કોરોના સામે જંગ : Aarogya Setu એપને ડાઉનલોડ કરવી ફરજિયાત કરી શકે છે સરકાર

News18 Gujarati
Updated: April 8, 2020, 4:37 PM IST
કોરોના સામે જંગ : Aarogya Setu એપને ડાઉનલોડ કરવી ફરજિયાત કરી શકે છે સરકાર
સાથે જ કેટલાક યુઝર્સ સવાલ કર્યા હતા કે યુઝર્સના મોબાઇલની હોમ સ્ક્રીનમાં કોવિડ 19થી જોડાયેલા આંકડા દેખાય છે. જેનાથી ખતરો વધી શકે છે. તે પર જવાબ આપતા તેમણે કહ્યું કે એપમાં કોરોના દર્દીઓની જાણકારી મેળવવા માટે 500 મીટર, 1 કિ.મી, 2 કિ.મી, 5 કિ.મી અને 10 કિ.મીની રેન્જ નક્કી કરવામાં આવી છે. આમાં અન્ય કોઇ યુઝરની જાણકારી લેવા માંગો તો આ ઉપલબ્ધ નથી. વધુ પ્રયાસ કરવાથી તે HTTP હેડર તેને 1 કિલોમીટર પાસે લઇ જાય છે. એપીઆઇ કોલ વેબ એપ્લિકેશન ફાયર વૉલ દ્વારા કરાતી હોવાથી તે સંપૂર્ણ પણે સુરક્ષિત છે.

આરોગ્ય સેતુ એપમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી બધી જાણકારી ઉપલબ્ધ છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)સાથે જોડાયેલી જાણકારી અને સહાયતા મેળવવા માટે સરકાર આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App)ને ડાઉનલોડ કરવી ફરજિયાત કરી શકે છે. આ એપ દ્વારા લોકો પોતાના લક્ષણોની તપાસ કરી શકે છે. સાથે કોઈ કોરોનો પોઝિટિવ વ્યક્તિ મળે તો તેના સંપર્કમાં આવેલા લોકોની ખબર પડી શકે છે. સરકાર આરોગ્ય સેતુ એપ દ્વારા કાંટેક્ટ કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ કરશે. સાથે એપ દ્વારા મોબાઈલ નંબરની મેપિંગ પણ કરી શકાશે.

આરોગ્ય સેતુ એપમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી બધી જાણકારી ઉપલબ્ધ છે. આ એપમાં યૂઝર આસપાસ મળનારી સહાયતા વિશે પણ જાણકારી મેળવી શકે છે. આ એપમાં GPS સિસ્ટમ અને બ્લૂટુથ દ્વારા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ સાથે સંબંધિત મામલાને શોધ કરવાની સુવિધા પણ છે.

આ પણ વાંચો - પોતાના વિશે જાણવા માટે ઘોડાની મદદ લઈ રહ્યો છે રવીન્દ્ર જાડેજા, બતાવી કહાની

આરોગ્ય સેતુ એપ તમારા સ્માર્ટફોનના લોકેશન ડેટા અને બ્લૂટુથથી ખબર કરશે કે તમે કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છો કે નહીં. લોકેશન ડેટાનો ઉપયોગ એ નિર્ધારિત કરવા માટે કરવામાં આવશે કે વ્યક્તિ વાસ્તવમાં ક્યાં છે અને બ્લૂટથ કનેક્ટિવિટી તમને બતાવશે કે શું તમે સંક્રમિત વ્યક્તિથી 6 ફૂટની અંદર છો.

આઈટી મંત્રાલયે આ એપને 1 સપ્તાહ પહેલા લોન્ચ કરી છે અને ઘણા રાજ્યોએ તેને ડાઉનલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ એપ અત્યાર સુધી એક કરોડ ડાઉનલોડ થઈ છે. આ એપ રેલવેમાં સફર દરમિયાન ડાઉનલોડ કરવી પણ જરુરી છે

(અસીમ મનચંદા, સંવાદદાતા, CNBC આવાજ)
First published: April 8, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading