મધ્યમ વર્ગને મળશે રાહત! 5થી 10 લાખ સુધી 10% અને 20 લાખ સુધી 20% લાગે ટેક્સ

News18 Gujarati
Updated: August 28, 2019, 10:42 PM IST
મધ્યમ વર્ગને મળશે રાહત! 5થી 10 લાખ સુધી 10% અને 20 લાખ સુધી 20% લાગે ટેક્સ
કેન્દ્રની મોદી સરકાર ઈનકમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે

ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી સમિતિએ મધ્યમ વર્ગ પરથી ઈન્કમ ટેક્સનો બોઝો ઓછો કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ માની લેવામાં આવે તો મધ્યમ વર્ગ પર ટેક્સનો બોઝો ઘટીને અડધો થઈ શકે છે.

  • Share this:
કેન્દ્રની મોદી સરકાર ઈનકમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. ન્યૂઝ18 અનુસાર, ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી સમિતિએ મધ્યમ વર્ગ પરથી ઈન્કમ ટેક્સનો બોઝો ઓછો કરવાની ભલામણ કરી છે. જો આ ભલામણ માની લેવામાં આવે તો મધ્યમ વર્ગ પર ટેક્સનો બોઝો ઘટીને અડધો થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી સમિતિએ પર્સનલ ઈનકમ ટેક્સના દરમાં પણ ફેરફારની ભલામણ કરી છે, જેથી ટેક્સ ચોરીમાં ઘટાડો કરી શકાય. પર્સનલ ઈનકમ ટેક્સના દરના મામલામાં સમિતિએ 5, 10 અને 20 ટકાના ત્રણ સ્લેબની ભલામણ કરી છે, જ્યારે હાલમાં 5, 20 અને 30 ટકાના દરે ઈનકમ ટેક્સ વસુલવામાં આવે છે.

કેટલો થઈ જશે ટેક્સ સ્લેબ?

આ ભલામણ અનુસાર, 2.5 લાખ સુધી કોઈ ટેક્સ નહી, જ્યારે 10 લાખ સુધી માત્ર 10% ઈનકમ ટેક્સની ભલામણ કરવામાં આવી છે. આ અનુસાર, 10થી 20 લાખની કમાણી સુધી 20% જ્યારે 20થી 2 કરોડ સુધી 30% ઈનકમ ટેક્સની ભલામણ કરવામાં આવી છે. 2 કરોડ વાર્ષીક કમાણીથી ઉપર 35% ઈનકમ ટેક્સની ભલામણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ડાયરેક્ટ ટેક્સમાં સુધાર માટે બનેલી ટાસ્ક ફોર્સે ગત અઠવાડીએ નાણામંત્રી નિર્મલા સિતારમનને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. ટાસ્ક ફોર્સે મધ્યમવર્ગના લોકો માટે ઈન્કમ ટેક્સના દર અને સ્લેબમાં મોટા ફેરફારની ભલામણ કરી છે.

મિડલ ક્લાસને રાહત આપવાની તૈયારી પૂરી - સીએનબીસી આવાજના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, ઈનકમ ટેક્સ પર ટાસ્ક ફોર્સની ભલામણમાં મીડલ ક્લાસ પર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading