દિલ્હી: દેશના ચૂંટણી પંચ (Election commission) દ્વારા મતદાર ઓળખકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાનું અભિયાન (Aadhaar Voter ID Link) શરૂ કરવામાં આવ્યું છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર મતદાર ઓળખપત્રો (Election card)ને આધારકાર્ડ સાથે જોડવાનું કામ મતદારો (Voters)ની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદાર યાદીમાં એન્ટ્રીઓ પ્રમાણભૂત કરવાના હેતુથી કરવામાં આવી રહ્યું છે. આધાર સાથે પોતાનું નામ લિંક કરવા માંગતા મતદાતા આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વોટિંગ કાર્ડ અને આધાર કાર્ડ જોડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક હશે અને મતદારો પટ લિંકિંગ માટે દબાણ કરવામાં આવશે નહીં.
શા માટે વોટિંગ કાર્ડ અને આધાર કાર્ડનું કરાઈ રહ્યું છે લિંકિંગ?
વોટિંગ કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાના આ અભિયાનનો મુખ્ય હેતુ કોઈ પણ વ્યક્તિ બે જગ્યાએ મતદાન ન કરે અને મતદારયાદીને સ્વચ્છ અને પારદર્શક બનાવવાનો છે. મતદારો પોતે જ તેમના આધાર કાર્ડને મતદારની એપ્લિકેશન વોટર હેલ્પ લાઇન અથવા ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાવાયેલ ઓનલાઇન એનવીએસપી પોર્ટલ સાથે પણ લિંક કરી શકે છે.
મતદાર યાદીને આધાર કાર્ડ સાથે જોડવાની કામગીરી 31 માર્ચ 2023 સુધીમાં પૂર્ણ કરવાની છે, તેથી દરેક મતદારે પોતાની અંગત જવાબદારીને ધ્યાનમાં લઇને પોતાનું વોટિંગ કાર્ડ આધાર કાર્ડ સાથે જોડવું જોઇએ.
આ પણ વાંચો: Gold Price Today: સોનું સસ્તું થયું, જાણો 10 ગ્રામ ગોલ્ડનો આજનો ભાવ
જે વ્યક્તિની ઉંમર 1 જાન્યુઆરી, 2023 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ હોય અને તેનું નામ જાહેર થયેલી મતદાર યાદીમાં નોંધાયેલું ન હોય, તો તે તેના વિસ્તાર સાથે સંબંધિત બીએલઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી, ફરીદાબાદની કચેરીમાં ફોર્મ નંબર 6 ભરીને અરજી કરી શકે છે. મતદાર યાદીમાંથી કોઈપણ મતદારનું નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7, આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ફોર્મ નંબર 6 અને પ્રસિધ્ધ થયેલ મતદાર યાદીમાં સુધારો કરવા માટે ફોર્મ નંબર 8 ભરવાનું રહેશે.
મતદારયાદીમાં પોતાનું નામ કે અન્ય માહિતી https://eci.gov.in વેબસાઈટ પર ચેક થઈ શકે છે અને મતદાર પોતે સાઈટ પર પણ ફોર્મ ભરી શકે છે અને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે.
એનવીએસપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે
જો તમે વોટર રજિસ્ટ્રેશન પોર્ટલ દ્વારા આધાર અને વોટર આઈડી કાર્ડને લિંક કરવા માંગો હોવ, તો તમારે પહેલા એનવીએસપી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે સૌથી પહેલા વેબસાઈટ પર જઈને ન્યૂ યુઝર ઓપ્શન પર ક્લિક કરો. આ પછી મોબાઇલ નંબર અને તમારો કેપ્ચા દાખલ કરો. પછી મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરતાની સાથે જ તમારી સામે એક પેજ ખુલી જશે. જેમાં તમારી તમામ માહિતી આપવી કરવી. આ પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aadhar card, Adhaar Card Link, Business news, Voter ID card