પણ વધારો, ભાવ વધારાથી લોકો ત્રાહિમામ

CNG Price Hike: મોંઘવારીનો માર, પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં પણ વધારો, ભાવ વધારાથી લોકો ત્રાહિમામ

સીએનજી ભાવ વધારો (પ્રતીકાત્મક તસવીર)

CNG Price Hike: સીએનજી ઉપરાંત રસોઈ માટે વપરાતા પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. પીએનજીની કિંમતમાં એક સાથે ચાર રૂપિયાનો વધારો કર્યો છે. જૂનો ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 35.5 રૂપિયા હતો જે વધીને 39.5 રૂપિયા થયો છે.

    નવી દિલ્હી/અમદાવાદ: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel price) અને સીએનજી-પીએનજીના ભાવ (CNG-PNG price) વધારાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 1.60 રૂપિયાનો વધારો (Petrol price hike) થયો છે. આજે એટલે કે 24 માર્ચના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી થયો. જોકે, આજે સીએનજીના ભાવ (CNG price hike)માં વધારો થયો છે. અમદાવાદમાં અદાણી ગેસ (Adani Gas) તરફથી સીએનજીના ભાવમાં એક સાથે દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ 73.09 રૂપિયા હતો. દોઢ રૂપિયાના વધારા બાદ સીએનજીનો નવો ભાવ 74.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. પેટ્રોલ બાદ સીએનજીના ભાવ વધતા સીએનજી વાહન ચાલકો અને ખાસ કરીને રીક્ષા ચાલકો પરેશાન થઈ રહ્યા છે.

    પીએનજીમાં વધારો


    સીએનજી ઉપરાંત રસોઈ માટે વપરાતા પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. પીએનજીની કિંમતમાં એક સાથે ચાર રૂપિયાનો વધારો કર્યો છે. જૂનો ભાવ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરદીઠ 35.5 રૂપિયા હતો જે વધીને 39.5 રૂપિયા થયો છે.

    અદાણી CNG નવો ભાવ


    વડોદરા: Rs. 71.84
    અમદાવાદ: Rs. 74.59
    પોરબંદર: Rs. 77.59
    ખેડા: Rs. 75.59
    સુરેન્દ્રનગર: Rs. 75.59
    નવસારી: Rs. 75.59

    ગુજરાત ગેસ ભાવ વધારો


    એક દિવસ પહેલા ગુજરાત ગેસ તરફથી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાત ગેસ તરફથી એક કિલોગ્રામ ગેસની કિંમતમાં એક સાથે ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદમાં ભાવ વધીને 70.53 રૂપિયા થયો છે.

    આ પણ વાંચો: આ પાંચ શેરમાં થઈ શકે છે ધોમ કમાણી, જાણો બ્રોકરેજ હાઉસે કેટલો ટાર્ગેટ આપ્યો

    દિલ્હીમાં સીએનજીના ભાવમાં વધારો


    દિલ્હીમાં ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ તરફથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદમાં નવી દિલ્હીમાં સીએનજીની નવી કિંમત 59.01 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. નવી કિંમત આજથી એટલે કે 24 માર્ચથી લાગૂ થઈ છે. દિલ્હીમાં સાડા ચાર મહિના પછી પ્રથમ વખત સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: આનંદો! સરકાર NPS અંતર્ગત પેન્શન માટે લાવી રહી છે નવો પ્લાન

    પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજે કોઈ વધારો નહીં


    સરકારી ઓઇલ કંપનીઓએ સતત બે દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમત (Petrol Diesel price)માં વધારો કર્યો હતો. આજે એટલે કે ગુરુવારે સરકારી ઓઇલ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે લોકોને ભાવ વધારામાંથી રાહત આપી છે. છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 1.60 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. ક્રૂડ ઓઇલની વધી રહેલી કિંમતો (Crude oil price)ને પગલે સરકારી ઓઇલ કંપનીઓ ભાવ વધારવા માટે મજબૂર બની છે. સરકારી કંપનીઓનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની વધેલી કિંમતને પગલે તેમને પ્રતિ લીટર 12થી 15 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ઘરેલૂ ગેસ સિલિન્ડર (LPG Cylinder price)ની કિંમતમાં બે દિવસ પહેલા જ એકસાથે 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમતની સીધી અસર મોંઘવારી પર પડી રહી છે. ભાવ વધારાને પગલે જીવન જરૂરી તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CNG, Diesel, Petrol, PNG

    આગામી સમાચાર