PMC બેંક બાદ હવે આ બેંકનું રૂ.11,000 કરોડનું કૌભાંડ, 16 જગ્યાએ ACBની રેડ

News18 Gujarati
Updated: October 20, 2019, 3:57 PM IST
PMC બેંક બાદ હવે આ બેંકનું રૂ.11,000 કરોડનું કૌભાંડ, 16 જગ્યાએ ACBની રેડ
ફાઇલ તસવીર

મ્મુ કાશ્મીર બેન્કનું 11000 કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે. બેંકનું લૉન કૌભાંડ સામે આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ દાખલ થઇ છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારે PMC બેન્કના કૌભાંડથી દેશના નાના-મોટા બેંક ખાતાધારકો ચિંતિત છે ત્યારે વધુ એક બેંકનું કૌભાંડ બહાર આવ્યું છે. જમ્મુ કાશ્મીર બેન્ક (Jammu And Kashmir Bank)નું 11000 કરોડ રૂપિયાનું કથિત કૌભાંડ બહાર આવ્યું છે. બેંકનું લૉન કૌભાંડ (Loan Fraud) સામે આવ્યા બાદ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ દાખલ થઇ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. આ રકમ બેંક દ્વારા રાઇસ એક્સપોર્ટ્સ ઇન્ડિયા એગ્રો લિમિટેડને (REI) આપવામાં આવી છે.

એસીબીના એક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ફરિયાદ થયા બાદ તરત જ વિવિધ ટીમોએ બેંકના પૂર્વ અધ્યક્ષ મુશ્તાક અહમદ શેખ સહિત 12થી વધારે આરોપી બેંક અધિકારીઓના કાશ્મીર, જમ્મુ અને દિલ્હી સ્થિત ઘરો ઉપર છાપા માર્યા હતા. જેમાંતી કશ્મીરમાં 9, જમ્મુમાં 4 અને દિલ્હીમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-હજી સુધી Income tax Return નથી ભર્યું? તો જલદી કરો, આ છે છેલ્લી તારીખ

આરઇઆઇ એગ્રો ઉપર દરોડા યથાવત્
તેમણે કહ્યું કે, REI એગ્રોના અધ્યક્ષ સંજય ઝુનઝુનવાલા અને ઉપાધ્યક્ષ અને એમડી સંદિપ ઝુનઝુનવાળાના દિલ્હી સ્થિત ઘરોમાં દરોડા માર્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું કે, મામલાની તપાસ ચાલું છે. ત્રણ ટીમો રાષ્ટ્રીય રાજધાનીમાં દરોડા કરી રહી છે.

આ પણ વાંચોઃ-LICની ખાસ પૉલિસી, રૂ.1000 જમા કરાવો અને મળશે 1 લાખ રૂપિયાપ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે બેન્કની મુંબઇ અને અંસલ પ્લાઝા નવી દિલ્હી શાખાના અધિકારીઓએ નકલી દસ્તાવેજોના આધારે મેંસર્સ આરઇઆઇ એગ્રો લિમિટેડને 2011થી 2013 વચ્ચે 800 કરોડ રૂપિયા લૉન આપી હતી. આ લોન મંજૂર કરતા સમયે બેન્ક દ્વારા નિર્ધારિત તમામ નિયમોની અનદેખી કરી હતી અને બેન્ક ખાતા વર્ષ 2014 એનપીએ થઇ હતી.

આ પણ વાંચોઃ-અહીં પૈસા લગાવનારનો એક રૂપિયો પણ નહીં ડૂબે, મળશે વધારે ફાયદો

કંપનીએ પોતાનું હેડક્વાર્ડર કોલકત્તા અને કૉરપોરેટર ઑફિસ દિલ્હીમાં જણાવ્યું અને લૉન માટે મુંબઇ મહિમ શાખાનો સંપર્ક કર્યો હતો. જોકે, મુંબઇમાં તેનું કોઇ કાર્યાલય ન હતું. મિલિભગતથી મહિમ મુંબઇ શાખાએ 550 કરોડ રૂપિયાની લૉન મંજૂર કરી દીધી હતી. આવી રીતે કંપનીને બેન્કની વસંત વિહાર અંસલ પ્લાઝા શાખામાંથી રૂ. 139 કરોડની લૉન મંજૂર કરાવી હતી.
First published: October 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading