Home /News /business /

Ashish Kacholia Portfolio: આશિષ કચોલિયાએ એક વર્ષમાં 550%ની તેજીવાળા મલ્ટીબેગર સ્ટોકમાં વધાર્યો હિસ્સો

Ashish Kacholia Portfolio: આશિષ કચોલિયાએ એક વર્ષમાં 550%ની તેજીવાળા મલ્ટીબેગર સ્ટોકમાં વધાર્યો હિસ્સો

આશીષ કચોલિયા (ફાઇલ તસવીર)

Ashish Kacholia News: આશિષ કચોલિયા (Ashish Kacholia portfolio)એ જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટર દરમિયાન યશો ઈન્ડસ્ટ્રીઝના 21,800 નવા શેર ખરીદીને કંપનીમાં તેમનો હિસ્સો 2.36 ટકાથી વધારીને 2.55 ટકા કર્યો છે.

મુંબઇ. Ashish Kacholia portfolio: રિટેલ ઈન્વેસ્ટર્સ (Retail investors) અને બજાર નિરીક્ષકો (market observers) સ્માર્ટ મની કઈ દિશામાં આગળ વધી રહ્યા છે તે જાણવા માટે ટોચના રોકાણકાર (ace investors)ના પોર્ટફોલિયોને ફોલો કરતા હોય છે. આવું કરવાથી ટોચના રોકાણકારના હિસ્સો વધારવા, હિસ્સો ઘટાડવા અથવા પોર્ટફોલિયોમાં નવા સ્ટોકના ઉમેરા સાથે કોઈ ચોક્કસ સ્ટોકના સંદર્ભમાં કન્વિક્શન સમજવામાં પણ મદદ કરે છે..

ઘણા રિટેલ રોકાણકારો (Retail investors) અને બજાર નિરીક્ષકો આશિષ કચોલિયા (Ashish Kacholia)ના પોર્ટફોલિયોને અનુસરે છે. આશિષ કચોલિયાએ દિગ્ગજ રોકાણકાર ગણાય છે. તેમણે મલ્ટીબેગર સ્ટોક યશો ઇન્ડસ્ટ્રીઝ (Yasho Industries)માં હિસ્સો વધાર્યો છે. યશો ઈન્ડસ્ટ્રીઝે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને લગભગ 550 ટકા સુધીનુ રિટર્ન આપ્યું છે. આશિષ કચોલિયા (Ashish Kacholia portfolio)એ જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટર દરમિયાન યશો ઈન્ડસ્ટ્રીઝના 21,800 નવા શેર ખરીદીને કંપનીમાં તેમનો હિસ્સો 2.36 ટકાથી વધારીને 2.55 ટકા કર્યો છે.

યશો ઈન્ડસ્ટ્રીઝમાં આશિષ કચોલિયાનુ શેરહોલ્ડિંગ


જાન્યુઆરીથી માર્ચ 2022 ક્વાર્ટર માટે યશો ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડિંગ પેટર્ન પર નજર કરીએ તો ટોચના રોકાણકાર આશિષ કચોલિયા પાસે કંપનીના 2,91,431 શેર છે. આ શેર કંપનીની નેટ પેઈડઅપ કેપિટલના 2.55 ટકા છે. આ પહેલાની વાત કરીએ તો ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં આશિષ કચોલિયા યશો ઈન્ડસ્ટ્રીઝમાં 2,69,431 શેર ધરાવતા હતા. આ શેર કંપનીના નેટ પેઈડઅપ કેપિટલનો 2.36 ટકા હિસ્સો છે. તેમણે કંપનીમાં 21,800 નવા શેર એટલે કે 0.19 ટકા હિસ્સો લીધો છે.

આ પણ વાંચો: પાંચ રૂપિયામાં 60 કિલોમીટર દોડે છે આ કાર

યશો ઈન્ડસ્ટ્રીઝના શેર પ્રાઈસ હિસ્ટ્રી


યશો ઇન્ડસ્ટ્રીઝ (Yasho Industries)નો શેર 2021માં મલ્ટીબેગર શેર (multibagger stocks in 2021)માંનો એક છે. આ સ્ટોકે છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને 550 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં તેના રોકાણકારોને લગભગ 40 ટકા રિટર્ન મળવા પાત્ર થયું છે. YTD સમયમાં મલ્ટીબેગર સ્ટોકે તેના શેરધારકોને લગભગ 60 ટકા રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા એક મહિનામાં શેરમાં 8 ટકાની આસપાસનો ઉછળ્યો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના પોર્ટફોલિયોમાંથી આ શેર કાઢી નાખ્યો

આ સ્ટોકમાં પણ વધારી ચૂક્યા છે હિસ્સો


આ પહેલા આશિષ કચોલિયાએ માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરના ડેટામાં દર્શાવ્યા મુજબ સ્પેશિયાલિટી કેમિકલ સ્ટોકમાં નવી એન્ટ્રી લીધી છે, જે છેલ્લા બે વર્ષમાં 800 ટકાથી વધુ વધ્યો છે. આ ઉપરાંત કચોલિયાએ અન્ય મલ્ટીબેગર સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો છે. નોંધનીય બાબત એ છે કે આ બીજા મલ્ટીબેગરમાં 1500 ટકાથી વધુનો વધારો થયો છે.
Published by:Vinod Zankhaliya
First published:

આગામી સમાચાર