Home /News /business /

Aadhaar Card: શું તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અને સરનામું સુધારવા માંગો છો? આ રીતે ભરો ફોર્મ

Aadhaar Card: શું તમે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અને સરનામું સુધારવા માંગો છો? આ રીતે ભરો ફોર્મ

તમે તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કે સરનામું બદલાવવા ઇચ્છો છો તો તમારે આ ફોર્મની જરૂર પડશે (પ્રતિકાત્મક તસવીર)

Aadhar Card Update -આપણે જાણીએ જ છીએ કે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક જરૂરી ઓળખ પત્ર છે. જે આપણને દૈનિક જીવનમાં અનેક જગ્યાએ કામ લાગે છે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ તાજેતરમાં જ એક ટ્વિટ કર્યુ છે. જે લોકો આધાર કાર્ડમાં (Aadhaar Card)કોઇ પણ પ્રકારના સુધારા કરવા માંગે છે, તેમના માટે ઓથોરિટીએ આ ઓફિશ્યલ ટ્વિટ જાહેર કર્યુ છે. જો તમે તમારા આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કે સરનામું બદલાવવા ઇચ્છો છો તો તમારે આ ફોર્મની જરૂર પડશે. આપણે જાણીએ જ છીએ કે દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ એક જરૂરી ઓળખ પત્ર છે. જે આપણને દૈનિક જીવનમાં અનેક જગ્યાએ કામ લાગે છે, જેમ કે બેંક, કાર ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ વગેરે. તેથી જરૂરી છે કે દરેક ડોક્યુમેન્ટને અપડેટ રાખવામાં આવે. તેથી આધાર અપડેટ (Aadhaar Card update)માટે ફોર્મ ભરતી સમયે તમારે આ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

સામાન્ય સૂચનો

સર્ટિફિકેટમાં બે વિભાગો હશેઃ સરનામાંની વિગતો અને કાર્ડધારકની વિગતો. તમારે આ તમામ વિગતો આપેલા સૂચનો અનુસાર ભરવી પડશે. નહીંતર કાર્ડ સ્વીકૃત થશે નહીં.

- પ્લેન સફેદ કાગળ પર સર્ટિફિકેટ પ્રિન્ટ કરાવો.

- ફોર્મ ભરતી સમયે માત્ર કેપિટલ લેટર્સનો ઉપયોગ કરવો. પ્રમાણિક ફોન્ટનો ઉપયોગ કરવો અને સ્ટાઇલિશ શબ્દોનો ઉપયોગ ટાળવો.

- બ્લૂ અથવા તો બ્લેક પેનનો ઉપયોગ કરવો. ફોર્મ ભરવા માટે ઇન્ક પેન કે પેન્સિલનો ઉપયોગ ન કરવો.

- વિકલ્પો પસંદ કરતી સમયે બોક્સમાં ટિક માર્ક્સ કરો, જ્યારે અન્ય બોક્સ ખાલી છોડી દો.

- શબ્દોને બોક્સની લાઇનને સ્પર્શવા ન દો. હંમેશા બોક્સની મધ્યમાં લખવાની આદત રાખો. ઉપરાંત દરેક શબ્દ વચ્ચે બોક્સ ખાલી છોડી દો. જો તમને કંઇક લાગૂ નથી પડતું તો NA ન લખો. તેને ખાલી જ છોડી દો.

આ પણ વાંચો - Aadhar Card Update: મોબાઇલ નંબર રજીસ્ટર કર્યા વગર આ રીતે ડાઉનલોડ કરો આધારકાર્ડ

રેસિડેન્ટ સેક્શનમાં વિગતો ભરવી

સ્ટેપ 1 – DD-MM-YY ફોર્મેટમાં તારીખ દાખલ કરો. ધ્યાન રાખો કે સર્ટિફિકેટ ઇશ્યૂ થયાના 3 મહીનાની અંદર જ સબમિટ કરી દેવું.

સ્ટેપ 2 – રેસિડેન્ટ કેટેગરીમાં જો તમે ભારતમાં રહેતા હોય તો દર્શાવો નહીંતર નોન-રેસિડેન્ટ ઇન્ડિયન (NRI) કેટેગરી દર્શાવો.

