Home /News /business /

Multibagger Stock: અદાણી જૂથનો આ મલ્ટીબેગર શેર સતત છઠ્ઠા દિવસે 52 વીક હાઈ પર, એક વર્ષમાં આપ્યું 82% રિટર્ન

Multibagger Stock: અદાણી જૂથનો આ મલ્ટીબેગર શેર સતત છઠ્ઠા દિવસે 52 વીક હાઈ પર, એક વર્ષમાં આપ્યું 82% રિટર્ન

ગૌતમ અદાણી (ફાઇલ તસવીર)

Adani Enterprises Stock: અદાણી એન્ટરપ્રાઈઝના શેર છેલ્લા એક મહિનામાં 16.88 ટકા વધ્યા છે, આ દરમિયાન નિફ્ટી મીડિયા ઈન્ડેક્ષમાં 10.34 ટકાની તેજી આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર સોમવારે NSE પર 2.02 ટકા વધતા રૂ. 2,549.90ના સ્તર પર બંધ થયા હતા.

વધુ જુઓ ...
નવી દિલ્હી: અદાણી એન્ટરપ્રાઈઝ (adani enterprises)ના શેર સતત છઠ્ઠા દિવસે સોમવારે નવા સર્વકાલિક સ્તરને સ્પર્શી ગયા હતા. છેલ્લા એક મહિનામાં આ શેરે રોકાણકારોને 81 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે, આ દરમિયાન નિફ્ટીમાં 4.85 ટકાનો ઉછાળો આવ્યો છે. નિફ્ટી મીડિયા ઈન્ડેક્ષ (Media Index)માં 4.43 ટકાની તેજી આવી છે અને અદાણી એન્ટરપ્રાઈઝ તેનો એક ભાગ છે.

અદાણી એન્ટરપ્રાઈઝના શેર છેલ્લા એક મહિનામાં 16.88 ટકા વધ્યા છે, આ દરમિયાન નિફ્ટી મીડિયા ઈન્ડેક્ષમાં 10.34 ટકાની તેજી આવી છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર સોમવારે NSE પર 2.02 ટકા વધતા રૂ. 2,549.90ના સ્તર પર બંધ થયા હતા. દિવસના કારોબાર દરમિયાન શેરની કિંમત રૂ. 2,562.15 પર પહોંચી ગઈ હતી, જે અત્યારસુધીનું સૌથી ઊંચુ સ્તર છે. અદાણી એન્ટરપ્રાઈઝના 7.44 લાખ શેરમાં આજે ટ્રેડિંગ જોવા મળ્યું છે. છેલ્લા એક મહિનામાં દરરોજ 12.33 લાખ શેર એક્સચેન્જ થઈ રહ્યા છે.

સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર અદાણી એન્ટરપ્રાઈઝના શેર 370.41ની પ્રાઈસ ટુ અર્નિંગ પર ટ્રેડ કરી રહ્યા છે. આ શેરની પ્રાઈસ ટૂ બુક રેશિયો 10.26 છે. સૌથી વધુ P/E રેશિયોનો અર્થ છે કે, રોકાણકાર આ શેરની પ્રતિ રૂપિયા અર્નિંગની સરખામણીએ સૌથી વધુ પૈસા આપવા તૈયાર છે. આ શેરથી ભવિષ્યમાં સૌથી વધુ કમાણી થઈ શકે છે.

આ પણ વાંચો: અહીં સસ્તા ભાવે મળશે ઘરે, અહીં જાણો તમામ વિગત

કંપનીનું નાણાંકીય પ્રદર્શન


અદાણી એન્ટરપ્રાઈઝના નાણાંકીય વર્ષ 2022માં માર્ચ ક્વાર્ટરમાં રેવન્યૂ 83.66 ટકા વધતા રૂ. 25,141.56 કરોડ રહ્યું છે. ગત નાણાંકીય વર્ષના માર્ચ ક્વાર્ટરમાં રેવન્યૂ રૂ. 13,688.95 કરોડ હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીના ચોખ્ખા નફામાં વધારો થતા નફો રૂ. 304.32 કરોડ રહ્યો છે, ગત નાણાંકીય વર્ષના આ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 30.08 કરોડ હતો.

રોકાણકારોએ શું કરવું જોઈએ


સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું છે કે, શેરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. 100 દિવસના ડેઈલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લીધા બાદ મજબૂત આધાર બન્યો હતો, ત્યારબાદ શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદથી શેરમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને ઓલ ટાઈમ હાઈ રહ્યો છે. સ્ટોક રૂ. 2,700ના સ્તર પર પહોંચે તેવી આશા કરવામાં આવી રહી છે. આ શેર નીચે આવતા રૂ. 2,300-2,250ની રેન્જમાં મજબૂત માંગ જોવા મળશે.

આ પણ વાંચો: આજે (26 જુલાઈ) આ 20 શેર કરાવી શકે છે મોટી કમાણી

પ્રોફિશિયન્ટ ઈક્વિટીઝ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેક્ટર મનોજ ડાલમિયાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ‘અદાણી એન્ટરપ્રાઈઝનો શેર રૂ. 2,250 સુધી પહોંચી ગયો છે અને હાલમાં આ શેરે પોતાનો અગાઉનો રેકોર્ડ તોડી દીધો છે. આ શેર રૂ. 2,757ના ટાર્ગેટ સુધી પહોંચે તેવી આશા કરવામાં આવી રહી છે. હાલના સ્તરે આ શેરની ખરીદી કરતા સમયે રૂ. 2,433ની કિંમત પર સ્ટોપ લોસ લગાવવો જોઈએ.’

(નોંધ: ન્યૂઝ18 ગુજરાતી પર રજૂ કરવામાં આવેલ વિચાર નિષ્ણાતના અંગત વિચાર હોય છે. વેબસાઈટ અથવા મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈ પણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ નિષ્ણાતની સલાહ જરૂર લેવી જોઈએ.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips, અદાણી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन