Home /News /business /મારા પર લાગેલા આરોપ પાયાવિહોણા, EDએ મને ખોટી રીતે ફસાવ્યો: મેહુલ ચોકસી

મારા પર લાગેલા આરોપ પાયાવિહોણા, EDએ મને ખોટી રીતે ફસાવ્યો: મેહુલ ચોકસી

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત થઇ છે.

પંજાબ નેશનલ બેંક કૌંભાડના આરોપી હીરા વેપારી મેહુલ ચોકસી દેશમાંથી ફરાર થયા પછી પહેલીવાર મીડિયાની સામે આવ્યા છે.

પંજાબ નેશનલ બેંક કૌંભાડના આરોપી હીરા વેપારી મેહુલ ચોકસી દેશમાંથી ફરાર થયા પછી પહેલીવાર મીડિયાની સામે આવ્યા છે. પોતાની પર લાગેલા આરોપોને ચોકસીએ બેબુનિયાદ જણાવ્યાં છે.

ચોકસીએ કહ્યું છે કે , ઇડીએ ગેરકાયદેસર રીતે તેની સંપત્તિઓ જપ્ત કરી છે. એટલું જ નહીં મેહુલ ચોકસીએ ભારત પરત આવવાની ખબરોને પણ નકારી છે.

ન્યૂઝ એજન્સી ANIમાં આપેલ નિવેદનમાં મેહુલે કહ્યું છે કે તેની પર લાગેલા આરોપ જુઠ્ઠા છે. સાથે જ પ્રવર્તન નિદેશાલયે (ઈડી) અકાયદેસર રીતે તેની સંપત્તિને અટેચ કરીને તેને ફસાવ્યો છે.

એન્ટિગુઆમાં હાજર ચોકસીને પરત લાવવા માટે ભારત સરકારે એન્ટિગુઆને આગ્રહ પણ કર્યો છે. જેથી તેની ધરપકડ કરીને ભારતને સોંપવામાં આવશે.

વીડિયોમાં મેહુલે કહ્યું કે મારો પાસપોર્ટ કોઇપણ કારણ વગર રદ કરી દીધો છે અને કોઇ કારણ પણ જણાવ્યું નથી. તેમણે કહ્યું કે મારો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેથી સરેન્ડર કરવાનો કોઇ સવાલ જ નથી થતો.

પીએનબીના રૂ. 13,500 કરોડના કૌભાંડમાં સીબીઆઈ નિરવ મોદીની સાથે મેહુલ ચોક્સીને પણ ભારત લાવવાના પ્રયાસ કરી રહી છે. આ કૌભાંડ બહાર આવતા જ મેહુલ ચોક્સીએ અન્ય દેશના વિઝા મેળવીને સુરક્ષિત પનાહ મેળવી લેવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા. થોડા દિવસ પહેલા જ સીબીઆઈએ ઈન્ટરપોલને મેહુલ ચોક્સી સામે રેડ કોર્નર નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી.
First published:

Tags: Mehul Choksi, PNB