આ રીતે ઘેર બેઠા મેળવો ATM જેવડું PVC આધાર કાર્ડ, આ સ્ટેપ અનુસારો

આ રીતે ઘેર બેઠા મેળવો ATM જેવડું PVC આધાર કાર્ડ, આ સ્ટેપ અનુસારો
હવે પર્સમાં રહે એવું ATM જેવું આધાર કાર્ડ મળી શકશે.

PVC આધાર કાર્ડ કેવી રીતે મેળવવું તે પ્રશ્ન ઉભો થાય છે. જેથી અહીં તે મેળવવાની પદ્ધતિ આપી છે.

 • Share this:
  આધાર કાર્ડ ભારતીય નાગરિકો માટે મહત્વનું છે. જેમાં UIDAI દ્વારા 12 આંકડાનો ઇન્ડિવિસ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવેલો હોય છે. સરકારી યોજનાનો લાભ લેવા આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. 2021માં UIDAI દ્વારા આધાર કાર્ડને નવું સ્વરૂપ આપવામાં આવ્યું, જેને પીવીસી આધારકાર્ડ તરીકે ઓળખવામાં આવે છે.

  થોડા સમય પહેલા આધાર કાર્ડ ફક્ત પ્રિન્ટેડ સ્વરૂપમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે નવા ફેરફાર હેઠળ તેને ડિજિટલ માન્યતા પણ આપવામાં આવી છે. જેને સાથે રાખવું સરળ બનશે. ફક્ત એક જ મોબાઇલ નંબરથી તમે તમારા પરિવારના બધા સભ્યોની નોંધણી કરી શકશો. સાથે જ રૂ. 50 જેટલી રકમ ભરીને PVC આધાર કાર્ડની ડિલિવરી ઘરે મેળવી શકાશે.  PVC આધાર કાર્ડ કેવી રીતે મેળવવું તે પ્રશ્ન ઉભો થાય છે. જેથી અહીં તે મેળવવાની પદ્ધતિ આપી છે.

  1) UIDAIની વેબસાઈટ uidai.gov.in or resident.uidai.gov.in ખોલો અને આધાર કાર્ડ ઓર્ડર કરો.

  2) જ્યાં આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને વર્ચ્યુઅલ આઈડી નંબર કાળજીપૂર્વક નાખો.

  3) રૂ. 50 ચૂકવો અને આધાર કાર્ડ તમારા સરનામે પહોંચાડી દેવાશે.

  જો તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયેલો ના હોય તેવા કિસ્સામાં પણ તમે PVC આધાર કાર્ડ મેળવી શકો છો. આ રીત અનુસારો

  1) https://residentpvc.uidai.gov.in/order-pvcreprint વેબસાઈટ ખોલો.
  2) આધાર કાર્ડ નંબર રજીસ્ટર કરો.
  3) તમારો સિક્યુરિટી કોડ નાખો અને ‘my mobile not registered’ પર ક્લિક કરો.
  4) ત્યારબાદ મોબાઈલ નંબર નાખી ‘send OTP’ પર ક્લિક કરો.
  5) તમારા રજીસ્ટર થયેલા નંબર પર OTP મળશે. તે દાખલ કરો.
  6) હવે તમારે રૂ. 50 ચૂકવવા પડશે. 2 અઠવાડિયામાં તમને તમારું PVC આધાર કાર્ડ નોંધાયેલા સરનામે મળશે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