Home /News /business /

બે દોસ્તારે નોકરી છોડી શરૂ કર્યુ Startup,ઉંટના દૂધના ધંધામાંથી વાર્ષિક 4.5 કરોડની કરે છે કમાણી

બે દોસ્તારે નોકરી છોડી શરૂ કર્યુ Startup,ઉંટના દૂધના ધંધામાંથી વાર્ષિક 4.5 કરોડની કરે છે કમાણી

સ્ટાર્ટઅપ શરૂ કરનાર મિત્રો

ઉંટના દૂધના ફાયદાને જોતા આ બંને મિત્રોએ આદ્વિક નામની કંપની શરૂ કરી છે. આ પ્રેરણાત્મક કહાણી અને વેપારની ટેકનિક જાણશો તો ફાયદો થશે

  નવી દિલ્હી : આદ્વિક (Aadvik) એટલે કે અનોખું. જેવું નામ એવું જ કામ અને એવી જ પ્રોડક્ટ. દેશમાં પ્રથમવાર ઉંટના દૂધની (Camel Mil Products) પ્રોડક્ટસ તૈયાર કરનાર આ સ્ટાર્ટઅપનું (Startup) નામ છ આદ્વિક ફૂડ્સ. વર્ષ 2016માં શરૂ થયેલા આ સ્ટાર્ટઅપે ન ફક્ત લોકોને રોજગાર આપ્યો પરંતુ રણપ્રદેશમાં ઉંટની વસ્તિ ધરાવતા અનેક પશુપાલકોને ટકાવી રાખવામાં મદદ કરી છે. રાજસ્થાન અને આપણા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં લોકો ઉંટનો પશુપાલન તરીકે ઉપયોગ કરે છે. આવા લોકો માટે આદ્વિકે એક મોટી બજાર પુરી પાડી છે. અલગ અલગ નોકરીઓ કરનાર હિતેશ રાઠી અને શ્રેય કુમારે કઈક નવું કરવાનું વિચાર્યુ અને તેમના મગજમાં વિચાર આવ્યો દૂધનો ધંધો કરવાનો. આવી રીતે શરૂ થઈ દૂધના પ્રોસેસિંગની શરૂઆત અને બની એક કંપની Aadvik Foods.

  ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે

  આજ આ સ્ટાર્ટઅપ આશરે 150 ખેડૂતો સાથે કામ કરી રહ્યુ છે જે ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું કામ કરે છે. આ ખેડૂતોની ન ફક્ત આર્થિક સ્થિતિ જ સુધીર પરંતુ તેઓ ઉંટની સંખ્યા વધારી અને પશુપાલનમાં પણ કાઠું કાઢી રહ્યા છે. આદ્વિક ફૂડની પ્રોડક્ટ હવે 2 લાખ લોકો સુધી પહોંચી ગઈ છે.

  આ પણ વાંચો : Gold price Today : સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં કડાકો, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો શું છે બજારની સ્થિતિ

  ઉંટના દૂધના છે અનેક ફાયદા

  ઉંટના દૂધના અનેક ફાયદા છે. આ દૂધમાંથી કેલ્શિયમ અને વિટામીન સી ભરપૂર પ્રમાણમાં મળે છે. આ દૂધ લેક્ટોઝ ઇટોલરેન્ટ, ડાયાબિટીશ, ઑટિઝમ વગેરે જેવલા રોગોમાં પણ ખૂબ ફાયદો કરાવે છે. આ દૂધ ફક્ત દૂધની જેમ જ નહીં પરંતુ ચોકલેટ, મિલ્ક પાવડર તરીકે પણ પ્રોસેસ કરવામાં આવે છે. આ દૂધથી સાબુ, મોસ્ચ્યુરાઇઝર, ફેશ વોશ, ફેશિયલ સ્ક્રબ, ડે ક્રીમ અને બૉડી બટર જેવા પ્રૉડક્ટ આદ્વિક બનાવે છે.

  આદ્વિકની પ્રોડક્ટસ


  વાર્ષિક ટર્ન ઑવર 4.5 કરોડનું ટર્ન ઓવર

  આદ્વિક ફૂડનું વાર્ષિક ટર્ન ઑવર હાલમાં કરોડોમાં છે. આ સ્ટાર્ટઅપ ફક્ત રૂપિયા 10 લાખની મુડી સાથે શરૂ થયું હતું પરંતુ હવે તે ખૂબ નફો રળી રહ્યુ છે અને તેનું વાર્ષિક ટર્ન ઑવર 4.5 કરોડનું છે.

  આ પણ વાંચો :  મોટો પગાર છોડી પિતાની કરિયાણાની દુકાનની કરી કાયાપલટ, સ્ટાર્ટઅપથી થઇ રહી 5 કરોડની કમાણી

  સતત વધી રહ્યુ છે નેટવર્ક

  આજે આદ્વિક ફૂડનું નેટવર્ક એમેઝોન, ઈબે, બિગબાસ્કેટ પર ઉપલબ્ધ છે. મોટા શહેરોમાં તેમનું ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક છે. Aadvik Foods અત્યારસુધી અમેરિકા, મલેશિયા, ફિલિપાઇન્સમાં એક્સપોર્ટ કરે છે. આદ્વિક ફૂડનું લક્ષ્ય નેટવર્કિંગ સાથે પ્રોડક્ટ્સનો વ્યાપ કરવાનું પણ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Business, Camel milk, Startup, Sucess story, ગુજરાતી ન્યૂઝ

  આગામી સમાચાર