Home /News /business /Aadhaar Address Update: આધારની આ સેવાથી તરત બદલી શકાશે સરનામું, ડોક્યુમેન્ટની નહિ પડે જરૂર, કરવું પડશે આ કામ

Aadhaar Address Update: આધારની આ સેવાથી તરત બદલી શકાશે સરનામું, ડોક્યુમેન્ટની નહિ પડે જરૂર, કરવું પડશે આ કામ

UIDAI દ્વારા નિર્ધારિત કોઈપણ માન્ય સરનામાના પુરાવાનો ઉપયોગ કરીને વર્તમાન સરનામાંને સુધારવાની સુવિધા ઉમેરવામાં આવી છે.

Aadhaar HOF Service: તમે હવે હેડ ઓફ ફેમીલી સર્વિસ દ્વારા તમારા સરનામામાં ફેરફાર કરી શકશો. તેના માટે તમારે ઓનલાઇન પ્રક્રિયા કરવાની રહેશે. જે અંગેની સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે.

  Aadhaar HOF Service: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAIએ નાગરિકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેમાં હવે કોઈ પણ આધાર યુઝર પરિવારના વડાની સંમતિથી, આધારમાં ઓનલાઈન નોંધાયેલા સરનામામાં સુધારોકરી શકશે. આધારની આ સુવિધા એવા સંબંધીઓને મદદ કરશે જેમ કે બાળકો, જીવનસાથી, માતા-પિતા વગેરે જેમના નામે દસ્તાવેજો નથી.

  આધાર કાર્ડ ધારકો માટે સરનામું ઓનલાઈન બદલવા સહિતની અન્ય માહિતી અપડેટ કરવા માટે હેડ ઓફ ફેમીલી સેવા શરૂ કરવામાં આવી છે. આ સાથે જે આધાર ધારકો પાસે અન્ય દસ્તાવેજો નથી, તેમને વેરિફિકેશનમાં સુવિધા મળશે. રેશન કાર્ડ, માર્કશીટ, મેરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ વગેરે સંબંધના પુરાવા સંબંધિત દસ્તાવેજો સબમિટ કરીને આ સેવાનો લાભ લઈ શકાય છે. પરંતુ તેમાં અરજદાર અને પરિવારના વડાનું નામ અને તેમની વચ્ચેના સંબંધનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

  આ પણ વાંચો:Gold Silver Price Today: સોનું 56 હજાર પહોંચવાની તૈયારીમાં, જુઓ તમારા શહેરની કિંમતો

  સરનામું સુધારી શકાશે


  કામકાજ માટે કે અન્ય કોઈ કારણસર લોકો શહેરો અને નગરોમાં શિફ્ટ થતા વિવિધ કારણોસર દેશની અંદર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ વિકલ્પ UIDAI દ્વારા નિર્ધારિત કોઈપણ માન્ય સરનામાના પુરાવાનો ઉપયોગ કરીને વર્તમાન સરનામાંને સુધારવાની સુવિધા ઉમેરવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ નિવાસી આ હેતુ માટે પરિવારના વડા બની શકે છે અને આ પ્રક્રિયા દ્વારા તેનું સરનામું તેના સંબંધીઓ સાથે શેર કરી શકે છે.

  આ પણ વાંચો:સાયરસ મિસ્ત્રી અકસ્માતઃ 152 પાનાની ચાર્જશીટ દાખલ, બેદરકારી-ઓવરસ્પીડિંગને મુખ્ય કારણ ગણાવાયું

  સુધારો કરવા માટે


  'માય આધાર' પોર્ટલ (https://myaadhaar.uidai.gov.in) દ્વારા ઓનલાઈન સરનામામાં સુધારો કરતી વખતે હેડ ઓફ ફેમીલી વિકલ્પને પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ સુધારો કર્તાએ હેડ ઓફ ફેમિલીનો આધાર નંબર દાખલ કરવાની મંજૂરી આપવામાં આવશે, જેની માત્ર પુષ્ટિ કરવાની જરૂર છે. HOFની પર્યાપ્ત ગોપનીયતા જાળવવા માટે HOFના આધારની અન્ય કોઈ માહિતી સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે નહીં.

  HOF ના આધાર નંબરની સફળ ચકાસણી પછી, વ્યક્તિએ સંબંધના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે. આ સેવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. ફી ભર્યા બાદ એક સેવા વિનંતી નંબર (SRN) વ્યક્તિ સાથે શેર કરવામાં આવશે અને સરનામાંની વિનંતી સાથે લિંક કરેલ SMS HOFને મોકલવામાં આવશે. HOF એ માય આધાર પોર્ટલમાં લૉગ ઇન કરીને સૂચના પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસની અંદર તેની સંમતિ આપવી પડશે અને ત્યારબાદ વિનંતી પર કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે.


  30 દિવસમાં જવાબ જરૂરી


  જો HOF તેનું સરનામું શેર કરવાનો ઇનકાર કરે છે અથવા SRN જાહેર કર્યાની તારીખથી 30 દિવસની અંદર જો જવાબ નથી આપતા તો વિનંતી બંધ કરવામાં આવશે. આ વિકલ્પ દ્વારા સરનામું અપડેટ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને એસએમએસ દ્વારા વિનંતી બંધ થવા વિશે જાણ કરવામાં આવશે. જો HOFની મંજૂરી ન મળવાને કારણે વિનંતી બંધ અથવા નકારી કાઢવામાં આવે, તો અરજદારને રકમ પરત કરવામાં આવશે નહીં.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Aadhar card, Business news, UIDAI

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन