નવી દિલ્હી: અદાણી ગ્રુપ (adani group)ની નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) અદાણી કેપિટલનો આઇપીઓ (adani capital ipo)આવશે. તેની જાણકારી કંપનીના એમડી અને સીઇઓ ગૌરવ ગુપ્તાએ આપી છે. તેમણે બ્લૂમબર્ગ સાથેની વાતચીતમાં કહ્યું કે, કંપની પ્રથમ શેર સેલ (share sail)માં લગભગ 10 ટકા ભાગદારી ઓફર કરશે. તેમણે જણાવ્યું કે, કંપનીનો વેલ્યુએશન ટાર્ગેટ 2 અબજ ડોલર છે.
આ આઇપીઓ દ્વારા અદાણી કેપિટલ 1500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી રહ્યું છે. કંપની વર્ષ 2024 સુધી આઇપીઓ લાવશે. નોંધનીય છે કે, અદાણી કેપિટલમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌમત અદાણીનું રોકાણ છે. અદાણી સમૂહની 7 કંપનીઓ શેર માર્કેટમાં લિસ્ટેડ છે. જેમાંથી છ કંપનીઓનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ ગ્રુપની છેલ્લે લિસ્ટિંગ અદાણી વિલ્મર હતી, જે આ વર્ષે ફેબ્રુઆરીમાં લિસ્ટેડ થઇ હતી. વિલ્મરે રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. અદાણી વિલ્મર આ ગ્રુપની એક માત્ર લિસ્ટેડ કંપની છે, જેનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું છે.
ઇન્ટરવ્યૂમાં ગૌરવ ગુપ્તાએ કહ્યું કે, લિસ્ટિંગ બાદ કંપનીની કેપિટલ એકઠું કરવાની ક્ષમતા વધી જાય છે. તેમણે કહ્યું કે, અદાણી કેપિટલ ટેકનીકની મદદથી 3 લાખથી 30 લાખ સુધીના ડેટ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત બનાવવા માગે છે. ગુપ્તાએ કહ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ કરનારી એક ક્રેડિટ કંપની કસ્ટમર્સને જોડવામાં વધુ પ્રભાવશાળી રીતે કામ કરી શકે છે.
અડાણી કેપિટલે 2017માં લેન્ડિંગ બિઝનેસ શરૂ કર્યો હતો. કંપની ગ્રામીણ અને રિટેલ ફાઇનાન્સ સેક્ટરમાં સક્રિય છે. કંપની ખેતી સાથે જોડાયેલા યંત્રો, નાના વ્યવસાયિક વાહન, થ્રી વ્હીલર્સ અને ખેતરો પર દેવાની સેવાઓ આપી રહી છે.
અદાણી કેપિટલના સીઇઓએ જણાવ્યું કે, કંપનીનું બિઝનેસ ડાયરેક્ટ ટુ કસ્ટમર ડિસ્ટ્રીબ્યુશન મોડલ પર આધારિત છે. કંપનીની 8 રાજ્યોમાં 154 શાખાઓ છે અને તેની પાસે લગભગ 60 હજાર ગ્રાહકો છે. હાલ કંપની 3000 કરોડ રૂપિયાના દેવાને મેનેજ કરી રહી છે. તેનું ગ્રાસ એનપીએ લગભગ 1 ટકા છે. તેમણે કહ્યું કે, તેઓ દર વર્ષે કંપનીની લોન બુકને ડબલ કરવા માગે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર