Aadhaarમાં સરનામું બદલવા અને બૅન્ક ખાતું ખોલવાની પ્રક્રિયામાં સરકારે ફેરફાર કર્યો

News18 Gujarati
Updated: November 14, 2019, 10:16 AM IST
Aadhaarમાં સરનામું બદલવા અને બૅન્ક ખાતું ખોલવાની પ્રક્રિયામાં સરકારે ફેરફાર કર્યો
પ્રતિકાત્મક તસવીર

જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે હવે આધાર પર લખાયેલુ સરનામું સરળતાથી બદલી શકાય છે.

  • Share this:
આધારકાર્ડ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધારમાં સરકાર તમારી જરુરી માહિતીને સરળતાથી અપડેટ કરવા અથવા બદલવા માટે ઘણા પ્રયત્નો કરી રહી હતી. બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે હવે આધાર પર લખાયેલુ સરનામું સરળતાથી બદલી શકાય છે. હવે જેઓ કેવાયસી માટે પોતાનો આધાર નંબર આપી રહ્યા છે અને બીજું સરનામું આપવા માગે છે, જે આધારકાર્ડ પર લખેલા સરનામાંથી અલગ છે, તો એક સેલ્ફ ડિક્લેરેશન આપીને પોતાનું બીજું સરનામું આપી શકશે.

આ નિર્ણયથી સ્થાળાંતર કામદારોને મોટી રાહત મળશે. અત્યાર સુધી સ્થળાંતર કરાયેલા કામદારોને જ્યાં તેઓ બૅન્ક ખાતું ખોલવામાં મુશ્કેલી અનુભવતા હતા, કારણ કે સરનામાંના આધારે તેમનું ઘર હતું અને બીજા શહેરમાં કામ કરતા હતા. આ ફેરફાર મની-લોન્ડરિંગ નિયમ {Prevention of Money-laundering (Maintenance of Records} માં સુધારો કરીને કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જિયો, એરટેલ અને વોડાફોનનો સસ્તો રિચાર્જ પ્લાન, જાણો ક્યો છે શ્રેષ્ઠ

આ હેઠળ જો કોઈ વ્યક્તિ ઓળખ માટે સેન્ટ્રલ આઇડેન્ટિટી ઉપરાંત અન્ય કોઈ આધાર નંબર સાથે સરનામું આપવા માંગે છે, તો તેને મંજૂરી આપવામાં આવી છે. સરનામાંના ફેરફારથી સંબંધિત નિયમ બદલવાની લાંબા સમયથી માંગ હતી.

સરકારના આ નિર્ણયથી આ લોકોને ફાયદો થશે

આધાર પર લીધેલા આ નિર્ણયથી સ્થાળાંતર મજૂરોને લાભ થશે. તેઓ પાસે તેના આધારમાં મૂળ રહેઠાણનું સરનામું રહે છે, પરંતુ તેઓ હાલના સરનામે બૅન્ક ખાતું ખોલવા માગે છે, જ્યાં તેઓ કામ સાથે જોડાયેલા છે. એવા ઘણા કિસ્સા છે કે જ્યાં લોકો કેવાયસી માટે આધારમાં સરનામું આપવા માંગે છે જે તેમના માટે મહત્વપૂર્ણ છે.
First published: November 14, 2019, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading