1 એપ્રિલથી દૂધ, વીજળી, AC-TV, સહીત ઘણી ચીજો થશે મોંઘી! જાણો કઈ કઈ ચીજોમાં થશે ભાવ વધારો

એક એપ્રિલથી મોંઘી થવા જઈ રહી છે સેવાઓ અને ચીજો

હવે 1 એપ્રિલથી દૂધ, AC, પંખો, ટીવી, સ્માર્ટફોન્સ વગેરે સહિત અનેક ચીજોનાં ભાવ વધવા જઈ રહ્યા છે. જાણો સામાન્ય માણસ પર તેની શું અસર પડશે

  • Share this:
માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને એપ્રિલ દરવાજો ખટખટાવી રહ્યો છે. જોકે, આ એપ્રિલ મહિનો સામાન્ય માણસો માટે મોંઘો સાબિત થઇ શકે છે. પેટ્રોલ-ડીઝલમાં ગત મહિને સતત ભાવ વધારો થયા બાદ હવે 1 એપ્રિલથી દૂધ, AC, પંખો, ટીવી, સ્માર્ટફોન્સના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ હવાઈ યાત્રાથી લઈને ટોલ ટેક્સ અને વીજળી બિલમાં પણ વધુ પૈસા ચૂકવવા પડશે. અહીં અમે તમને જણાવીશું કે 1 એપ્રિલથી શું-શું મોંઘુ થશે.

વધશે દૂધના ભાવ

વેપારીઓએ દૂધના ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને પશુપાલકોએ દૂધના ભાવ 55 રૂપિયા પ્રતિ લીટર કરવા માટે કહ્યું હતું. પરંતુ વ્યાપારીઓએ દૂધના ભાવ માત્ર 3 રૂપિયા પ્રતિ લીટર વધારવા કહ્યું હતું. દૂધમાં 1 એપ્રિલે ભાવ વધારો થશે. જે બાદ 49 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ મળશે.

એક્સપ્રેસ વે પર યાત્રા થશે મોંઘી

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર યાત્રા કરવી હવે મોંઘી થશે. ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ બોર્ડે વર્ષ 2021-22 માટે નવા દરોને મંજૂરી આપી છે. જે મુજબ હવે 1 એપ્રિલથી 5થી 25 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો :   ફૂગ્ગાની જેમ ફૂલેલા બિટકોઈનના ભાવ 10 ટકાનો કડાકો, બજારમાં જોવા મળી આ અસર

વીજળી માટે ચૂકવવો પડશે વધુ ચાર્જ

બિહારના લોકોને 1 એપ્રિલથી વીજળીનો વપરાશ કરવો મોંઘો થશે. વીજ વિભાગ મુજબ, સાઉથ અને નોર્થ બિહાર પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીએ વીજળીના દરોમાં 9થી 10 ટકાના વધારાનો પ્રસ્તાવ આપ્યો છે. જો આ પ્રસ્તાવને બિહાર રાજ્ય વિદ્યુત નિયામક આયોગ સ્વીકારી લેશે તો ગ્રાહકો પર મોંઘવારોનો માર જરૂરથી પડશે.

મોંઘી થશે હવાઈ સફર

હવાઈ સફર કરનારા લોકોને 1 એપ્રિલથી મોટો ઝટકો લાગી શકે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટ્સના ભાડાની લોઅર લિમિટને 5 ટકા વધારવા કહ્યું છે. જેને લઈને 1 એપ્રિલથી એવિએશન સિક્યોરિટી ફી એટલે કે ASFમાં વધારો થશે અને તે 200 રૂપિયા થઇ જશે, જે  હાલ 160 રૂપિયા વસૂલાય છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે આ શુલ્ક 5.2 ડોલરથી વધીને 12 ડોલર થઇ જશે.

TV થશે મોંઘુ

એક એપ્રિલથી ટીવીની કિંમતોમાં બે હજારથી ત્રણ હજાર સુધીનો વધારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ટીવીના ભાવ ત્રણથી ચાર હજાર સુધી વધી ચુક્યા છે. જેથી ટીવી ઉત્પાદકોએ ટીવીને પણ PLI સ્કીમ અંતર્ગત લાવવા માંગ કરી છે.

AC, ફ્રિજ અને કુલરની ઠંડક થશે ઓછી

આ વર્ષે ગરમીની સીઝનમાં એસી, ફ્રિજ અને કુલર ખરીદનાર લોકો નિરાશ થઇ શકે છે. કારણ કે આ ત્રણેય પ્રોડક્ટ્સના ભાવ પણ 1 એપ્રિલથી વધી રહ્યા છે. કંપનીઓ તેનું કારણ કાચા માલની કિંમતોમાં વધારો જણાવી રહી છે. ACની કંપનીઓના જણાવ્યા મુજબ એસીની કિંમતોમાં 4થી 6ટકા ભાવ વધી શકે છે. એટલેકે પ્રતિ યુનિટ 1500થી 2000 રૂપિયાનો વધારો થશે.

આ પણ વાંચો :  IPO લિસ્ટિંગ : આ આઇપીઓમાં રોકાણકારોનું રોકાણ 4 ટકા ધોવાઈ ગયું

કાર થશે મોંઘી

જો તમે નવી કાર ખરીદવા અંગે વિચાર કરી રહ્યા છો તો માર્ચ મહિનામાં જ ખરીદી લેવી જોઈએ, કારણ કે જાપાની કંપની Nissanએ તેની કારની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં Nissan તેની બીજી બ્રાન્ડ Datsunની ગાડીઓની કિંમતમાં પણ વધારો કરશે. Nissan સાથે જ દેશની સસ્તી કોમ્પેક્ટ SUV Renault Kigerની કિંમત પણ વધશે. કૃષિ ઉપકરણ બનાવતી કંપની એસ્કોર્ટ્સ લિમિટેડના એસ્કોર્ટ્સ એગ્રી મશીનરી ડિવિઝને કહ્યું છે કે તે આગામી મહિને ટ્રેક્ટરના ભાવમાં વધારો કરશે.
Published by:Jay Mishra
First published: