હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી-ગંદી નોટ, પરત મળશે પૂરા રૂપિયા, બેંક જઈને કરો માત્ર આ કામ!

News18 Gujarati
Updated: October 25, 2020, 1:25 PM IST
હવે ફ્રીમાં બદલી શકશો ફાટેલી-ગંદી નોટ, પરત મળશે પૂરા રૂપિયા, બેંક જઈને કરો માત્ર આ કામ!
બદલતાં પહેલા બેંક ચેક કરે છે નોટની કન્ડીશન, જાણો કઈ નોટોને નથી બદલવામાં આવતી

બદલતાં પહેલા બેંક ચેક કરે છે નોટની કન્ડીશન, જાણો કઈ નોટોને નથી બદલવામાં આવતી

  • Share this:
નવી દિલ્હીઃ શું તમારી પાસે જૂની કે પછી ફાટેલી નોટો છે...શું તે નોટોને કોઈ દુકાનદાર નથી લઈ રહ્યા? જો આવું કંઈ પણ છે તો આપને બિલકુલ પણ પરેશાન થવાની જરૂર નથી કારણ કે હવે તમે સરળતાથી આ નોટોને બદલી શકો છો. RBI (Reserve Bank Of India) તરફથી પણ ફાટેલી-જૂની નોટોને લઈને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, જે મુજબ ગ્રાહક બેંકમાં જઈને આ પ્રકારની નોટોને બદલી શકે છે. આવો આપને જણાવીએ કે કેવી રીતે બદલશો જૂની નોટ...

બેંકમાં જઈને બદલો નોટ

ભારતીય રિઝર્વ બેંક ના નિયમ મુજબ, દરેક બેંકને જૂની, ફાટેલી કે વળેલી નોટ સ્વીકાર કરવી પડશે જેમાં શરત એ હશે કે તે નકલી ન હોવી જોઈએ. તેથી તમે સરળતાથી પોતાની નજીકની બેંક બ્રાન્ચમાં જઈને નોટ બદલી શકો છો. તેના માટે કોઈ ચાર્જ નહીં લાગે. સાથોસાથ તેના માટે તે બેંકના ગ્રાહક હોવું પણ જરૂરી નથી.

બદલતાં પહેલા બેંક ચેક કરે છે નોટની કન્ડીશન

નોંધનીય છે ક , નોટ બદલવી બેંક પર આધાર રાખે છે કે તે બદલશે કે નહીં. તેના માટે કોઈ પણ ગ્રાહક બેંકમાં બળજબરી નહીં કરી શકે. બેંક નોટ લેતી સમયે એ ચેક કરશે કે નોટને જાણી જોઈને તો નહીં ફાડવામાં આવી ને. આ ઉપરાંત નોટની કન્ડીશન કેવી છે. ત્યારબાદ જ તેને બદલવામાં આવશે. જો નોટ નકલી નહીં હોય અને તેની કન્ડીશન થોડી ઠીક હશે તો બેંક તેને સરળતાથી બદલી લે છે.

આ પણ વાંચો, Royal Enfield ભારતમાં લૉન્ચ કરવા જઈ રહી છે Meteor 350, જાણો ખાસિયતોકઈ નોટોને નથી બદલવામાં આવતી?

નોંધનીય છે કે, કેટલીક સ્થિતિઓમાં નોટોને બદલી નથી શકાતી. ભારતીય રિઝર્વ બેંકના નિયમો મુજબ, ખરાબ રીતે બળી ગયેલી, ટુકડે ટુકડા થવાની સ્થિતિમાં નોટોને નથી બદલી આપવામાં આવતી. આ પ્રકારની નોટોને આરબીઆઇની ઇસ્યૂ ઓફિસમાં જમા કરાવી શકાય છે.

બિલ કે ટેક્સની કરી ચકો છો ચૂકવણી

નોંધનીય છે કે, તમે આ પ્રકારની નોટોથી પોતાના બિલ કે ટેક્સની ચૂકવણી બેંકોમાં કરી શકો છો. આ ઉપરાંત આ પ્રકારની નોટોને બેંકમાં જમા કરી તમે પોતાના ખાતાની રકમને વધારી શકો છો.

આ પણ વાંચો, ફેમિલી કોર્ટનો અનોખો નિર્ણયઃ પતિને દર મહિને 2000 રૂપિયા ભરણપોષણ ભથ્થું આપે પત્ની

આ નોટોનો ન કરો ઉપયોગ

ઉલ્લેખનીય છે કે, જે પણ નોટ પર કોઈ સંદેશ લખ્યો હોય કે પછી કોઈ પ્રકારના રાજકીય સંદેશ લખ્યા હોય તે નોટોનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે.
Published by: Mrunal Bhojak
First published: October 25, 2020, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading