Home /News /business /

Aadhaar card: આધાર કાર્ડ Fake છે કે Real તે કેવી રીતે ચેક તપાસવું, જાણો UIDAIની સેવા વિશે

Aadhaar card: આધાર કાર્ડ Fake છે કે Real તે કેવી રીતે ચેક તપાસવું, જાણો UIDAIની સેવા વિશે

આધાર કાર્ડ (પ્રતીકાત્મક તસવીર)

UIDAI (Unique Identity Authority of India) તરફથી એક ખાસ સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા મારફતે એવું જાણી શકાય છે કે જે તે આધાર કાર્ડ ફેક છે કે પછી સાચું છે.

    નવી દિલ્હી: આધાર કાર્ડ (Aadhaar Card)નો ઉપયોગ અનેક જગ્યાએ ફરજિયાત થઈ ગયો છે. હવે ઓળખ માટે પણ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે લોકો પોતાના પર્સનલ બિઝનેસ (Business)માં આધાર કાર્ડનો ઉપયોગ ઓળખપત્ર તરીકે કરવા લાગ્યા છે. એટલે કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકો તેઓ જેમની સાથે કામ કરી રહ્યા છે તેમની ઓળખ આધાર કાર્ડથી કરતા થયા (Aadhaar as Identity card) છે. જેમાં કર્મચારીઓ, કામદારો, ઘર કામ કરતા લોકો, પેઇંગ ગેસ્ટ, ભાડુઆત વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે તમારા સોસાયટીમાં સફાઈ કામ માટે કે પછી તમારા ઘરે ઘર કામ માટે આવતા લોકોની ઓળખ માટે હવે તેમને આધાર કાર્ડ લેવામાં આવે છે. આ વાત તમે પણ નોંધી હશે.

    ફેક આધાર કાર્ડ રેકેટ (Fake Aadhaar racket)

    આધાર કાર્ડની મદદથી જે તે વ્યક્તિની ઓળખ કરવાનું કામ સરળ બની ગયું છે. જોકે, આધારના અનેક ઉપયોગ વચ્ચે દેશમાં ફેક આધાર કાર્ડનું નેટવર્ક પણ એટલું જ વિકસી ગયું છે. તાજેતરમાં એક બનાવ સામે આવ્યો હતો, જેમાં પોલીસને માહિતી મળી હતી કે ફેક આધાર કાર્ડની મદદથી બેંગલુરુ રેલવે સ્ટેશન ખાતે 244 બાળકોનું ટ્રાફિકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત થોડા સમય પહેલા ગુરુગ્રામ ખાતેથી ફેક આધાર કાર્ડનું એક મોટું રેકેટ પકડાયું હતું. જેમાં ગુનેગારો એક સોફ્ટવેરની મદદથી 10 મિનિટની અંદર જ ફેક આધાર કાર્ડ બનાવી આપતા હતા. આવા કાર્ડ બાદમાં 500 રૂપિયા કે તેનાથી ઓછી કિંમતમાં વેચવામાં આવતા હતા.

    આધાર કાર્ડ ફેક કે રિયલ?

    UIDAI (Unique Identity Authority of India) તરફથી એક ખાસ સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા મારફતે એવું જાણી શકાય છે કે જે તે આધાર કાર્ડ ફેક છે કે પછી સાચું છે. આ વિકલ્પનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ તેના કામદારો તરફથી સબમિટ કરવામાં આવેલું આધાર ફેક છે કે પછી રિયલ છે તે જાણી શકે છે.

    UIDAIની વેબસાઇટ પર આ સુવિધાનો લાભ કેવી રીતે લેવો?

    સ્ટેપ-1: UIDAIની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
    સ્ટેપ-2: Aadhaar services પર જાઓ.
    સ્ટેપ-3: Verify Aadhaar પેજ પર જઈને 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો.
    સ્ટેપ-4: વેરિફિકેશન માટે આપવામાં આવેલો કેપ્ચા દાખલ કરો. બાદમાં Proceed to Verify બટન પર ક્લિક કરો.

    આ પણ વાંચો: Aadhaar card news: આધાર કાર્ડમાં નામ, સરનામું અને જન્મ તારીખ કેટલી વખત બદલી શકાય?

    ઉપરની વિગતો દાખલ કર્યાં બાદ UIDAI તરફથી આ નંબર તેમના ડેટાબેઝમાં હયાત છે કે નહીં તેની માહિતી આપશે. સાથે જ આધાર કાર્ડ ધારકની ઉંમર, જેન્ડર, રાજ્ય અને મોબાઇલ નંબરના છેલ્લા ત્રણ આંકડા બતાવશે. તમે આ લિંક (https://resident.uidai.gov.in/verify) પર સીધી ક્લિક કરીને પણ આધારની ખરાઈ કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, Personal finance, UIDAI

    આગામી સમાચાર