Home /News /business /

તત્કાલ પાસપોર્ટ માટે હવે આધારકાર્ડ જરૂરી નહીં, આ IDથી પણ બની જશે કામ

તત્કાલ પાસપોર્ટ માટે હવે આધારકાર્ડ જરૂરી નહીં, આ IDથી પણ બની જશે કામ

પાસપોર્ટ (ફાઈલ ફોટો)

હાલમાં નાગરીકો માટે સામાન્ય શ્રેણીમાં 1500 રૂપિયા અને તત્કાલ પાસપોર્ટની ફી 3500 રૂપિયા નક્કી છે.

    તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે હવે આધાર નંબર આપવો જરૂરી નહી રહે. વિદેશ મંત્રાલય પાસપોર્ટ બનાવવાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ મુદ્દે કાયદા મંત્રાલય પાસે સલાહ પણ લઈ લીધી છે, જેના પર મંત્રાલયે લીલી ઝંડી આપી દીધી છે. નવા નિયમ ટુંક સમયમાં નોટિફાઈ થઈ શકે છે.

    વોટર આઈડી-ડ્રાઈવિંગ લાયસન્સથી બની જશે પાસપોર્ટ - નવા નિયમ અનુસાર, પાસપોર્ટ બનાવવા માટે માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને વોટર આઈડી કાર્ડ આપવું પડશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી તત્કાલ પાસપોર્ટ માટે આધાર નંબર આપવો જરૂરી હતો.

    જાન્યુઆરીમાં સરકારે તત્કાલ પાસપોર્ટ અરજીકર્તાને મોટી રાહત આપતા સત્યાપન પ્રમાણપત્ર આપવાની અનિવાર્યતા ખતમ કરી દીધી છે. આની સ્થાને આધારકાર્ડ સિવાય પહેલાથી નક્કી 12 દસ્તાવેજ વોટર આઈડી, પાનકાર્ડ, બેન્ક-પોસ્ટ ઓફિસ પાસબુક, રાશન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જન્મનું પ્રમાણપત્ર, કર્મચારી ઓળખપત્ર વગેરેમાંથી બે દસ્તાવેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે અરજીકર્તાએ સામાન્ય પાસપોર્ટ માટે 2000 રૂપિયા આપવા પડે છે. હાલમાં નાગરીકો માટે સામાન્ય શ્રેણીમાં 1500 રૂપિયા અને તત્કાલ પાસપોર્ટની ફી 3500 રૂપિયા નક્કી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aadhaar card, Soon

    આગામી સમાચાર