Home /News /business /

Dolly Khanna Portfolio: ડોલી ખન્નાએ ચોથા ત્રિમાસિકમાં આ પાંચ મલ્ટીબેગર સ્ટૉક્સમાં વધાર્યો હિસ્સો, જુઓ લીસ્ટ

Dolly Khanna Portfolio: ડોલી ખન્નાએ ચોથા ત્રિમાસિકમાં આ પાંચ મલ્ટીબેગર સ્ટૉક્સમાં વધાર્યો હિસ્સો, જુઓ લીસ્ટ

મલ્ટીબેગર સ્ટૉક

Butterfly Gandhimathi Appliances stock: તાજેતરમાં સમાપ્ત થયેલા માર્ચ 2022 ક્વાર્ટર માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ડોલી ખન્ના કંપનીમાં 3,20,292 શેર અથવા 1.79 ટકા હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર 2021 શેરહોલ્ડિંગ પેટર્નમાં, ડોલી ખન્ના કંપનીમાં 2,56,792 શેર અથવા 1.44 ટકા હિસ્સો ધરાવતી હતી.

વધુ જુઓ ...
મુંબઇ: જો રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) બાદ Q4 FY22ને અનેક અસ્થિર સેશન માટે યાદ કરવામાં આવશે, તો તે શેરબજારના રોકાણકારો અને નિરીક્ષકો દ્વારા 90થી વધુ મલ્ટીબેગર શેરો (Multibagger Stocks) માટે પણ યાદ કરવામાં આવશે. તેથી, તાજેતરમાં સમાપ્ત થયેલા માર્ચ 2022 ક્વાર્ટરમાં પણ સેકન્ડરી માર્કેટમાં ઘણી તકો હતી. ડોલી ખન્ના (Dolly Khanna), રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) અને આશિષ કચોલિયા (Ashish Kacholia) જેવા માર્કેટ મેગ્નેટ્સે Q4FY22 માં તેમના પોર્ટફોલિયોમાં ઘણો ફેરફાર કર્યો છે. ડોલી ખન્નાએ 5થી વધુ પોર્ટફોલિયો (Dolly Khanna's Portfolio) શેરોમાં હિસ્સો વધાર્યો છે, જેણે તેના શેર ધારકોને છેલ્લા એક વર્ષમાં મલ્ટrબેગર વળતર (Return) આપ્યું છે. તો ચાલો નજર કરીએ આ સ્ટોક્સ પર.

બટરફ્લાય ગાંધીમથી એપ્લાયન્સીસ (Butterfly Gandhimathi Appliances)


તાજેતરમાં સમાપ્ત થયેલા માર્ચ 2022 ક્વાર્ટર માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ડોલી ખન્ના કંપનીમાં 3,20,292 શેર અથવા 1.79 ટકા હિસ્સો ધરાવે છે. ડિસેમ્બર 2021 શેરહોલ્ડિંગ પેટર્નમાં, ડોલી ખન્ના કંપનીમાં 2,56,792 શેર અથવા 1.44 ટકા હિસ્સો ધરાવતી હતી. બટરફ્લાય ગાંધીમથીનો શેર 2021માં મલ્ટીબેગર શેરોમાનો એક છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં તે લગભગ રૂ. 600થી વધીને રૂ. 1400 થયો છે, જે આ સમયગાળામાં લગભગ 130 ટકા વધ્યો છે.

અજંતા સોયા (Ajanta Soya)


તાજેતરમાં સમાપ્ત થયેલા માર્ચ 2022 ક્વાર્ટર માટે આ કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ડોલી ખન્ના કંપનીમાં 2,34,666 શેર અથવા 1.46 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ડિસેમ્બર 2021માં કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નમાં તેઓ 1,78,500 શેર અથવા કંપનીમાં 1.11 ટકા હિસ્સો ધરાવતા હતા. છેલ્લા એક વર્ષમાં અજંતા સોયાના શેરના ભાવમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

આ પણ વાંચો: ચોથા ત્રિમાસિકના પરિણામ બાદ ઇન્ફોસિસના શેરમાં કડાકો

સિમરન ફાર્મ્સ (Simran farms)


Q4FY22 માટે આ મલ્ટીબેગર સ્ટોકની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ડોલી ખન્ના કંપનીમાં 77,135 શેર અથવા 2.03 ટકા હિસ્સો ધરાવે છે. Q3FY22માં તેણી કંપનીમાં 66,135 શેર અથવા 1.74 ટકા હિસ્સો ધરાવતી હતી. આ મલ્ટીબેગર સ્ટોકે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને 130 ટકા વળતર આપ્યું છે.

રામા ફોસ્ફેટ્સ (Rama Phosphates)


FY2021-22 ના Q4 માટે કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ડોલી ખન્ના કંપનીમાં 4,52,987 શેર અથવા 2.56 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે Q3 FY2021-22માં કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નમાં ચેન્નાઈ સ્થિત રોકાણકાર 4,04,947 શેર અથવા કંપનીમાં 2.29 ટકા હિસ્સો ધરાવતી હતી. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ. 125થી વધીને રૂ. 482 પ્રતિ શેર સ્તરે પહોંચ્યો છે, જે આ સમયગાળામાં લગભગ 285 ટકા વધ્યો છે.

આ પણ વાંચો: આજથી તમામ બેંકોના ખુલવાના સમયમાં થયો ફેરફાર, જાણો વિગત

નિતીન સ્પિનર્સ (Nitin Spinners)


Q4FY22માં આ મલ્ટીબેગર સ્ટોકની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, ડોલી ખન્ના કંપનીમાં 9,93,016 શેર એટલે કે 1.77 ટકા હિસ્સો ધરાવે છે. જોકે, નીતિન સ્પિનર્સની Q3FY22 શેરહોલ્ડિંગ પેટર્નમાં ડોલી ખન્ના કંપનીમાં 9,64,373 શેર કુલ 1.72 ટકા હિસ્સો ધરાવે છે. ઉપરના ચાર શેરોની જેમ નીતિન સ્પિનર્સના શેર 2021માં મલ્ટીબેગર શેરોમાંના એક છે. છેલ્લા એક વર્ષમાં તે લગભગ રૂ. 80થી વધીને રૂ. 268ના સ્તરે પહોંચ્યો છે, જે આ સમયે લગભગ 235 ટકા વધ્યો છે.
First published:

Tags: Dolly Khanna, Investment, Multibagger Stock, Stock market, Stock tips

આગામી સમાચાર