દિવાળીની ભેટ: જોબ,ઘરની ખરીદી પર ટેક્સમાં છૂટ, તમારા માટે રાહત પેકેજમાં થઇ આ જાહેરાત

દિવાળીની ભેટ: જોબ,ઘરની ખરીદી પર ટેક્સમાં છૂટ, તમારા માટે રાહત પેકેજમાં થઇ આ જાહેરાત
નિર્મલા સીતારમન

આત્મનિર્ભર ભારત 3.0 નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ત્રીજા રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમાં તમારા કામની કંઇ વાત છે તે વાંચો.

 • Share this:
  દિવાળી પહેલા જ ત્રીજા રાહત પેકેજની જાહેરાત સાથે સરકારે સામાન્ય લોકોને એક ખાસ ભેટ પણ આપી છે. સરકારની આ જાહેરાત અર્થતંત્રની ગતિ વધારવામાં પણ મદદ કરશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજની 'આત્મનિર્ભર ભારત 3.૦' ની જાહેરાત કરી રોજગાર વધારવા પર ખાસ ભાર મૂક્યો હતો. સરકારે કૃષિ ક્ષેત્ર અને ઘર ખરીદનારાઓ માટે પણ જાહેરાત કરી હતી. ત્યારે તે જાણીએ આજની ઘોષણામાં સામાન્ય માણસ માટે શું ખાસ છે?
  આત્મનિર્ભાર ભારત રોજગાર યોજનાની જાહેરાત: આ યોજના 1 ઓક્ટોબર 2020 થી લાગુ માનવામાં આવશે અને આગામી બે વર્ષ માટે રહેશે.  જો કોઈ નવો કર્મચારી EPFO રજિસ્ટર્ડ સંસ્થામાં કામ કરવાનું શરૂ કરે છે અને તેનો પગાર 15,000 રૂપિયા કે તેથી ઓછો છે, તો તેને આ યોજનાનો લાભ મળશે. વળી, જેમની નોકરી 1 માર્ચ 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં જતી રહી હતી અને તેઓને 1 ઓક્ટોબર પછી ફરીથી રોજગાર મળશે, તો તેમને પણ આ સરકારી યોજનાનો લાભ મળશે. આવા કર્મચારીઓનો પગાર પણ દર મહિને 15,000 રૂપિયા કરતા ઓછો હોવો જોઈએ.

  પીએમ આવાસ યોજના (શહેરી) માટે રૂ. 18,000 કરોડની જાહેરાત: હવે સરકારે 2020-21ના બજેટના અંદાજ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. 18,000 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષની શરૂઆતમાં આ યોજના હેઠળ રૂ .8,000 કરોડ જાહેર કરવામાં આવ્યા છે. સરકારની આ ઘોષણા સાથે 12 લાખ નવા મકાનો શરૂ કરવામાં આવશે અને 18 લાખ મકાનો પૂર્ણ થશે. આ સિવાય સરકારને આશા છે કે 78 લાખ નવી રોજગારની તકો ઉભી થશે. તે જ સમયે, 25 લાખ મેટ્રિક ટન સ્ટીલ અને 131 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ કરવામાં આવશે.

  PMGKY માટે 10 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત: સરકારે પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ વધારાના 10,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરાઇ છે. જેને આવકવેરા રાહત તરીકે સરકારે જોવામાં આવશે. આવાસના ક્ષેત્રમાં, બિલ્ડર અને ખરીદનાર બંનેને આ લાભ મળશે. જ્યારે મકાન વેચવામાં સર્કિટ રેટ અને વેલ્યુ રેટમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ વધારીને 20 ટકા કરાયું છે. એટલે કે, ઘટતી મિલકત કિંમત હોવા છતાં, જો સર્કલ રેટને કારણે કોઈ મકાન વેચી શકાતું નથી, તો ત્યાં 20 ટકા છૂટ છે, જેથી ઘર વેચી શકાય અને લોકો રજિસ્ટ્રી કરાવી શકે. આ યોજના 30 જૂન 2021 સુધી લાગુ રહેશે.

  વધુ વાંચો : કાજલ અગ્રવાલે શેર કર્યા પોતાના અંડરવૉટર હનીમૂન રૂમના Inside Photos

  ખાતર સબસિડીની જાહેરાત: કૃષિ ક્ષેત્રને રાહત આપતી વખતે નાણાં પ્રધાને આજે ખાતર સબસિડીની જાહેરાત કરી છે. સરકારે કહ્યું કે તે ખાતરની સબસિડી તરીકે 65,000 કરોડ રૂપિયા આપશે. આનાથી ખેડુતોને સસ્તા દરે ખાતર મળશે.

  કોરોનાવાયરસ ક્ષેત્રે સંશોધન માટે 900 કરોડ રૂપિયા: કોરોના વાયરસ ક્ષેત્રે સંશોધન કરતી કંપનીઓને પ્રોત્સાહિત કરવા 900 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ સંશોધન કરતી કંપનીઓને નહીં પરંતુ રસી ઉત્પાદકને આપવામાં આવશે. આનો લાભ બાયોટેકનોલોજી કંપનીઓને મળશે.
  Published by:Chaitali Shukla
  First published:November 12, 2020, 16:59 pm

  ટૉપ ન્યૂઝ