બાબા રામદેવની પતંજલિ હવે વેચશે દૂધ અને દહી, પાંચ નવી પ્રોડક્ટ કરી લોન્ચ

બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે દૂધ-દહી સહિત પાંચ વધુ નવી પ્રોડક્ટ બજારમાં ઉતારી છે.

News18 Gujarati
Updated: September 13, 2018, 2:06 PM IST
બાબા રામદેવની પતંજલિ હવે વેચશે દૂધ અને દહી, પાંચ નવી પ્રોડક્ટ કરી લોન્ચ
બાબારામ દેવ ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 13, 2018, 2:06 PM IST
બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે દૂધ-દહી સહિત પાંચ વધુ નવી પ્રોડક્ટ બજારમાં ઉતારી છે. હવે તમે પતંજલિનું દૂધ, દહી, છાશ સહિત પાણીનો પણ ઉપયોગ કરી શકશો. આ ઉપરાંત કંપનીએ ખેડૂતો માટે સોલર લેમ્પને પણ લોન્ચ કર્યો છે. પતંજલિએ ગાયના દૂધનો ભાવ રૂ.40 પ્રતિ લિટર રાખ્યો છે. જે માર્કેટમાં વેચાઇ રહેલા અન્ય કંપનીઓના દૂધથી 2 રૂપિયા પ્રતિ લિટર સસ્તું છે. ઉલ્લેખનીય છે કે, કંપની પતંજલિ આ પહેલા ફૂટકર સામાન, ઘરેલૂ સામાન ઇડસ્ટ્રીમાં પોતાનો દબદબો કાયમ કરી ચુકી છે.

આ પાંચ પ્રોડક્ટ કરી લોન્ચ

1. ડેરી પ્રોડક્ટ્સ (ગાય દૂધ, છાશ, પનીર)

પતંજલિએ ગાયના દૂધ અને તેનાથી બનતા ઉત્પાદકોને ચરણબદ્ધ રીતે બજારમાં ઉતારવાની યોજના બનાવી છે. પહેલા તબક્કામાં દિલ્હી એનસીઆર, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં વેચાણ કરવાનું શરૂ કરશે. આઇસ્ક્રીમ અને બીજા ડેરી પ્રોડક્ટસ પણ બજારમાં ઉતારવાની પતંજલિની યોજના છે.

2. દુગ્ઘામૃત (ચારો)

પતંજલિ દુગ્ઘામૃત બ્રાન્ડ અંતર્ગત યુરિયા રહિત કેટલ ફૂડ અને ફૂડ સપ્લીમેન્ટ પણ લોન્ચ કર્યા છે.
Loading...

3. ફ્રોજન શાકભાજી

કંપનીએ ફ્રોઝન શાકભાજી લોન્ચ કરી છે. જેમાં મિક્સ વેજ, સ્વીટ કોર્ન, પોટેટો ફિંગર અને વટાણા પણ માર્કેટમાં ઉતાર્યા છે. કંપનીનો દાવો છે કે, મોટી કંપનીઓના હાલના પ્રોડક્ટ કરતા 50 ટકા સસ્તું મળશે.

4. સોલર પેનલ, સોલર લાઇટડ્સ

કંપનીએ સોલર સ્ટ્રીટ લાઇટ, સોલર હાઇબ્રિડ ઇન્વેટર અને સોલાર વાટર પંપ પણ બજારમાં ઉતાર્યો છે.

5. દિવ્ય જળ

કંપનીએ પશ્વિમી ભારતમાં દિવ્ય જળ પણ લોન્ચ કર્યું છે. જે 1,2,5 અને 20 લિટર સુવિધાજનક બોટલબેન્કમાં વેચવામાં આવશે.
First published: September 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...