Home /News /business /તમારી પાસે કોઈ જ ઓળખ પુરાવા નથી તો પણ કઢાવી શકાશે Aadhar Card, જાણો શું કરવું પડશે
તમારી પાસે કોઈ જ ઓળખ પુરાવા નથી તો પણ કઢાવી શકાશે Aadhar Card, જાણો શું કરવું પડશે
તમે આધાર કાર્ડની ફ્રેન્ચાઈઝી લઈ શકો છો. તેના માટે તમારે 1 પણ રૂપિયા ખર્ચે કરવાની જરૂર નથી. બસ તમારે UIDAI દ્વારા આયોજિત એક પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે તમે પરીક્ષા પાસ કરી લેશો, ત્યારે તમને આધાર એનરોલમેન્ટ નંબર અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવાનું હોય છે. ત્યારબાદ કોમન સર્વિસ સેન્ટર પરથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પછી સર્વિસ સેન્ટર ખોલવા માટે એક લાયસન્સ આપવામાં આવશે.
ભારતમાં દરેક નાગરિક માટે આધાર કાર્ડ અતિ મહત્વનું અને જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. જો તમારી પાસે કોઈ પણ અન્ય દસ્તાવેજ નથી તો પણ તમે આધાર કાર્ડ કઢાવી શકો છો. અહીં જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા.
Aadhar Enrollment: ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજોમાંનું એક આધાર કાર્ડ છે. બેંક ખાતા, મોટાભાગની સરકારી યોજનાઓ અને અન્ય કાર્યક્રમો માટે આધાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), એક વૈધાનિક સત્તા છે જે અનન્ય ઓળખ અથવા આધાર નંબર જાહેર કરે છે. UIDAI ની રચના ભારત સરકાર દ્વારા આધાર એક્ટ 2016 ની જોગવાઈ હેઠળ કરવામાં આવી હતી.
UIDAI વેબસાઇટ પર લખ્યું છે, "આધાર નોંધણી પ્રક્રિયામાં નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી, નોંધણી ફોર્મ ભરવા, વસ્તી વિષયક અને બાયોમેટ્રિક ડેટા મેળવવા, નોંધણી ID ધરાવતી સ્વીકૃતિ સ્લિપ એકત્રિત કરતા પહેલા ઓળખનો પુરાવો અને સરનામાના દસ્તાવેજો સબમિટ કરવાનો સમાવેશ થાય છે." આ સિવાય આધાર નોંધણીની ઘણી મુખ્ય લાક્ષણિકતાઓ પણ છે.
સહાયક દસ્તાવેજોની યાદીમાં ફોટો ઓળખ કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે. ઓળખના પુરાવા માટે ફોટો આઈડી કાર્ડ જેવા કે પાન કાર્ડ અને સરકારી આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. સરનામાના પુરાવાના દસ્તાવેજોમાં છેલ્લા ત્રણ મહિનાના પાણી, વીજળી, લેન્ડલાઇન ટેલિફોન બિલનો ઉપયોગ કરી શકાય છે.
હવે જો જરૂરી પુરાવા ન હોય તો?
જો તમારી પાસે ઉપરોક્ત સામાન્ય પુરાવા નથી, તો UIDAI દ્વારા નિર્ધારિત ગેઝેટેડ ઓફિસર/તહેસીલદાર, પ્રમાણપત્ર પ્રોફોર્મા દ્વારા જાહેર કરાયેલ ફોટો ઓળખનો પુરાવો પણ POI તરીકે સ્વીકારવામાં આવે છે. જ્યાં કોઈ દસ્તાવેજો ઉપલબ્ધ નથી, ત્યાં રહેવાસીઓ નોંધણી કેન્દ્ર પર ઉપલબ્ધ પરિચયકર્તાઓની મદદ પણ લઈ શકે છે. પરિચયકર્તાઓને રજિસ્ટ્રાર દ્વારા સૂચિત કરવામાં આવે છે. જેની મદદ્થી આધાર કાર્ડ માટે નોંધણી થઇ શકે છે. આ સંબંધિત વધુ વિગતો માટે નજીકની રજિસ્ટ્રાર ઑફિસનો સંપર્ક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર