Home /News /business /Aadhaar Verification: આધાર વેરિફિકેશન માટે આવી નવી ગાઈડલાઈન, દુરુપયોગથી બચવવા માટે UIDAIના નવા નિયમ

Aadhaar Verification: આધાર વેરિફિકેશન માટે આવી નવી ગાઈડલાઈન, દુરુપયોગથી બચવવા માટે UIDAIના નવા નિયમ

હવે બેંક કે કોઈ અન્ય જગ્યાએ આધાર વેરિફિકેશન માટે આપતાં ચિંતા નહીં તમારો ડેટા આ રીતે સુરક્ષિત રહેશે.

Aadhaar Verification UIDAI New Guidelines: આજ હવે જ્યારે બેંકથી લઈને હોસ્પિટલ અને વીમાથી લઈને શેરબજાર દરેક જગ્યાએ આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે ત્યારે આધાર વેરિફિકેશન કરતાં સમયે જે તે સંસ્થાની જવાબદારીઓ નક્કી કરતી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India, UIDAI)એ યુઆઈડીએઆઈ ઑફલાઇન વેરિફિકેશન એકમો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સ્વચ્છ એકમોને સ્વચ્છ ઉપયોગ, શ્રેષ્ઠ સુરક્ષા તંત્ર અને કાનૂની હેતુઓ માટે આધારનો ઉપયોગ કરતી વખતે નાગરિકોના વિશ્વાસને વધારવા માટેના સૂચનો કરે છે. આ સાથે નાગરિકોના આધાર નંબરને એકત્ર, ઉપયોગ કે સંગ્રહ ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ આધારના દુરુપયોગની માહિતી સત્તાધિકારી અને સંબંધિત આધાર ધારકને 72 કલાકની અંદર આપવાની રહેશે.

  આ પણ વાંચોઃ લાખોપતિ બનવું હોય તો આવા ફંડમાં ટીપે ટીપે શરુઆત કરાય, આ જુઓ જેમણે રોક્યા તેઓ કેવા માલામાલ થઈ ગયા.

  આધાર ધારકની સંમતિ વિના વેરિફિકેશન ન કરવા સૂચના


  યુઆઈડીએઆઈ ગાઈડલાઈનમાં સંસ્થાઓને આધાર નંબર ધારકની સ્પષ્ટ સંમતિ પછી આધારની ચકાસણી કરવા માટે જાણ કરવામાં આવે તે માટેના સૂચનો આપવામાં આવ્યા છે. આ સંસ્થાઓએ નાગરિકો પ્રત્યે વિનમ્રતા દાખવવી જોઈએ અને ઑફલાઇન ચકાસણી કરતી વખતે તેમને તેમના આધારની સુરક્ષા અને ગોપનીયતા વિશે ખાતરી આપવી જોઈએ. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અથવા કોઈપણ અન્ય વૈધાનિક એજન્સી દ્વારા ભવિષ્યના કોઈપણ ઓડિટ માટે નાગરિકો પાસેથી મેળવેલ સ્પષ્ટ સંમતિનો લોગ/રેકોર્ડ જાળવવા એન્ટિટી માટે જરૂરી છે.

  યૂઆઈડીએઆઈએ કહ્યું- આધાર વેરિફિકેશન QR કોડથી થવું જોઈએ


  યૂઆઈડીએઆઈએ ઑફલાઇન વેરિફિકેશન સંસ્થાઓને આધારના ચારેય ફોર્મેટ (આધાર લેટર, ઇ-આધાર, m-આધાર અને આધાર પીવીસી કાર્ડ) પર રહેલા ક્યૂઆર કોડના માધ્યમથી ઓળખના પુરાવા તરીકે ભૌતિક અથવા ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આધાર સ્વીકારવાની મંજૂરી આપે છે.

  આ પણ વાંચોઃ રોકાણકારો રુપિયા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીએ IPO લાવવા સેબીમાં દાખલ કરી અરજી

  આધારના દુરુપયોગની માહિતી 72 કલાકમાં આપવા સૂચના


  આધારનું ઑફલાઇન વેરિફિકેશન ન કરવા અથવા કરવામાં અસમર્થ હોવા બદલ કોઈપણ નાગરિકને કોઈપણ સેવાનો ઇનકાર કરવામાં આવતો નથી. જો સંસ્થાઓને કોઈ દુરુપયોગની માહિતી મળે તો તેમણે યૂઆઈડીએઆઈને અને સંબંધિત નાગરિકને 72 કલાકની અંદર તેની જાણ કરવી ફરજીયાત રહેશે.  આધાર નંબર એ 12 અંકનો રેન્ડમ નંબર છે, જે UIDAI દ્વારા સત્તાધિકારી દ્વારા નિર્ધારિત ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ભારતના તમામ રહેવાસીઓને જારી કરવામાં આવે છે. કોઈપણ વયની કોઈપણ વ્યક્તિ જે ભારતનો રહેવાસી છે તે જાતિને ધ્યાનમાં લીધા વિના આધાર નંબર મેળવવા માટે સ્વેચ્છાએ નોંધણી કરાવી શકે છે. યૂઆઈડીએઆઈના જણાવ્યા અનુસાર, કોઈપણ આધારને mAadhaar અથવા આધાર ક્યૂઆર કોડ સ્કેનરનો ઉપયોગ કરીને વેરિફાઈ કરી શકાશે. જો કોઈએ આધાર સાથે છેડછાડ કરી છે, તો તેની જાણકારી ઓફલાઈન વેરિફિકેશનથી ખબર પડી જશે. ત્યારે આવા સમયે દરેકને સલાહ આપવામાં આવે છે કે, તે આધાર સાથે છેડછાડ ન કરે, નહીંતર તેમને જેલ જવાનો વારો આવશે.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Aadhaar card, Business news, UIDAI

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन