ઓછી કિંમતે ફ્રિજ-એસી ખરીદવાનો ચાન્સ, મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

વળી જે રૂમમાં એસી હોય ત્યાં વધુ સામાન ના રાખવો જોઇએ એસી રૂમમાં પડેલા સામાનને પણ ઠંડું કરે છે. વળી રૂમમાં રાખેલા કેટલાક ઉપકરણો પણ ગર્મી છોડે છે. જેમ કે પીળો બ્લબ. ત્યારે એલઇડી લાઇટોનો ઉપયોગ કરવો વધુ સારો છે.

ઘણા લોકો ફ્રિજ અને એસી ખદીવાનું પ્લાનિંગ કરી રહ્યાં હશે, તેમની પાસે એક સરસ ચાન્સ છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ઉનાળામાં સિઝન શરૂ થઇ ચૂકી છે. આવા ઘણા લોકો ફ્રિજ અને એસી ખદીવાનું પ્લાનિંગ કરી રહ્યાં હશે. તેમની પાસે એક સરસ ચાન્સ છે. ઘણી મોટી કંપનીઓ વેચાણ વધારવા અને જૂના સ્ટોકને કાઢવા માટે 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આવામાં તમારી પાસે સસ્તામાં એસી-ફ્રિજ ખરીદવાનો મોકો છે. તમને જણાવી દઇએ કે ગયા વર્ષે દિવાળી પર કંપનીઓનું વેચાણ ધારણા કરતાં ઓછું રહ્યું હતું. આથી કંપનીઓ પાસે જૂના સ્ટોકમાં વધારો થયો છે.

  કેમ આપવામાં આવી રહી છે છૂટે- આ વર્ષે ગરમીની સિઝન મોડી શરૂ થઇ છે. આથી હિતાચી, સેમસંગ અને એલજી જેવી મોટી કંપનીઓ એસી અને ફ્રિજ પર 20 ટાક સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. એલજીના એસી સેગમેન્ટના બિઝનેસ હેડ કુલભૂષણ ભારદ્વાજે કહ્યું કે, આ વખતે તેમનું ફોકસ 5 સ્ટાર એસી પર છે. જેથી ગ્રાહકોને વિજળીના બિલ પાછા ઓછા ખર્ચ કરવો પડે.

  કરિયરે 1.5 ટન એસીની કિંમત 5-7 ટકા સુધી ઘટાડી છે
  >> વ્હર્લપૂલે 1.5 ટન એસીની કિંમત 3-5 ટકા સુધી ઘટાડી છે
  >> એલજીએ ફ્રિજની કિંમત 5-9 ટકા સુધી ઓછી કરી છે

  આ પણ વાંચો: મોંધવારીની માર ચણાની દાળની કિંમતમાં 50 ટકાનો વધારો

  એપ્રિલથી ડિમાન્ડ વધવાની આશા- કંપનીઓ માની રહી છે કે જો વધુ ગરમી પડશે તો માંગમાં સ્વભાવિક રીતે વધારો થશે. આ વખતે ગરમીની મોડી શરૂઆત થઇ છે, જે હોમ અપ્લાયન્સિસ કંપનીઓના બિઝનેસ પર અસર કરી શકે છે. કંપનીઓ પ્રમાણે, દક્ષિણ ભારત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં એસી, ફ્રિજની માગ શરૂ થઇ ગઇ છે. કંપનીઓ દ્વારા જૂના સ્ટોકને કાઢવા માટે સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  Published by:Azhar Patangwala
  First published: