Home /News /business /આધાર નંબર નહીં હવે વર્ચ્યુઅલ ID લાગશે કામ, આવી રીતે કરો જનરેટ

આધાર નંબર નહીં હવે વર્ચ્યુઅલ ID લાગશે કામ, આવી રીતે કરો જનરેટ

સૌથી પહેલા આધારકાર્ડની વેબસાઇટ https://resident.uidai.gov.in પર જાવ. તે પછી UIDAI ના આધાર ઓથેન્ટિફિકેશન હિસ્ટ્રી પેજ પર જાવ. અને પોતાનો આધાર નંબર અને કેપ્ચા કોડ નાંખો.

    UIDAI (યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા)એ આધાર માટે વર્ચ્યુઅલ આઈડી ફેસિલિટીને લોન્ચ કરી દીધી છે. જેનાથી તમારે બધી જગ્યાએ તમારો આધાર નંબર આપવાની જરૂર નથી. નાગરિક સર્વિસ પ્રોવાઇડર્સને આધાર નંબરની જગ્યાએ 16 ડિજીટવાળા વર્ચ્યુઅલ આડી આપવાનો રહેશે. આના આધારની બાયોમેટ્રિક ડિટેલ્સ સિક્યોર રાખવામાં વધુ સુરક્ષા જોડાશે.

    શું તમને ખબર છે આધાર વર્ચ્યુઅલ આઈડી શું છે? તેનાથી આપણને શું ફાયદો થશે અને તેનો ઉપયોગ કઇ રીતે કરવો. આ આઇડી કઈ રીતે બનશે? આ બધાનો જવાબ આપણે અત્યારે જોઈશું.

    શું હોય છે વર્ચ્યુઅલ આઈડી?
    આધાર વર્ચ્યુઅલ આઈડી ટેમ્પરરી નંબર છે. જો તમારે આધારની માહિતી આપવી હોય તો તમારે આધારના 12 અંકોના નંબરની જગ્યાએ 16 અંકોનું વર્ચ્યુઅલ આઈડી આપી શકાય છે.

    ક્યાંથી જનરેટ થશે?
    આધાર વર્ચ્યૂઅલ આઇડીને UIDAIના પોર્ટલથી જનરેટ કરવામાં આવે છે. આ એક ડિજીટલ આઈડી હશે. આધાર હોલ્ડર આને કેટલીક વાર જનરેટ કરી શકે છે. અત્યારના સમયમાં વર્ચ્યુઅલ આઇડી માત્ર એક દિવસ માટે જ માન્ય હોય છે. જેને માત્ર યુઆઈડીએઆઈની વેબસાઇટથી જ જનરેટ કરી શકાય છે.

    કઈ રીતે જનરેટ કરશો?

    • વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવા માટે UIDAIના હોમ પેજ પર જાવ.
      હવે તમારો આધાર નંબર નાંખો. જેના પછી સિક્યોરિટી કોડ નાંખો અને SEND OTP પર ક્લિક કરો.

    • જે મોબાઇલ નંબર પર તમારો આધાર રજિસ્ટર્ડ હશે તેની પર જ તમને ઓટીપી મોકલવામાં આવશે.

    • આ પછી તમને વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરવાનો ઓપ્શન આવશે.
      જેના પછી તમને મોબાઇલ પર વર્ચ્યુઅલ આઇડી મોકલવામાં આવશે.


    શું ફાયદો થશે?

    • વર્ચ્યુઅલ આઇડીથી નામ, સરનામુ અને ફોટોગ્રાફ જેવી વસ્તુઓનું વેરિફિકેશન થઇ જશે.

    • કોઇ યુઝર જેટલી ચાહે તેટલી વાર વર્ચ્યુઅલ આઇડી જનરેટ કરી શકે છે.
      જૂની આઇડી પોતાની જાતે કેન્સલ થઇ જશે.

    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Aadhar card, Virtual ID

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन