નવી દિલ્હી : પર્સનલ એક્સીડેન્ટલ પોલિસી (accidental insurance policy)સાથે જોડાયેલ નિયમ જલ્દી બદલી શકે છે. ઇન્સ્યોરન્સ રેગુલેટર IRDAI આ દિશામાં કામ કરી રહી છે. વીમાકર્તાઓને આવી રહેલી પરેશાની જોઇને રેગુલેટર ઇન્સ્યોરન્સ (insurance)નિયમોમાં ફેરફાર કરવાની યોજના પર કામ કરી રહી છે. નવા અપડેટ નિયમ પછી જો કોઇ વ્યક્તિને કોઇ બ્રેક વગર પોતાની પર્સનલ એક્સીડેન્ટલ પોલિસીને (accidental policy)રિન્યૂ કરાવવાને યથાવત્ રાખી છે તો ઇન્શ્યોરન્સ કંપનીઓ તે વ્યક્તિને પોલિસીને જીવનમાં ક્યારેય પણ રિન્યૂ કરવાથી ઇન્કાર કરી શકશે નહીં.
ઉંમરનું બંધન રહેશે નહીં
ઇન્સ્યોરન્સ રેગુલેટરી એન્ડ ડેવલેપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (Irdai) 16 ફેબ્રુઆરી 2022ના રોજ એક એક્સપોઝર ડ્રાફ્ટ ઇશ્યૂ કર્યું હતું. તેમના મતે કોઇપણ ઇન્સ્યોરન્સ કંપની પોલિસીહોલ્ડરની ઉંમરના આધારે પર ક્યારે પણ પર્સનલ એક્સીડેન્ટલ ઇન્સ્યોરન્સને રિન્યૂ કરવાથી મનાઇ કરી શકશે નહીં. એક્સપોઝર ડ્રાફ્ટમાં ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારોથી જોડાયેલ પ્રસ્તાવમાં આ પ્રપોઝલ સામેલ છે.
જો કોઇ પોલિસીહોલ્ડર પોતાની ઇન્સ્યોરન્સ પોલિસીને એક ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બીજી કંપનીમાં પોર્ટ કરાવવા માંગે છે તો તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત પ્રસ્તાવ કરાયો છે કે પોર્ટેબિલિટી ફોર્મ રિસીવ કરવાના પાંચ દિવસની અંદર ઇન્સ્યોરન્સ કંપનીઓને Existing Insurance Company સાથે જરૂરી જાણકારી લેવી પડશે. તેનો પ્રસ્તાવિત સંશોધનો ઉદ્દેશ્ય કોઇપણ ઇન્સ્યોરન્સ પોલિસીની પોર્ટેબિલિટી એક નિશ્ચિત સમયની અંદર સુનિશ્ચિત કરવી છે.
ડિસ્કાઉન્ટ પણ મળશે
ઇન્સ્યોરન્સ કંપનીને એ વાત માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે કે જો કોઇ પોલિસીહોલ્ડરના રિસ્ક પ્રોફાઇલમાં સુધાર થાય છે તો ઇન્સ્યોરન્સ કંપનીઓને તે વ્યક્તિને ડિસ્કાઉન્ટ દેવું જોઈએ.