આ ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી આધાર કાર્ડની સમસ્યા દૂર થશે, 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે આ સુવિધા

આ ટોલ ફ્રી નંબર પર ફોન કરવાથી આધાર કાર્ડની સમસ્યા દૂર થશે, 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે આ સુવિધા
આધારકાર્ડ અંગેની ખાસ માહિતી મળી રહેશે આ નંબર પરથી.

તમે માત્ર ટોલ ફ્રી નંબર 1947 પર ફોન કરીને આ સમસ્યા દૂર કરી શકો છો. UIDAIએ ટ્વિટ કરીને આ ટોલ ફ્રી નંબર અંગે જાણકારી આપી છે.

 • Share this:
  જો આધાર કાર્ડને લઈને કોઈ સમસ્યા છે, તો આ નંબર પર ફોન કરીને તમે આધાર કાર્ડને લગતી સમસ્યા દૂર કરી શકો છો. ઘણા લોકોને આધાર કાર્ડને લઈને અલગ અલગ સમસ્યા હોય છે, પરંતુ કેવી તે કેવી રીતે દૂર કરવી તેને લઈને મૂંઝવણમાં રહે છે. હવે તમે માત્ર ટોલ ફ્રી નંબર 1947 પર ફોન કરીને આ સમસ્યા દૂર કરી શકો છો. UIDAIએ ટ્વિટ કરીને આ ટોલ ફ્રી નંબર અંગે જાણકારી આપી છે. આ નંબર 12 ભાષાઓમાં આપની મદદ કરશે.

  UIDAIએ કર્યું ટ્વિટ  UIDAIએ ટ્વિટ કરીને આ નંબરની જાણકારી આપી છે. આ નંબર પર તમારી આધાર કાર્ડને લગતી સમસ્યા દૂર કરી શકાય છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1947 હિંદી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાલી, અસમિયા અને ઉર્દૂ આ રીતે 12 ભાષામાં સમસ્યા દૂર કરશે. #Dial1947ForAadhaar તમારી પસંદની ભાષામાં વાતચીત કરી શકો છો.

  UIDAI એ જાહેર કર્યો નંબર

  ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) તરફથી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1947 પર આધાર કાર્ડની સમસ્યાને લઈને ફોન કરી શકાય છે. 1947ના રોજ દેશ આઝાદ થયો હોવાથી, આ નંબર તમે સરળતાથી યાદ રાખી શકો છો.

  આ નંબર પર 24 કલાક દરમ્યાન કોઈપણ સમયે ફોન કરી શકો છો. સોમવારથી શનિવાર દરમ્યાન આ સુવિધા માટે કોલ સેન્ટર પ્રતિનિધિ સવારે સાત વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. રવિવાર દરમ્યાન પ્રતિનિધિ સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે.

  આ હેલ્પલાઈન નંબર આધાર નામાંકન કેન્દ્ર, નામાંકન કર્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને આધાર કાર્ડ સંબંધિત જાણકારી પ્રદાન કરે છે. જો તમારુ આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અથવા પોસ્ટ દ્વારા આધાર કાર્ડ નથી મળ્યું તો આ નંબર પરથી તમે જાણકારી મેળવી શકો છો.

  PVC આધાર કેવી રીતે બનાવવું

  1. નવા આધાર પીવીસી કાર્ડ માટે UIDAIની વેબસાઈટ પર જવાનું રહેશે.

  2. 'My Aadhaar' સેક્શન પર જઈને 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.

  3. તે બાદ તમારા આધાર કાર્ડનો 12 આંકડાનો નંબર અથવા 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી અથવા 28 આંકડાનો આધાર એનરોલમેન્ટ આઈડી (EID) નંબર દાખલ કરો.

  4. ત્યાર બાદ સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા એન્ટર કરવાનો રહેશે અને બાદમાં Send OTP પર ક્લિક કરો.

  5. રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલ ઓટીપી એન્ટર કરવાનો રહેશે.

  6. આધાર પીવીસી કાર્ડનો પ્રીવ્યુ જોવા મળશે.

  7. તે બાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

  8. ત્યારબાદ તમારે રૂ. 50 ફી ચૂકવવાની રહેશે.

  9. પેમેન્ટ કર્યા બાદ આધાર પીવીસી કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂર્ણ થઈ જશે.

  આધાર (Aadhaar)
  Published by:News18 Gujarati
  First published:April 15, 2021, 19:10 pm

  ટૉપ ન્યૂઝ