સ્ટેપ 3 – ‘Enrolment Type’માં તમારે સ્પષ્ટ કરવું પડશે કે તમે આ વિનંતી આધાર કાર્ડ મેળવવા છે જેને આધાર નોંધણી કહેવાય છે અથવા વિગતોને અપડેટ કરવા માટે છે જે અપડેટ રિક્વેસ્ટ તરીકે ઓળખાય છે.

સ્ટેપ 4 – ‘Aadhaar Number’ સેક્શનમાં જો તમે આધાર કાર્ડ અપડેટ કરી રહ્યા છો તો તમારે આધાર નંબર દાખલ કરવાના રહેશે. પરંતુ જો તમે નવી નોંધણી કરી રહ્યા છો તો ખાલી છોડી દો.

સ્ટેપ 5 – સરનામાની વિગતો ભરવી સૌથી મહત્વનો ભાગ છે. તમારા આધાર કાર્ડમાં દર્શાવેલ છે તે રીતે ફુલ નામની સાથે શરૂઆત કરો.(જો અપડેટ કરી રહ્યા છો તો)

અમુક વિગતો જે દર્શાવવી જરૂરી છેઃ

સરનામામાં Care Of(C/O)(આ વિગત તમે ખાલી રાખી શકો છો)

સરનામા પ્રમાણે ઘર નંબર, બિલ્ડિંગ નંબર અથવા એપાર્ટમેન્ટ નંબર.

શેરીનું નામ, રોડ અને સરનામાંની શેરી

તમારા ઘર પાસે જો કોઇ લેન્ડમાર્ક હોય તો તે દર્શાવો. (આ વિભાગ ખાલી છોડી શકો છો)

વિસ્તાર/ તમારા સરનામાનું ક્ષેત્ર

ગામ/શહેર/ તમારા સરનામાનું શહેર

તમારા સરનામાની નજીક આવેલ પોસ્ટ ઓફિસ(આ વિભાગ ખાલી છોડી શકાય છે)

તમારો જીલ્લો, રાજ્ય, વિસ્તારનો પિનકોડ, જન્મતારીખ

સ્ટેપ 6 – ત્યાર બાદ તમારે આપેલા બોક્સમાં સહી કરવાની રહેશે. જો તમે સહી કરી શકતા નથી તો અંગૂઠાનું નિશાન છોડી શકો છો.

સ્ટેપ 7 – 3.5 cm X 4.5 cm સાઇઝનો કલર ફોટોગ્રાફ અટેચ કરવાનો રહેશે. આપેલી જગ્યામાં જ ફોટો ચોંટાડવો. જે બોક્સની બહાન ન નીકળે તેનું ધ્યાન રાખો. ફોટોમાં આવેદકે ક્રોસ સાઇન કરવી જરૂરી છે.

સર્ટિફાયર વિભાગ આ રીતે ભરો

સ્ટેપ 1 – આપેલ જગ્યામાં સર્ટિફાયરનું નામ, તેનો હોદ્દો અને ઓફિસનું નામ આપો.

સ્ટેપ 2 – સંપર્ક વિગતો સાથે ઓફિસનું સરનામું અને વિભાગનું નામ સ્પષ્ટ કરો.

સ્ટેપ 3 – એક ટિક માર્ક સાથે દર્શાવો કે તમે ક્યા પ્રકારના સર્ટિફાયરનો સંપર્ક કર્યો છે. તમે અનેક વિકલ્પોમાંથી કોઇ પણ પસંદ કરી શકો છો, જેમ કે, ગેઝેટેડ ઓફિસર, ગ્રામ પંચાયતના વડા કે મુખિયા, તહસીલદાર, ઇપીએફઓ અધિકારી વગેરે.

સ્ટેપ 4 – પ્રમાણપત્રમાં ચેકલિસ્ટ પૂરા કરો અને તમામ જરૂરી વિભાગોમાં વિગતો ભરી હોવાનું સુનિશ્ચિત કરો.

સ્ટેપ 5 – સર્ટિફાયર દ્વારા સહી અને સ્ટેમ્પ લગાવો.
First published:

Tags: Aadhar card, UIDAI

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन