Home /News /business /PANને આધાર સાથે જોડવાની સમય સીમા વધારવામાં આવી, જાણો છેલ્લી તારીખ

PANને આધાર સાથે જોડવાની સમય સીમા વધારવામાં આવી, જાણો છેલ્લી તારીખ

સરકારે છઠી વખત પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય સીમા વધારી દીધી છે. આ કામ માટે લોકોને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

સરકારે છઠી વખત પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમય સીમા વધારી દીધી છે. આ કામ માટે લોકોને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

    નવી દિલ્હી: સરકારે પેન કાર્ડ સાથે બાયોમેટ્રિક ઓળખ આધાર કાર્ડને જોડવાની સમય સીમાને છ મહિના વધારી દીધી છે. હવે તે 30 સ્પટેમ્બર 2019 જાહેર કરવામાં આવી છે. એક અધિકૃત નિવેદનમાં તેમણે આ માહિતી આપી છે. આવું છઠ્ઠી વખત છે કે, સરકારે પેનને આધાર સાથે જોડવાની સમય સીમા વધારી છે. સરકારે ગત વર્ષ જૂનમાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિને 31 માર્ચ સુધી તેનાં બાયોમેટ્રિક ઓળખ વાળું આધાર કાર્ડ પાન સાથે જોડવાનું રહેશે.

    કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે જાહેર કરેલા વ્યક્તવ્યમાં કહ્યું હતું કે, 'જો કોઇ વિશિષ્ઠ છૂટ ન આપવામાં આવે તો, 'આઘા કાર્ડ અંગે સુચના આપવા અને પેનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારખ 30 સ્પટેમ્બર 2019 છે.'

    જોકે, આની સાથે જ કહેવામાં આવ્યું છએ કે, 1 એપ્રિલ 2019થી આવકવેરા રિપટ્રન ભરવા માટે આધાર નંબરનો ઉલ્લેખ આવશ્યક હશે. સીબીડીટીએ કહ્યું કે, આ પ્રકારનાં રિપોર્ટ જણાવે છે કે, કેવી રીતે પેન જે 31 માર્ચ સુધીમાં આધાર સાથે જોડાયેલો નહીં હોય તો અમાન્ય ગણાશે. તે બાદ સરકારે આ મામલે વિચાર કરતાં કહ્યું કે, તે બંનેને લિંક કરવાની અંતિમ તારીખ 30 સ્પટેમ્બર છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aadhar card, Extended, Link, Pan card

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन