Home /News /business /આધાર કાર્ડમાં 2 વખત જ બદલી શકાય નામ, જન્મ તારીખ અને અન્ય માહિતી કેટલીવાર બદલી શકાય? શું જાણો છો તમે
આધાર કાર્ડમાં 2 વખત જ બદલી શકાય નામ, જન્મ તારીખ અને અન્ય માહિતી કેટલીવાર બદલી શકાય? શું જાણો છો તમે
આધાર કાર્ડને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે.
આધાર કાર્ડને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. તેના માટે ચોક્કસ નિયમો છે. કારણકે અમુક માહિતી તમે વારંવાર અપડેટ કરી શકો છો, જયારે અમુક માહિતીને અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે.
Aadhar Card Update: ઘણી વખત, આધાર બનાવતી વખતે, ઘણી માહિતી ખોટી રીતે દાખલ થાય છે અથવા અધૂરી રહી જાય છે. જેના કારણે પાછળથી આધાર કાર્ડનો ઉપયોગ કરતી વખતે સમસ્યા થાય છે. આધારની તમામ માહિતી સાચી હોવી ખૂબ જ જરૂરી છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, લિંગ વગેરે અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. પરંતુ, અહીં એ જાણવું જરૂરી છે કે તમે દરેક માહિતીને વારંવાર અપડેટ કરી શકતા નથી.
આધાર કાર્ડ અન્ય દસ્તાવેજોથી અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી હોય છે. આધારની વધતી જતી ઉપયોગિતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી, જો તમારા આધારમાં પણ કોઈ માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવી હોય, તો તેને તરત જ સુધારી લો. બધી વિગતો પણ બારીકાઈથી તપાસો જેથી બધી ભૂલો એક જ વારમાં સુધારી શકાય.
જો આધાર કાર્ડમાં નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય અથવા તો મહિલાઓ લગ્ન બાદ પોતાની અટક બદલવા માંગતી હોય તો તે કરી શકે છે. નામ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને મોડમાં બદલી શકાય છે. તમે આધાર કાર્ડમાં નામ અપડેટ માત્ર બે વાર કરી શકો છો.
જેન્ડર 1 વખત બદલાશે
ઘણા આધાર કાર્ડ બનાવતી વખતે, જાતિ ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. UIDAI ના નિયમો અનુસાર તેને બદલી શકાય છે. તમને આધાર કાર્ડમાં જેન્ડર અપડેટ કરવાની માત્ર એક જ તક મળશે.
જો આધાર કાર્ડમાં ખોટી જન્મ તારીખ દાખલ કરવામાં આવી હોય, તો તે માત્ર એક જ વાર અપડેટ કરી શકાય છે. આ પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. તેથી તારીખ ખુબ જ સાવચેતી રાખીને સિલેક્ટ કરો.
આ માહિતી ગમે ત્યારે બદલો
તમે આધારમાં તમારા ઘરનું સરનામું, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ફોટો, ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન વારંવાર અપડેટ કરી શકો છો. તેમને અપડેટ કરવા માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર