Home /News /business /રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ શેરમાં આશીષ કચોલિયાએ કર્યું રોકાણ

રાકેશ ઝુનઝુનવાલા, આશીષ કચોલિયા.

Ashish Kacholia portfolio: આશીષ કચોલિયાએ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન રાકેશ ઝુનઝુનવાલના પોર્ટફોલિયોમાં સામેલ શેરની કંપનીમાં 1.50 ટકા ભાગીદારી ખરીદી છે.

મુંબઈ. Ashish Kacholia portfolio: રોકાણકારો આશીષ કચોલિયા (Ashish Kacholia news)એ જુલાઈથી સપ્ટેમ્બર 2021 દરમિયાન પોતાના પોર્ટફોલિયોમાં 9 શેર ઉમેર્યાં છે. જેમાં TARCનો પણ સમાવેશ થાય છે. આ કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala)ની પણ ભાગીદારી છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન આશીષ કચોલિયાએ TARC કંપનીમાં 1.50 ટકા ભાગીદારી ખરીદી છે.

TARC કંપનીમાં કચોલિયાનું રોકાણ

સપ્ટેમ્બર 2021ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રોકાણકાર આશીષ કચોલિયા રિયલ એસ્ટેટ કંપની TARC કંપનીના 44,25,000 શેર્સ ધરાવે છે, જે કંપનીમાં 1.50 ટકા ભાગીદારી સમાન છે. જૂન 2021ની શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે વ્યક્તિગત શેર ધારકોના નામની યાદીમાં આશીષ કચોલિયાનું નામ ન હતું.

એનો મતબલ એવો થયો કે આશીષ કચોલિયાએ Q2FY22 દરમિયાન આ શેર ખરીદ્યા હશે. જોકે, અહીં એવું કહેવું મુશ્કેલ છે કે આશીષ કચોલિયાએ એક સાથે આ શેર ખરીદ્યા હશે કે પછી તેમણે પોતાનું રોકાણ એક ટકાથી વધાર્યું હશે. કારણ કે સેબીના નિયમ પ્રમાણે કંપનીએ એક ટકાથી ઓછું હોલ્ડિંગ ધરાવતા વ્યક્તિગત શેર ભાગીદારની માહિતી આપવી જરૂરી નથી.

TARC શેરમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ

ઉપર નોંધ્યું તેમ TARC કંપનીમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા પણ ભાગીદારી ધરાવે છે. જુલાઈથી સપ્ટેમ્બર 2021 શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલા પાસે આ રિયલ એસ્ટેટ કંપનીના 46,95,000 શેર છે, જે કંપનીમાં 1.59 ટકા ભાગીદારી સમાન છે. જોકે, હકીકતમાં રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીમાં પોતાની ભાગીદારી ઓછી કરી છે.

આ પહેલાના ક્વાર્ટરમાં રાકેશ ઝુનઝુનવાલા પાસે TARCના 1 કરોડ શેર હતા, જે 3.39 ટકા ભાગીદારી સમાન હતા. એટલે કે રાકેશ ઝુનઝુનવાલાએ જે કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી છે તે જ કંપનીમાં રોકાણકાર આશીષ કચોલિયાએ ભાગીદારી ખરીદી છે.

TARCના શેરની કિંમતના ઇતિહાસ પર નજર કરીએ તો આ કંપનીના શેરે છેલ્લા છ મહિનામાં 50% વળતર આપ્યું છે. છેલ્લા છ મહિના દરમિયાન શેરની કિંમત 23.75 રૂપિયા પ્રતિ શેરથી વધીને 44.35 રૂપિયા પ્રતિ શેર થઈ છે. આ વર્ષે આ શેરે અત્યારસુધી કુલ 85 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો: MCXમાંથી રાકેશ ઝુનઝુનવાલાનું Exit, ચાર અન્ય શેરમાં પણ ભાગીદારી ઘટાડી

સ્ટૉક માર્કેટના માહેર રોકાણકાર ગણવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala)એ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન MCXમાં પોતાના તમામ શેર વેચી દીધા છે. આ ઉપરાંત તેમણે અન્ય શેરમાં પણ પોતાની ભાગીદારી ઘટાડી છે. જૂન ક્વાર્ટર દરમિયાન ઝુનઝુનવાલા પાસે કોમોટિડી એક્સચેન્જ- MCXમાં લગભગ 25 લાખ શેર અથવા 4.90% ભાગીદારી હતી. આ ઉપરાંત રાકેશ ઝુનઝુનવાલાએ ફાર્માસ્યુટિકલ કંપની લ્યૂપિન (Lupin)માં પોતાની ભાગીદારી ઘટાડીને એક ટકાથી ઓછી કરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: Ashish Kacholia, Investment, Rakesh jhunjhunwala, Stock tips