આધાર અપડેટ કરવાના ચાર્જમાં વધારો થયો,જાણો કેટલા પૈસા ચુકવવા પડશે

આધારને તૈયાર કરનારી ઓથૉરિટી UIDAIએ આધારની ચાર્જેબલ સર્વિસ માટે ચાર્જ વધારી દીધો છે. 1 જાન્યુઆરી 2019થી આધાર અપડેશના ચાર્જ વધી ગયા છે.

News18 Gujarati
Updated: May 11, 2019, 12:58 PM IST
આધાર અપડેટ કરવાના ચાર્જમાં વધારો થયો,જાણો કેટલા પૈસા  ચુકવવા પડશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 11, 2019, 12:58 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : જો તમે આધાર કાર્ડની ડીટેલ્સમાં કોઈ અપડેશન કરાવવા માંગો છો તો હવે તમારે ચાર્જ ચુકવવાનો રહેશે. આધારને તૈયાર કરનારી ઓથૉરિટી UIDAIએ આધારની ચાર્જેબલ સેવા માટે ચાર્જ વધારી દીધો છે. 1 જાન્યુઆરી 2019થી આધાર અપડેશનના ચાર્જમાં વધારો થયો છે. આધાર ઓથૉરિટી કઈ સેવા માટે ચાર્જ આપવો પડશે અને કઈ સેવા નિશુલ્ક છે તેની માહિતી નયુઆઈડીએઆઈએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

આધાર એનરોલમેન્ટ : જો તમે પ્રથમ વાર આધાર એનરોલમેન્ટ કરી રહ્યાં છો તો તમારે તેના માટે કોઈ ચાર્જ ચુકવવાનો નહીં રહે. આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક છે.

બાયોમેટ્રિક અપડેટ : જો તમે બાળકોના મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ કરવા માંગો છો તો તેના માટે પણ તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવવો નહીં પડે. તમે એનરોલમેન્ટ સેન્ટરમાં જઈને ફ્રીમાં અપડેટ કરાવી શકો છો.નામ પરિવર્તન : જો તમે કાર્ડમાં નામ, એડ્રેસ, મોબાઇલ નંબર, ઈ-મેલ અથવા બાયોમેટ્રિક અપડેશન અથવા બંને પ્રકારના અપડેશન કરવા માંગો છો તો તમારે રૂપિયા 50 ચુકવવાના રહેશે.

કલર પ્રિન્ટ આઉટ : EKYC દ્વારા સર્ચ અથવા અન્ય કોઈ ટુલ શીટ પ્રિન્ટ કરવા માટે રૂપિયા 30 ચુકવવાના રહેશે.
Loading...

અહીંયા ફરિયાદ કરો : જો કોઈ તમારી પાસે ખોટી રીતે પૈસાની માંગણી કરે તો તમે ફરિયાદ કરી શકો છો. આ ઘટનાઓમાં ફરિયાદ માટે તમારે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરી શકો છો આ સાથે જ તમે help@uidai.gov.in પર પણ ઈ-મેલ કરી શકો છો.

 

 
First published: May 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...