18 એપ્રિલ સુધીમાં ભારતમાં આવી શકે છે 5 મિનિટમાં કોરોનાની તપાસ કરતી રેપિડ કિટ

18 એપ્રિલ સુધીમાં ભારતમાં આવી શકે છે 5 મિનિટમાં કોરોનાની તપાસ કરતી રેપિડ કિટ
ફ્રાંસ (France)ની એક વૈજ્ઞાનિકોની ટીમે દાવો કર્યો છે કે યુરોપમાં પહેલો કોરોના વાયરસ (Coronavirus)નો કેસ 16 નવેમ્બર 2019માં સામે આવ્યો હતો. ઉત્તર પૂર્વ ફ્રાંસની એક હોસ્પિટલમાં નવેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે હોસ્પિટલમાં ફ્લૂની ફરિયાદ સાથે આવેલા 2500 જેટલા લોકોની એક્સ રે રિપોર્ટના અધ્યયન પરથી આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. ખાલી નવેમ્બરમાં જ બે એક્સરે રિપોર્ટમાં તેવી હતી જેમાં કોરોના વાયરસ (Covid 19)ની સ્પષ્ટ પુષ્ટિ નથી થઇ. જો કે ડોક્ટર્સે આની જાણકારી નથી આપી.

સૂત્રોને મળેલી જાણકારી મુજબ, આ કિટ એપ્રિલના ત્રીજા સપ્તાહ એટલે કે 18 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે છે

 • Share this:
  મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus in India) સંકટની સ્થિતિમાં એક સારા સમચાર આવ્યા છે. કોરોનાની તપાસ માટે અમેરિકાની કંપની અબૉટ તરફથી બનાવવામાં આવેલી રેપિડ કીટ (માત્ર 5 મિનિટમાં કોરોનાની તપાસ કરે છે) હવે ભારતમાં આવવાની છે. CNBC TV18ના સૂત્રોને મળેલી જાણકારી મુજબ, આ કિટ એપ્રિલના ત્રીજા સપ્તાહ એટલે કે 18 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે છે. નોંધનીય છે કે, અબૉટની તપાસ કિટ માત્ર પાંચ મિનિટમાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આપી દે છે અને નેગટિગનો રિપોર્ટ 13 મિનિટમાં આપે છે.

  આ કિટની ખાસ વાત એ છે કે આ કિટ એટલી હળવી અને નાની છે કે તેને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈ ખૂબ સરળ છે. તેને તે હૉસ્પિટલોની બહાર લઈ જઈ શકાય છે જ્યાં સંક્રમણના કેસ ખૂબ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે.
  કંપનીની શું યોજના છે?

  અબૉટ કંપનીની એક એક મહિનામાં 50 લાખ ટેસ્ટ કિટનું ઉત્પાદન કરવાની યોજના છે. નોંધનીય છે કે, અમેરિકાન રેગ્યુલેટર USFDA પણ આ ટેસ્ટ કિટને સ્વીકૃતિ આપી ચૂક્યું છે.

  વેક્સીન ક્યાં સુધીમાં બનશે?

  કોરોના વાયરસની સારવારને લઈને વેક્સીન ક્યાં સુધીમાં આવશે તેની કોઈ સ્પષ્ટ સમયસીમા નથી. અનેક દેશ કોરોના વાયરસનો સામનો કરવા માટે દવા બનાવવાના પ્રયાસમાં લાગી ગયા છે પરંતુ સફળ નથી મળી રહી. આ પહેલા ફેલાયેલા સાર્સ વાયરસને લઈને પણ અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ વેક્સીન નથી બનાવી શકાઈ. એવામાં કોરોનાની દવા તાત્કાલિક બને તેની પર શંકાના વાદળો છે.

  આ પણ વાંચો, Coronavirus: વૈજ્ઞાનિકોને મળી સફળતા, રિસર્ચમાં વેક્સીનના પરિણામોથી ઉત્સાહ

  તેના જવાબમાં વિશેષજ્ઞ કહે છે કે જો કોરોના વાયરસની સારવાર શોધી કાઢવામાં આવશે તો ભવિષ્યમાં તેને ફેલાવવાથી રોકી શકાય છે. આવનારા સમયમાં આ મહામારી દુનિયાને ઘૂંટણીયે ન લાવી દે એ માટે જરૂરી છે કે કોરોના વાયરસની દવા ટૂંક સમયમાં જ બનાવી લેવામાં આવે.

  આ પણ વાંચો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ પાસે માંગી 9 મિનિટ, કહી આ 5 મહત્વની વાતો
  First published:April 03, 2020, 14:37 pm

  टॉप स्टोरीज