જો તમે દેશની કોઇપણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાવ છો અને સ્થાયી સરનામું અને આઇડી પ્રુફ માટે આધારની ફોટો કોપી બેંકને આપો છો તો તે માન્ય નથી. આની સાથે બેંકને બાયોમેટ્રિક કે પછી ઓટીપી ઓથેન્ટિકેશન પણ કરવાનું રહેશે. આ જરૂરી છે કારણ કે આવું ન થાય તો કોઇપણ કોઇના આધારની કોપીનો ઉપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલી શકે છે. આ બધી વાતો આધાર જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ કહી છે.
બેંક જવાબદાર રહેશે
બિઝનેસ ન્યૂઝ પેપર ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલ ખબર પ્રમાણે UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે જો બેંક ઓટીપી વગર ખાતુ ખોલે છે તો કોઇપણ નુકસાન માટે બેંક જવાબદાર રહેશે.
બેંકની કોઇપણ ભૂલ માટે આધારધારક જવાબદાર નથી. આ એવું જ છે કે જેમ કોઇ અન્યને વોટર આઇડીકાર્ડ, રેશનકાર્ડ પર બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. જેમાં રેશન કાર્ડધારક અને વોટર આઈડી કાર્ડવાળાની કોઇ ભૂલ નથી હોતી. તમને જણાવીએ કે UIDAIની વેબસાઇટ પર પૂછાયેલ સવાલોમાં એક સવાલ આ પણ છે તેના જવાબમાં UIDAIએ આવો જવાબ આપ્યો છે.
આધાર વેરીફીકેશન જરૂરૂી
હાલ UIDAI રેડિયો પર લોકોને આ અંગે જાગૃત્ત કરી રહ્યાં છે. UIDAI પ્રમાણે બેંકમાં બાયોમેટ્રિક એટલે અંગુઠાના નિશાન દ્વારા પોતાનું આધાર વેરિફાઇ કરાવી શકાય છે. મોબાઇલ પર ઓટીપી દ્વારા પણ વેરીફાઇ કરાવી શકાય છે.
સવાલ- કોઇ છેતરપિંડીથી મારા આધારકાર્ડની ફોટો કોપી દ્વારા પોતાનું ખાતુ ખોલાવી દે તો શું મને નુકસાન થશે?
જવાબ- કોઇ ખાતુ માત્ર ભૌતિક આધાર કાર્ડ કે તેની ફોટોકોપી આપવાથી જ બનાવી નથી દેવાતું. પીએમએલ નિયમો અને આરબીઆઈ પરિપત્રો અંતર્ગત એક બેંક ખાતુ ખોલવા માટે, બેંકને આધાર પ્રતિબંધ લેવડદેવડ કે કેવાયસી સ્વિકાર કરતા પહેલા બાયોમેટ્રિકે કે ઓટીપી પ્રમાણીકરણ અને અન્ય સાવધાની રાખવી જોઇએ. એટલે બાયોમેટ્રિક/ઓટીપી વગેરેના માધ્યમથી તમારા નામા પર કોઇ બેંક ખાતુ ખોલાવી ન શકાવે.
બાયોમેટ્રિક કે ઓટીપી પ્રમાણીકરણ અને અન્ય સત્યાપન વગર આધાર સ્વિકાર કરીને બેંક ખાતુ ખોલે છે તો બેંકને કોઇપણ નુકસાન માટે જવાબદાર ગણાવવામાં આવશે. આધાર ધારકોને બેંકની ભૂલ માટે જવાબદાર ન ગણાવવામાં આવે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર