Home /News /business /

ટાટા ગ્રુપે જણાવી મહામારીથી બચવાની રીત, જાણો કેવી રીતે બચશે જીવ?

ટાટા ગ્રુપે જણાવી મહામારીથી બચવાની રીત, જાણો કેવી રીતે બચશે જીવ?

રતન ટાટા

કોરોના કાળમાં જરૂરી સંસાધનો જેવા કે, ટેસ્ટિંગ, હોસ્પિટલ બેડ, ઓક્સિજન, રેમડેસિવીર જેવી દવાઓ, વેક્સિન (Vaccine) વગેરેના ઉત્પાદન અથવા આયાત અને સંગ્રહ માટે દેશની ટોચની કંપનીઓ મદદે આવી રહી છે. હજુ હમણાં જ રિલાયન્સે ઈઝરાયલથી ટેસ્ટિંગ ટીમ લાવવાની વાત કહી હતી અને હવે ટાટા સમુહ (Tata Group) કોવિડ સામે લડવા અત્યંત જરૂરી વેક્સિનેશન પ્રક્રીયામાં મદદરૂપ થવા આગળ આવ્યું છે

વધુ જુઓ ...
નવી દિલ્હી : દેશમાં આવી પડેલી કોરોના વાયરસની બીજી લહેર જેવી ગંભીર આપત્તિમાં મદદ કરવા માટે અનેક બિઝનેસ હાઉસ આગળ આવ્યા છે. કોરોના કાળમાં જરૂરી સંસાધનો જેવા કે, ટેસ્ટિંગ, હોસ્પિટલ બેડ, ઓક્સિજન, રેમડેસિવીર જેવી દવાઓ, વેક્સિન (Vaccine) વગેરેના ઉત્પાદન અથવા આયાત અને સંગ્રહ માટે દેશની ટોચની કંપનીઓ મદદે આવી રહી છે. હજુ હમણાં જ રિલાયન્સે ઈઝરાયલથી ટેસ્ટિંગ ટીમ લાવવાની વાત કહી હતી અને હવે ટાટા સમુહ (Tata Group) કોવિડ સામે લડવા અત્યંત જરૂરી વેક્સિનેશન પ્રક્રીયામાં મદદરૂપ થવા આગળ આવ્યું છે.

ટાટા ગ્રુપે સંકટના આ સમયમાં તમામ મદદ કરવાની ખાતરી આપી છે. જે અંતર્ગત વિદેશોથી 60 ક્રાયોજેનિક કન્ટેનર લાવવા અને લગભગ 400 ઓક્સિજન ઉત્પાદક એકમો લાવવાની પ્રક્રીયામાં છે. આ ઓક્સિજન ઉત્પાદક એકમોનો ઉપયોગ નાના શહેરોની હોસ્પિટલોમાં કરવામાં આવી શકે છે, જ્યાં મહામારીની બીજી લહેરથી વર્તાયેલ કહેર સામે મદદ મળી શકશે.

આ સિવાય ટાટા ગ્રુપ વેક્સિનના સંગ્રહ માટે કોલ્ડ ચેઈન (Cold Chain) બનાવવાની તૈયારીમાં છે. ગ્રુપ પાસે વોલ્ટાસ(Voltas) જેવી કંપની છે, જેના દ્વારા વેક્સિનના સ્ટોરેજની જરૂરતોમાં મદદ મળી શકશે. જેથી વેક્સિન લગાવવાની પ્રક્રીયા સરળ થશે અને વધુમાં વધુ લોકોને વેક્સીનેટ કરી શકાશે.

આ પણ વાંચો - LICના 29 કરોડ ખાતાધારકોને જાણવા જેવી વાત, આજથી બદલાઈ ગયો છે આ નિયમ

ટાટા ગ્રુપના ચેરમેન વનમાળી અગ્રવાલે PTIને જણાવ્યું કે કોરોના સામેનો એકમાત્ર ઉપાય રસીકરણ છે. વેક્સિનેશનથી જ આપણા લોકોને સુરક્ષિત રાખવાનો એકમાત્ર ઉપાય છે. શું ભારતમાં વધુ રસી ઉત્પાદકો હોવા જોઈએ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ભારતને ચોક્કસથી અન્ય વેક્સિન નિર્માતાઓની પણ જરૂર છે. હાલ વેક્સિન નિર્માતાઓની સંખ્યા વધુ છે જેનાથી ઘણી સરળતા રહેશે. જેટલી વધુ રસી બનશે તેટલું જ રસીકરણની પ્રક્રીયા સરળ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતમાં માત્ર બે જ વેક્સીનને મંજૂરી મળી છે અને ગત સપ્તાહે ત્રીજી રસી સ્પૂતનિકને મંજૂરી મળી છે અને ટૂંક સમયમાં અન્ય બે ઝાયડસ કેડિલા અને ફાઈઝરને મંજૂરી મળી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્રુપ વેક્સીનેસન કાર્યક્રમમાં મદદ કરવા માટે ટાટા સમૂહ તૈયાર છે. અમારી પાસે લાંબાગાળે સ્વાસ્થ્ય સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં રોકાણથી ન કરી શકાય. આ દેશ માટે એ જ મહત્વનું છે.

અગ્રવાલે જણાવ્યું કે, હાલ એ સ્પષ્ટ છે કે અર્થવ્યવસ્થાની વૃદ્ધિ અને વિકાસ કોવિડ-19 સામે નિવારણ લાવવા અને મેનેજમેન્ટની ક્ષમતા પર આધારિત છે. જો આ પ્રબંધ યોગ્ય રીતે કરાયો તો બધુ સારૂ થશે. નહીં તો પડકારોનો સામનો કરવો પડશે અને ટાટા ગ્રુપ આ માટે તમામ પ્રયત્નો કરશે.
First published:

Tags: Covid 19 second wave, COVID-19, Oxygen, Tata group, Vaccination

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन