નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના અંતર્ગત ખાતાધારકોની સંખ્યામાં 23%નો વધારો

નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના અંતર્ગત ખાતાધારકોની સંખ્યામાં 23%નો વધારો
પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષ લૉકડાઉન અને કોરોના મહામારીને કારણે વધુ પડકારોથી ભરેલું હોવા છતાં ખાતાધારકોની સંખ્યામાં 23 ટકાની વૃદ્ધિ થઇ છે.

  • Share this:
નવી દિલ્હી: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ગુરુવારે જણાવ્યા અનુસાર નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને અટલ પેન્શન યોજના (APY) જેવી યોજનાઓના ખાતાધારકોની સંખ્યા 31 માર્ચ 2021ના રોજ 23 ટકા વધીને 4.24 કરોડ સુધી વધી ગઈ છે. PFRDAના અધ્યક્ષ સુપ્રતીમ બંદોપાધ્યાયએ એક વર્ચ્યુઅલ સંમેલન દરમિયાન સંવાદદાતાઓને જણાવ્યું કે ગત વર્ષ લોકડાઉન અને કોરોના મહામારીને કારણે વધુ પડકારોથી ભરેલું રહ્યું હતું. પરંતુ તેમ છતાં ખાતાધારકોની સંખ્યામાં 23 ટકાની વૃદ્ધિ થઇ છે.

તેમણે કહ્યું કે, અટલ પેન્શન યોજનાના ખાતાધારકોની સંખ્યામાં લગભગ 33 ટકાનો વધારો થયો છે. એટલે કે આ યોજનામાં નવા 77 લાખ ગ્રાહકો જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અટલ પેન્શન યોજનાના ખાતાધારકોની સંખ્યા 31 માર્ચ 2021 સુધીમાં 2.8 કરોડથી પણ વધુ હતી. નાણાંકીય વર્ષ 2020-21માં પ્રબંધન અનુસાર કુલ AUM 38 ટકા વધીને 5.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.આ પણ વાંચો: CM વિજય રૂપાણીનું સંબોધન: રાજ્યના આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો, કોરોના હારશે ગુજરાત જીતશે

જાણો NPSમાં કેવી રીતે ખુલે છે એકાઉન્ટ

ભારત સરકારે દેશના બધા જ નાગરિકો માટે ઘડપણની સુરક્ષા માટે પેન્શન પ્રદાન કરવા માટે નેશનલ પેન્શન સ્કીમની શરૂઆત કરી હતી. આ યોજનાનું નિયમન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. જેની શરૂઆત વર્ષ 2004માં સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2009માં તેને બધા માટે ઉપલબ્ધ કરાયું હતું.

આ પણ વાંચો: રાજકોટ: ઑક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ કોરોના પોઝિટિવ દર્દીનો આપઘાત
જણાવી દઈએ કે તમે આ સ્કીમનો લાભ લેવા માટે દેશની કોઈપણ સરકારી કે પ્રાઇવેટ બેંકોમાં ખાતું ખોલાવી શકો છો. આ પેન્શન સ્કીમમાં બે પ્રકારનું એકાઉન્ટ ખોલાવી શકાય છે. જેને ટીયર 1 અને ટીયર 2 કહેવાય છે. જે અંતર્ગત ખાતું ખોલાવવા પર તમને 12 અંકોનો પરમેનેન્ટ રિટાયરમેન્ટ નંબર આપવામાં આવે છે. આ નંબરની મદદથી તમે ભવિષ્યમાં આ સ્કીમના કામ કરી શકો છો. મહત્વનું છે કે, ટીયર 1માં જમા કરેલા નાણાં રિટાયરમેન્ટ એટલે કે 60 વર્ષ પહેલા નથી ઉપાડી શકાતા. તો બીજી તરફ ટીયર 2 એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે. જેમાં ગમે ત્યારે પૈસા જમા કરી શકાય છે અને ઉપાડી પણ શકાય છે.
Published by:News18 Gujarati
First published:April 16, 2021, 11:42 am